અત્યંત કરુણ ઘટના, ભાઇનું આ રીતે મોત થતા પરિવારજનોં પણ તૂટી પડ્યુ આભ, બહેનોની તો થઇ આવી હાલત
નાનકડી બહેનો રડતી કકળતી પૂછતી રહી હૃદય દ્રાવક પ્રશ્ન અને પોલીસ પણ રડી પડી

ઉત્તર પ્રદેશમાં ગુનાહિત કૃત્યોમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. અને છેલ્લા કેટલાક સમયથી તો અહીં અપહરણની ઘટનાઓ પણ ખૂબ વધી ગઈ છે. થોડા સમય પહેલાં જ એક લેબ ટેક્નિશિયનનુ અપહરણ કરીને તેની હત્યા કરીને તેના બદલમાં લાખો રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. હજુ એ મામલો ઠંડો પડે તે પહેલાં તો ફરી એકવાર ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક નાનકડા બાળકનું અપહરણ કરી તેની પણ હત્યા કરી દેવામાં આવી.

આ ઘટના ઉત્તર પ્રદેશની છે. અહીં એક કરોડ રૂપિયા માટે છઠ્ઠા ધોરણમાં ભણતા લગભગ 11-12 વર્ષના બાળકનું અપરહણ કરવામાં આવ્યું અને તેની હત્યા કરી દેવામાં આવી. ત્યાર બાદ પોલીસે શંકાના આધાર પર બે વ્યક્તિની ધરપકડ કરી છે. બે-ત્રણ દિવસ પહેલાં બાળકની લાશ અહીંના એક જંગલમાંથી બોરીમાં ભરેલી હાલતમાં મળી આવી હતી. આ કીશોર ચાર બહેનોમાંનો એકનો એક જ ભાઈ હતો. અપહરણ બાદ દીકરાની હત્યાના સમાચાર મળતાં જ પરિવારના સભ્યો પર જાણે આકાશ તૂટી પડ્યું હતું. હાલ આખોએ પરિવાર વહાલ સોયા દીકરાની હત્યાથી હેબતાઈ ગયું છે.

જેવા જ આ સમાચાર મૃતકની બહેનોને મળ્યા કે તરત જ તે બધી જ ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડી હતી. અને હીબકે ચડેલી આ બહેનો બોલવા લાગી કે હવે તેમનો ભાઈ તેમને ક્યારેય નહીં મળે. બહેનો આતુરતાથી રક્ષાબંધનના તહેવારની રાહ જોઈ રહી હતી અને કંઈ કેટલાએ આયોજન તેમણે પોતાના ભાઈના હાથ પર રાખડી બાંધવા માટે ઘડી લીધા હતા. પણ હવે તેવું કંઈ જ નહીં થાય. અને આ વેદનામાં ગરકાવ બહેનોની આ સ્થિતિ જોઈ ત્યાં હજાર રહેલી પોલીસની આંખમાં પણ આંસુ બાજી આવ્યા હતા.

બહેનોની સ્થિતિ તો અસહનીય છે જ પણ આ બાળકના માતાપિતાની સ્થિતિ પણ અત્યંત કરુણ છે. તેમણે જ્યારથી બાળકનું અપહરણ થયું ત્યારથી પોતાના પેટમાં અનાજનો એક દાણો નથી નાખ્યો. તેઓ સતત પોલીસને આજીજી જ કરતા રહ્યા કે તેમના બાળકને અપહરણકર્તાઓના પંજામાંથી બચાવી લેવામા આવે. પણ છેવટે તેમના હાથમાં દીકરાનું શવ જ આવ્યું.

ચાર બહેનોમાંનો એક જ ભાઈ હતો આ મૃતક. તેના માટે માતાપિતાએ કંઈ કેટલીએ બાધા- આખડીઓ રાખી હશે. બાળકને ખૂબ જ લાડથી ઉછેરવામા આવ્યો હતો અને જોતજોતામાં તો જીવન હતુ નોહતું થઈ ગયું. એક આખો પરિવાર ઉઝડી ગયો. એક માહિતી પ્રમાણે બાળકનું અપહરણ કરનારે બાળકના બદલામાં 1 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. બીજી બાજુ બાળકના પિતાની 1 કરોડ આપવાની કોઈ જ તેવડ નહોતી. તેમ છતાં તેમણે ગમે ત્યાંથી ઉધાર લઈને ભેગા કરીને પણ એક કરોડ ભેગા કરી લીધા હતા પણ તેમ છતાં તેમના દીકરાનો જીવ તેઓ નહોતા બચાવ શક્યા. નરાધમોએ બાળકની હત્યા કરીને તેનું બોડી જંગલમાં છોડી દીધું. તેમણે બાળકને છોડાવવા માટે તેમની જમીન ઘરેણા બધું જ વેચ્યું હતું. પણ તેમના હાથે કંઈ ન લાગ્યું.

આવી રીતે સતત અપહરણના કેસ વધી રહ્યા છે અને અપહરણ કર્તાઓ હત્યા કરી નાખે તેવી હિમ્મત બતાવી રહ્યા છે તે જોતાં તો યુ.પી પોલીસનો જાણે અહીંના બદમાશોમાં કોઈ ભય જ નથી રહ્યો તેવું લાગે છે. જો કે તંત્ર દ્વારા કેટલાક જવાબદાર પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામા આવ્યા છે પણ તેમ કરવાથી સ્થિતિમાં કેટલો સુધારો આવશે તે જોવું રહ્યું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "અત્યંત કરુણ ઘટના, ભાઇનું આ રીતે મોત થતા પરિવારજનોં પણ તૂટી પડ્યુ આભ, બહેનોની તો થઇ આવી હાલત"
ટિપ્પણી પોસ્ટ કરો