કોરોનાની વધતી સંખ્યાને ધ્યાનમાં લઇને આ રાજ્યના પોલીસને અનોખી પહેલ.

સોશિયલ ડિસ્ટન્સિંગ માટેની જાગૃતિ ફેલાવવા આસામ પોલીસનું અનોખુ અભિયાન –

લોકડાઉન ઉઠ્યા બાદ કોરોના વાયરસનું સંક્રમણ જાણે પવનની ઝડપે સમગ્ર દેશમાં ફેલાઈ રહ્યું છે. અને માટે જ હવે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવું અનિવાર્ય બની ગયું છે. પણ તેમ છતાં લોકોમાં આ બાબતે એકધારી જાગૃતિ ફેલાવવી ખૂબ જરૂરી છે અને સરકાર તેમજ પોલીસ દ્વારા તે વિષે નવતર પ્રયોગ પણ કરવામાં આવી રહ્યા છે.

image source

સમગ્ર દેશમાં માસ્ક પહેર્યા વગર ફરવું તેમજ ટોળા ભેગા કરવા તે હવે દંડનીય ગૂનો બની ગયું છે. પણ તેમ છતાં જ્યારે કોઈ ન સમજી રહ્યું હોય તો તેવા લોકો ને સમજાવવા માટે અવનવા પ્રયોગ પણ કરવા પડે છે. અને આ વખતે આસામ પોલીસ આગળ આવી છે. આસામ પોલીસે સોશિયલ ડિસ્ટન્સિંગ માટેની જાગૃતિ ફેલાવવા બોલીવૂડનો ઉપયોગ કર્યો છે. અને બોલીવૂડના બાદશાહ એવા શાહરુખ ખાનના એક પોઝનો તેમણે તેમાં ઉપયોગ કર્યો છે.

image source

આસામ પોલીસે પોતાના ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પર શાહરુખ ખાનની એક તસ્વીર શેર કરી છે જેમાં તે પોતાનો સિગ્નેચર પોઝ આપી રહ્યો છે. શાહરુખનો સિગ્નેચર પોઝ એટલે બે હાથ પહોળા કરીને ઉભા રહેવું. અને આ સાથે તેમણે શાહરુખની જ ફિલ્મનો એક ડાયલોગ પણ શેર કર્યો છે.

તેમણે આ તસ્વીરને ટ્વીટ કરતા લખ્યું છે. સોશિયલ ડિસ્ટન્સિંગ ઘણા બધા જીવો બચાવી શકે છે.

અથવા તો એસઆરકે કહે છે તેમ, ‘કભી કભી પાસ આને કે લિયે કુછ દૂર જાના પડતા હૈ, ઔર દૂર જાકર પાસ આને વાલો કો બાઝીગર કહતે હૈ.’

છ ફૂટ દૂર રહો અને બાઝીગર બનો !

તમે આ તસ્વીરમાં જોઈ શકો છો કે શાહરુખ પોતાનો રોમેન્ટિક પોઝ આપી રહ્યો છે અને તેને અહીં માસ્ક પણ પહેરાવવામાં આવ્યું છે. અન તેના બે હાથના અંતર વચ્ચે એક ડિસ્ટન્સ પણ લખવામાં આવ્યું છે જે છે ‘છ ફૂટ સોશિયલ ડિસ્ટન્સિંગ’

image source

ટ્વીટરાટીને પસંદ આવી રહ્યો છે આસામ પોલીસનો આ નવતર નુસખો. અને લોકો સોશિયલ મિડિયા પર આ ટ્વીટ જોઈને આસામ પોલીસના ભારે વખાણ પણ કરી રહ્યા છે. એક યુઝરે આસામ પોલીસને બીરદાવતા લખ્યું છે. : આ ઉત્તમ થિમ છે, હવે મને સમજાય છે કે એસઆરકે, તમે શા માટે તમારો આ સિગ્નેચર સ્ટેપ હંમેશા યુઝ કરો છો.

તો વળી એક યુઝરે લખ્યું છે. ‘માઇન્ડ બ્લોઇંગ @assampolice, આ ચોક્કસ ખરેખર કોરોના માટે જાગૃતિ ફેલાવશે.’ તો વળી બીજા યુઝરે લખ્યું છે કે એક સંદેશ પહોંચાડવા માટેનો આ એક ઉત્તમ રસ્તો છે. આસામ પોલીસને તેના માટે બીરદાવવામાં પણ આવી અને કોવિડ હેલ્થ વોરિયરને સેલ્યુટ પણ કરવામાં આવ્યું.


આ ટ્વિટને લોકો દ્વારા ખૂબ લાઇક્સ પણ મળી છે અને લોકો આ ટ્વીટ બાબતે ખૂબ ચર્ચા પણ હાલ કરી રહ્યા છે.
આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે હાલ કોરોનાના સંક્રમણથી આપણને માત્રને માત્ર આપણી રોગપ્રતિકારક શક્તિ, સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક જ બચાવી શકે તેમ છે.

image source

કારણ કે હજુ સુધી તેની કોઈ જ દવા શોધાઈ નથી આપણે જ આપણી સાવચેતી દાખવીને તેનાથી બચવાનું છે. અને આવા સંજોગોમાં પોલીસ તેમજ સરકાર દ્વારા, તેમજ કેટલીક સામાજીક સંસ્થાઓ દ્વારા લોકોમાં અવનવી રીતે જાગૃતિ ફેલાવવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "કોરોનાની વધતી સંખ્યાને ધ્યાનમાં લઇને આ રાજ્યના પોલીસને અનોખી પહેલ."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel