આજે જ જાણી લો સમુદ્રની અંદર આવેલા આ અનોખા મ્યુઝિયમ વિશે, જેમાં છે કંઇક એવું કે.

શું તમે ક્યારેય મ્યુઝિયમમાં ફરવા ગયા છો ? સામાન્ય રીતે હરવા ફરવાના શોખીન લોકો અંતે મ્યુઝિયમમાં જવું એ કોઈ ખાસ વાત નથી પણ હા જો કોઈને જે તે વિષયમાં રુચિ હોય અને તે જ વિષયનું ક્યાંક મ્યુઝિયમ હોય તો તે વ્યક્તિ માટે તો જાણે ભાવતું તું ને વૈદે કીધું જેવો ઘાટ સર્જાય જાય.

image source

વિશ્વભરમાં અનેક પ્રકારના મ્યુઝિયમો આવેલા છે. ખાસ કરીને વિદેશોમાં ઘણી ઐતિહાસિક અને પ્રાચીન તેમજ સંભાળવા લાયક ચીજ વસ્તુઓને મ્યુઝિયમમાં સુરક્ષિત રીતે સંગ્રહ કરવાનું ચલણ છે. આપણા ભારતમાં પણ અનેક પ્રખ્યાત મ્યુઝિયમો આવેલા છે જેમાં પ્રાચીન ભારતના અનેક દસ્તાવેજી પુરાવાઓ સાચવીને રાખવામાં આવ્યા છે.

image source

ધરતી પર આવેલા આવા મ્યુઝિયમો વિષે તો આપણને ખબર જ હોય પરંતુ શું તમે ક્યારેય પાણીના અંદર આવેલા મ્યુઝિયમ વિષે સાંભળ્યું છે ? અને તે પણ એવું મ્યુઝિયમ જેમાં સેનાની ટેન્ક, હેલીકૉપટર અને વિમાન પણ હોય.

image source

કદાચ તમારા માટે આ નવીનતાસભર માહિતી બની શકે અને આવી જ અંહીતી અમે તમારા સુધી પહોંચાડવા માટે પ્રયાસરત રહીએ છીએ. અસલમાં જોર્ડનમાં આવું એક અંડરવોટર મિલેટ્રી મ્યુઝિયમ આવેલું છે જેમાં સેનાની ટેન્કો, સેનાની એમ્બ્યુલન્સ, હેલીકૉપટર, યુદ્ધ વિમાન , ક્રેન અને એન્ટી એરક્રાફ્ટ સહીત કુલ 19 જેટલા સૈન્ય ઉપકરણ રાખવામાં આવેલા છે.

image source

આ અનોખું મ્યુઝિયમ અકાબાના કિનારે લાલ સમુદ્રમાં 28 મીટર એટલે કે 92 ફૂટની ઊંડાઈમાં બનેલું છે. આ મ્યુઝિયમને બનાવવામાં માંડ સાત દિવસનો જ સમય લાગ્યો હતો. અકાબા સ્પેશિયલ ઈકોનીમીક ઝોનના જણાવ્યા મુજબ ટેન્કો અને વિમાનોને અહીં લાવ્યા પહેલા સમુદ્રની ઊંડાઈમાં આવેલી ખતરનાક સામગ્રી હટાવી દેવામાં આવી હતી.

image source

આ અનોખું મ્યુઝિયમ બનાવવા પાછળનો ઉદ્દેશ્ય લોકોને સમુદ્રી જીવોની સાથે સાથે સૈન્ય ઉપકરણોને પણ અલગ અંદાજમાં દેખાડવાનો છે. અહીં આવીને લોકોને અલગ પ્રકારનો જ રોમાંચ અનુભવાય છે.

image source

વિશ્વના આ કદાચ પ્રથમ અંડરવોટર મિલેટ્રી મ્યુઝિયમ સુધી પહોંચવા માટે બોટમાં જવું પડે છે. જે લોકો પાણીમાં ઉતર્યા વિના આ મ્યુઝિયમને જોવા ઈચ્છે તેઓ કાંચની બનેલી નાવડીઓમાં બેસીને મ્યુઝિયમને ઉપરથી જોઈ શકે છે અને જે લોકો પાણીની અંદર જઈને આ મ્યુઝિયમ જોવા ઈચ્છે તેઓ માટે સ્કૂબા ડાઇવિંગ ડ્રેસની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "આજે જ જાણી લો સમુદ્રની અંદર આવેલા આ અનોખા મ્યુઝિયમ વિશે, જેમાં છે કંઇક એવું કે."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel