શું તમે આ નાનકડા ડિવાઇસ વિશે જાણો છો? જે માનવ શરીરને નવું જીવન આપવા વપરાય છે
શું તમે આ નાનકડા ડિવાઇસ વિશે જાણો છો! જે માનવ શરીરને નવું જીવન આપવા વપરાય છે
કોરાના-સંક્રમણના કારણે વિશ્વભરમાં હાહાકાર મચી ગયો છે. રોજના હજારો લોકો જીવ ગુમાવી રહ્યા છે. દેશ-વિદેશના તબીબો ખડેપગે સેવા આપી રહ્યા છે, પરંતુ મૃત્યુદર કન્ટ્રોલમાં આવતો નથી. આ રોગની રસી ઉપલબ્ધ ન હોવાથી પરિસ્થિતિ વિકટ બનતી જાય છે. એવામાં પલ્સ ઑક્સિમીટર નામનું નાનકડું ઉપકરણ અગત્યનું સાબિત થયું છે.

કોરોના સામેના જંગમાં દરદીઓના જીવ બચાવવામાં આ ઉપકરણની ભૂમિકા મહત્ત્વની હોવાનું મનાય છે. માનવ શરીરમાં ઑક્સિજન પુરવઠો અને પલ્સ રેટ્સનું સચોટ નિદાન કરી આપતું પલ્સ ઑક્સિમીટર કોરોના-સંક્રમણના દરદીઓના જીવ બચાવવામાં અગત્યની ભૂમિકા ભજવી શકે છે. અનેક લોકો આ સાધનને હવે ઘરમાં રાખવા લાગ્યા છે ત્યારે પલ્સ ઑક્સિમીટરની ઉપયોગિતા તેમ જ વાપરવાની રીત સમજી લો
પલ્સ ઑક્સિમીટર દરદીના શરીરમાં ઑક્સિજનના પુરવઠાની સચોટ માહિતી આપી એને ગંભીર સ્થિતિમાં જતાં અટકાવી શકે છે. કોરોના-સંક્રમણના દરદીઓની સારવારમાં કાર્યરત ન્યુ યૉર્કના ડૉક્ટર રિચર્ડ લેવિતાના કહેવા પ્રમાણે રોગનાં લક્ષણોની પ્રાથમિક તપાસ માટે પલ્સ ઑક્સિમીટર અને થર્મલ સ્કૅનર ખૂબ જ ઉપયોગી સાધન છે.

અમેરિકાના નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર હેલ્થ ઍન્ડ કૅરના નિષ્ણાતોએ ઘરમાં પલ્સ ઑક્સિમીટર વસાવી લેવાની ભલામણ કરી છે. ભારતમાં પણ કોરોના-સંક્રમણના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. તેન ઉપયોગ અને જરૂરિયાત વિશે જાણીએ.
પલ્સ ઑક્સિમીટરની આવશ્યકતા
તમે સાંભળ્યું હશે, હૉસ્પિટલમાં દરદીને દાખલ કરતી વખતે ડૉક્ટર સૌથી પહેલાં એમ બોલે છે કે પેશન્ટ કા સૅચ્યુરેશન લેવલ ચેક કરો. સૅચ્યુરેશન લેવલ એટલે શ્વાસ લેવામાં તકલીફ છે કે નહીં એ જોવું. શરીરમાં ઑક્સિજનનો પુરવઠો ખોરવાઈ જાય તો દરદીને બચાવવો અઘરું થઈ જાય છે. તેને વેન્ટિલેટર પર રાખવાની જરૂર પડે છે. કટોકટીના સમયને ટાળવા માટે પલ્સ ઑક્સિમીટર ઉપયોગી સાધન છે.

પલ્સ ઑક્સિમીટર શું છે એ વિશે માહિતી આપતાં ડૉ. સીમા કહે છે, ‘કદમાં નાનું અને હૅન્ડી ઉપકરણ એના નામથી જ ઓળખી શકાય છે. માનવ શરીરમાં પલ્સ અને ઑક્સિજન સૅચ્યુરેશનને મૉનિટર કરવા માટે એનો ઉપયોગ થાય છે. આપણા શરીરમાં ઑક્સિજનનો પુરવઠો સામાન્ય રીતે ૯૭થી ૧૦૦ ટકાની વચ્ચે રહેતો હોય છે. વાઇરસનો જ્યારે શરીરમાં પ્રવેશ થાય છે ત્યારે ઑક્સિજનનો સ્તર ઘટી જાય છે. ફેફસાંમાં ઑક્સિજન બનવાની પ્રક્રિયા ધીમી પડતાં મગજ સુધી પહોંચતો નથી અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. પલ્સ ઑક્સિમીટર વડે ઑક્સિજનનો સ્તર માપી શકાય છે.’
પલ્સ ઑક્સિમીટર ઘરમાં રાખી શકાય?

નિષ્ણાતોનું કહેવું છે કે કોરોનાના સંકટમાં વેન્ટિલેટરની અછત સર્જાઈ છે. પલ્સ ઑક્સિમીટરનો ઘરમાં ઉપયોગ કરવાથી હૉસ્પિટલનો ભાર હળવો થઈ જશે અને ખરેખર જેમને જરૂર છે એવા દર્દીને મદદ મળી રહેશે. હોમ ક્વૉરન્ટીનમાં પલ્સ ઑક્સિમીટર વરદાન બન્યું છે. ઘરમાં રહીને પરીક્ષણ શક્ય હોવાથી તેમને હૉસ્પિટલમાં જવાની જરૂર પડી નથી. કોરોનાનો ભય પણ એટલો જ વ્યાપક છે. વર્તમાન માહોલ અને સાઇકોલૉજિકલ પૅરામીટરને જોતાં દરેક ઘરની અંદર આ સાધન હોવું જ જોઈએ.’
પલ્સ ઑક્સિમીટર તમને આવી કટોકટીમાંથી ઉગારવાનું કામ કરે છે. સામાન્ય વ્યક્તિએ સવારે અને સાંજે એમ દિવસમાં બે વાર પલ્સ ઑક્સિમીટરની સહાયથી ઑક્સિજનનો સ્તર માપવો જોઈએ. ઑક્સિજન લેવલ ૯૫ની નીચે દેખાય તો ડૉક્ટરનો સંપર્ક કરવો. આ ઉપરાંત બીજા પણ ફાયદા છે. ઑક્સિજન માપવા માટે બહાર જવું નહીં પડે. અત્યારે ક્લિનિક અને હૉસ્પિટલોની વારંવાર વિઝિટ કરવામાં જોખમ છે.

જોકે પલ્સ ઑક્સિમીટરનો ઉપયોગ કરતાં પહેલાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું. તમે બહારથી દાદરા ચડીને આવ્યા હો તો પહેલાં બૉડીને રિલૅક્સ થવા દો. ત્યાર બાદ પરીક્ષણ કરો. ઘરમાં કોરોનાના દર્દીની સારવાર ચાલતી હોય તો જુદું સાધન રાખી શકાય અથવા દરેક મેમ્બરે સાધન વાપરતાં પહેલાં આંગળીઓને સૅનિટાઇઝ કરવી જેથી અન્યને ચેપ લાગે નહીં.
પલ્સ ઑક્સિમીટર કેવી રીતે વાપરવું?

સામાન્ય વ્યક્તિના હાર્ટબીટનું રીડિંગ પ્રતિ મિનિટ સિત્તેરથી સો સુધી હોવું જોઈએ. પલ્સ ઑક્સિમીટરની ચકાસણી સમયે પરિવારના સભ્યની હાજરી હોવી જોઈએ. પલ્સ ઑક્સિમીટર દેખાવમાં કપડા પર લગાવવાની ક્લિપ કે ચિપ જેવું દેખાય છે. જેમ તમે ભીના કપડા પર ક્લિપ મારો છે એવી જ રીતે આ ઉપકરણને તમારી પહેલી આંગળી પર લગાવો. આંગળીમાં ભરાવવામાં આવ્યા બાદ ઉપકરણમાં બેસાડવામાં આવેલું સેન્સર લોહીમાં ઑક્સિજનનો પુરવઠો અને હૃદયના ધબકારાને નોંધી સ્ક્રીન પર દર્શાવે છે. સ્ક્રીન પર ઑક્સિજન-રીડિંગમાં ૯૭-૧૦૦ વચ્ચેનો આંકડો દેખાય એનો અર્થ તમે સુરક્ષિત છો. ૯૪થી નીચેનો અંક દેખાય તો ચેતવણી સમજવી અને તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "શું તમે આ નાનકડા ડિવાઇસ વિશે જાણો છો? જે માનવ શરીરને નવું જીવન આપવા વપરાય છે"
ટિપ્પણી પોસ્ટ કરો