હવે આ બેંકમાં પૈસા જમા કરાવવા પર પણ લાગે છે ચાર્જ, જાણો શું તમારે છે આ બેંકમાં ખાતું?
બેન્ક પોતાના ખાતેદારોની સુવિધાઓ માટે અનેક નાની મોટી સેવાઓ પૂરી પાડે છે, જેમાં ATM સેવા સૌથી લોકપ્રિય છે, કારણ કે પૈસા ચૂકવવા કે પૈસા ઉપાડવા માટે બેન્ક સુધી ધક્કો ખાવો પડતો નથી. સરકારી લાભ અને તમામ પ્રકારની સબસિડી માટે પણ બેંકોમાં ખાતું હોવું જરૂરી છે. આમ તો બેંકો આપણી રકમ પર વ્યાજની સુવિધા આપે છે પરંતુ ખાતું ચલાવવા માટે પણ બેંકો કેટલાક પ્રકારના ચાર્જિસ વસૂલે છે.
image source
ઘણી બેંકો તો નક્કી કરાયેલ મર્યાદાથી વધુ બેંકમાં કેશ જમા કરાવવા પર પણ ચાર્જ લે છે. આ ચાર્જ 50 રૂપિયાથી લઈને 150 રૂપિયા સુધી હોય છે. દરેક બેંકમાં ચાર્જ અલગ અલગ લેવામાં આવતો હોય છે.
બેંકો ગ્રાહકો પાસેથી વસૂલે છે કેટલાક પ્રકારની ચાર્જિસ, અમુક બેંકો પૈસા જમા કરાવવા પર પણ ચાર્જ વસૂલે છે. ચાલો જાણી લઈએ આ ચાર બેંકો વસૂલે છે વધુ ચાર્જ…
image source
ICICI બેંક
આ બેંકમાં શરૂઆતના 4 ટ્રાન્ઝેક્શન ફ્રી હોય છે. પરંતુ એ બાદ 150 રૂપિયા ટ્રાન્ઝેક્શન ચાર્જ વસૂલવામાં આવે છે. આ બેંક એટીએમ પર પણ નક્કી કરાયેલ મર્યાદાથી વધુ ટ્રાન્ઝેક્શન કરવા પર 20 રૂપિયા અને જીએસટી વસૂલે છે.
image source
બેંક ઓફ મહારાષ્ટ્ર
જો તમારું ખાતું બેંક ઓફ મહારાષ્ટ્રમાં છે તો તમામ બ્રાન્ચમાં 3 મહિના સુધી ટ્રાન્ઝેક્શન ફ્રી રહેશે, પરંતુ એ પછી કેશ જમા કરાવવા કે કાઢવા પર 100 રૂપિયા ચાર્જ લાગશે.
image source
એક્સિસ બેંક
આ બેંકમાં જો ખાતાધારક 10 રૂપિયા, 20 રૂપિયા અથવા 50 રૂપિયાના નોટના બંડલ લે છે તો તેને પ્રતિ બંડલ 100 રૂપિયા ચાર્જ આપવો પડે છે. એટલું જ નહીં પહેલાં આ બેંકમાં જીએસટી ટ્રાન્ઝેક્શન ફ્રી થતું હતું હવે તેના પર 25 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન ચાર્જ લાગે છે.
image source
કોટક મહિન્દ્રા બેંક
આ બેંકમાં શરૂઆતના 4 ટ્રાન્ઝેક્શન ફ્રી હોય છે. જે બાદ બેંક ચાર્જ વસૂલે છે. શરૂઆતમાં 4 ટ્રાન્ઝેક્શનમાં વધુમાં વધુ 2 લાખ રૂપિયાની લેનદેન કરી શકાય છે. એ પછી 3.5 રૂપિયા પ્રતિ 1000 રૂપિયા પર ચાર્જ લાગે છે અને મિનિમમ 150 રૂપિયા ચાર્જ લાગે છે.
લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી
આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી





0 Response to "હવે આ બેંકમાં પૈસા જમા કરાવવા પર પણ લાગે છે ચાર્જ, જાણો શું તમારે છે આ બેંકમાં ખાતું?"
ટિપ્પણી પોસ્ટ કરો