જયારે ૨૧ વર્ષ મોટા સંજય દત્ત પર પહેલી જ નજરમાં દિલ હારી ગઈ હતી માન્યતા, આ રીતે શરૂઆત થઇ પ્રેમની
માન્યતા દત્ત બોલીવુડમાં એક સફળ અભિનેત્રી બનવા આવી હતી, પણ એમની ઓળખાણ સંજય દત્તની પત્નીના રૂપમાં જ બની શકી. ફિલ્મી દુનિયામાં એમનું કરિયર ઘણું નાનું રહ્યું. સંજય દત્તની પત્ની બનતા પહેલા માન્યતાએ બી ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું હતું. જોકે, હવે દત્ત પરિવારની વહુ બન્યા પછી એમણે ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું છે. ૨૨ જુલાઈ ૧૯૭૮ ના મુસ્લિમ પરિવારમાં જન્મેલી માન્યતાએ હાલમાં જ પોતાના જન્મદિવસની ઉજવણી કરી છે. ચાલો તો જાણીએ એમની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો.
ફિલ્મ ગંગાજળથી મળી સફળતા
માન્યતાનું સાચું નામ દિલનવાજ શેખ હતું, પણ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પછી એમણે પોતાનું નામ રાખ્યું સારા ખાન. જોકે, પ્રકાશ ઝા ની ફિલ્મ ‘ગંગાજળ’ માં આઈટમ સોંગ કરીને હીટ થયેલી માન્યતાએ અહિયાં ફરી પોતાનું નામ બદલી લીધું. ફિલ્મ ગંગાજળમાં ‘અલ્હડ જવાની’ ગીતથી માન્યતાએ ઘણી ચર્ચા મેળવી હતી. જોકે, માન્યતા બોલીવુડમાં સારી ફિલ્મો ના કરી શકી અને એ સફળતા ના મેળવી શકી જેની એને ઈચ્છા હતી.

૨૧ વર્ષ મોટા સંજય દત્ત પર દિલ હારી બેઠી માન્યતા
માન્યતા હંમેશાથી એક સફળ અભિનેત્રી બનવા ઇચ્છતી હતી, પણ બોલીવુડમાં એ બી ગ્રેડની ફિલ્મો સુધી જ સીમિત થઈને રહી ગઈ. એ પછી એમને ફિલ્મ ‘લવર્સ લાઈક અસ’ માં કામ કરવાનો મોકો મળ્યો. આ ફિલ્મના અધિકાર સંજય દત્તે ૨૦ લાખમાં ખરીદ્યા હતા. આ ફિલ્મ પછી જ સંજય અને માન્યતાની મુલાકાત શરુ થઇ ગઈ હતી.
સંજય દત્ત અને માન્યતાના લગ્ન બોલીવુડના ચર્ચિત લગ્નોમાંથી એક રહ્યા. પહેલી વાત તો એ કે આ સંજયના ત્રીજા લગ્ન હતા, બીજી વાત એ કે સંજય અને માન્યતાની ઉંમરમાં ઘણો તફાવત હતો. માન્યતા સંજયથી લગભગ ૨૧ વર્ષ નાની છે. સંજયની મોટી દીકરી ત્રિશાલા માન્યતાથી ફક્ત ૧૦ વર્ષ નાની છે, પણ માન્યતાએ જયારે સંજયને દેખ્યા તો પોતાનું દિલ હારી બેઠી હતી.
લગ્ન પછી ખુબ જ ખુશ છે સંજય – માન્યતા
લગ્ન પહેલા માન્યતા અને સંજયની ઘણી મુલાકાત થઇ અને એ મુલાકાત પ્રેમમાં બદલાઈ ગઈ. ૭ ફેબ્રુઆરી ૨૦૦૮ માં બંનેએ ફેંસ અને મિડીયાથી દુર એકબીજા સાથે લગ્ન કરી લીધા. લગ્ન સમયે માન્યતા ૨૯ વર્ષની હતી અને સંજય ૫૦ વર્ષના હતા. એવું પણ કહેવાય છે કે સંજય દત્તનો પરિવાર એમના લગ્ન વિરુદ્ધ હતો કારણકે માન્યતા એમનાથી ઉંમરમાં ઘણી નાની હતી.
સંજય અને માન્યતાના લગ્ન ઘણા ચર્ચામાં રહ્યા. વર્ષ ૨૦૧૦ માં માન્યતા દત્તે બે જુડવા બાળકોને જન્મ આપ્યો. શરાન અને ઇકરા માન્યતા અને સંજયના બાળકો છે. સોશ્યલ મીડિયા પર બંને પોતાના પરિવારના સુંદર ફોટા શેર કરતા રહે છે. સંજય દત્ત અને માન્યતાની જોડી ઘણી ખુબસુરત લાગે છે અને ફેન્સને એમના ફોટા ખુબ જ પસંદ આવે છે.
0 Response to "જયારે ૨૧ વર્ષ મોટા સંજય દત્ત પર પહેલી જ નજરમાં દિલ હારી ગઈ હતી માન્યતા, આ રીતે શરૂઆત થઇ પ્રેમની"
ટિપ્પણી પોસ્ટ કરો