તમારી ફેવરિટ સીરીયલ “તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા” આ દિવસે ફરીથી શરુ થશે..

Spread the love
ટીવી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્માનાં જો તમે ફેન છો તો આપના માટે સારા સમાચાર છે. લોકોને હસાવાં માટે શોનાં નવાં એપિસોડ સાથે ફરી એક વખત તૈયાર થઇ જાઓ. ફેન્સને હસાવવા માટે જેઠાલાલ અને ગોકુલધામ સોસાઇટી આવી રહી છે.
લોકડાઉનના કારણે ઘણી સીરિયલ્સ અને ફિલ્મની જેમ જ તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની પણ શૂટિંગ અટકી ગઇ હતી. હવે સરકાર તરફથી મળેલી અનુમતિ સાથે શોનું શૂટિંગ ફરી શરૂ થઇ ગયું છે.

ટૂંક સમયમાં જ શોનાં 12 વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યાં છે.
લોકોનાં પસંદીતા અને ટીવી પર લાંબા સમય સુધી ચાલતા પ્રોગ્રામમાંથી એક તારક મેહતા પણ છે. હવે તેના ફેન્સનો ઇન્તઝાર પૂર્ણ થયો છે.
શોનો એક પ્રોમો પણ સામે આવ્યો છે જેમાં 22 જૂલાઇથી નવાં એપિસોડ ટેલીકાસ્ટ કરવામાં આવશે તે વાત જણાવવામાં આવી છે.નવાં એપિસોડમાં પણ દર્શકોની ખુશી પોઝિટિવિટી અને ગોકુલધામ સોસાયટીનાં લોકો વચ્ચેનો પ્રેમ જોવા મળશે.

અનલોક બાદ જ્યારે શોની શૂટિંગ શરૂ થઇ તો તેની કેટલીક તસવીરો સામે આવી છે. આ શોનાં કલાકાર ફેસ શિલ્ડ અને માસ્ક સાથે કામ કરતાં નજર આવ્યાં હતાં. જ્યારે ડિરેક્ટર માલવ રાઝદાએ સેટ પરની તસવીર શેર કરી હતી. આપને જણાવી દઇએ કે તારક મહેતા 28 જુલાઇનાં રોજ 12 વર્ષ પૂર્ણ કરશે. આ વાતને લઇને શોનાં એક્ટર્સ અને ડિરેક્ટર્સ ખુબજ ઉત્સાહિત છે.
પ્રોડ્યુસર અસિત મોદીએ કહ્યું હતું કે, કૃપ્યાં અમારા માટે પ્રાર્થના કરજો, જેમ આપ ગત કેટલાંય વર્ષોથી અમારી આખી ટીમ માટે પ્રાર્થના કરી રહ્યાં છો અને અમે પણ આપનાં સ્વાથ્ય અને ખુશીઓ માટે પ્રાર્થના કરીશું. અમે સેટ પર પરત ફરવા માટે ઘણી હિમ્મત એકઠી કરી છે.
0 Response to "તમારી ફેવરિટ સીરીયલ “તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા” આ દિવસે ફરીથી શરુ થશે.."
ટિપ્પણી પોસ્ટ કરો