અક્ષય કુમાર-ટ્વિંકલ ખન્નાના ઘરમાં ચાના કપ પર ટકી જશે તમારી નજર, જોઇ લો તસવીરોમાં તમે પણ
અક્ષય કુમાર – ટ્વિંકલ ખન્નાનું આ સ્વર્ગ જેવું ઘર, તમે જો કુદરતના દિવાના હશો તો ખૂબ ગમશે
અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાનું ઘર જે લોકોને કૂદરત પ્રત્યે ખૂબ પ્રેમ છે તેમને ખૂબ ગમશે. અક્ષય- ટ્વિંકલના ઘરમાં એક સુંદર લીલુછમ ગાર્ડન બનાવવામાં આવ્યું છે અને તેની અંદર નાનાનાના પોન્ડ્સ પણ આવેલા છે. તો ચાલો જોઈ તેમના સુંદર ઘરની તસ્વીરો
જો તમને હરિયાળી, તેમજ કુદરતી સૌંદર્યની નજીક રહેવું હોય તો તમારા માટે અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાનું આ ઘર તમારું ફેવરિટ સેલેબ્રીટી ઘર બની જશે. તેમના સી ફેસિંગ મુંબઈના બંગલામાં એક લીલુ ઘનઘોર ગાર્ડન પણ છે, તેમાં સુંદર બોગનવેલની ઘટાદાર વેલો પણ છે, તો વળી ઘરની અંદર કુદરતી માહોલ ઉભો કરવા માટે નાના-નાના પોન્ડ્સ પણ છે, તો વળી કેળના છોડ પણ છે અને તેમનું ઇન્ટિરિયર પણ આ કૂદરતી માહોલમાં મિક્સ થઈ જાય તેટલુ સુંદર છે.
અક્ષય અને ટ્વિંકલનું ઘર મુંબઈના જુહુ ખાતે અરબ સમુદ્રના કિરનારે આવેલુ છે. તમને જણાવી દઈએ કે અક્ષયનો નજીકનો પાડોશી બીજુ કોઈ નહીં પણ ઋતિક રોશન છે. ટ્વિંકલ ખન્ના અવારનવાર પોતાના ઘરની તસ્વીરો અને તેમાંથી દેખાતા સુંદર દ્રશ્યોની તસ્વીરો પોતાના સોશિયલ મિડિયા પર શેર કરતી રહે છે, તેણી કહે છે,
‘સમુદ્ર કીનારે જીવવું એક અદ્ભુત અનુભવ છે. માત્ર પાળી પર બેસીને સૂર્યાસ્ત જોવાની પણ એક મજા છે,’ ભારતની જાણીતી મેગેઝિન સાથેના એક ઇન્ટર્વ્યુમાં ટ્વિંકલે પોતાના ઘર વિષે ઘણી બધી વાતો કરી હતી.
જો તમે ટ્વિંકલ ખન્નાના ફેન હશો તો તે જાણતા હશો કે તેણી એક સારી લેખીકા છે, તેને પુસ્તકો વાંચવા ખૂબ પસંદ છે. તેણીને પોતાની દીકરી સાથે સૂર્યાસ્તને જોતાં જોતા સમય પસાર કરવો ખૂબ પસંદ છે. તેણી પોતાની દીકરી તેમજ દીકરા સાથેની તસ્વીરો પણ અવારનવાર શેર કરતી રહે છે.
આ સેલેબ્રીટી કપલ એક ડુપ્લેક્સ બંગલામાં રહે છે, તેમાં એક વિશાલ લિવિંગ એરિયા છે, એક સુંદર કીચન છે, ડાઇનિંગ એરિયા પણ છે અને અક્ષયનું સૌથી મોટું વોર્ડરોબ પણ છે. આ બધું જ તેમના બંગલાના પ્રથમ માળ પર છે જ્યારે બીજા માળ પર બધાના બેડરૂમ્સ છે અને ટ્વિંકલનો સ્ટડી રૂમ છે.
તેમના બંગલાનું મુખ્ય આકર્ષણ તેમનું લીલુ છમ ગાર્ડન છે. આ ગાર્ડનમાં તેમણે એક નાનકડું પોન્ડ પણ બનાવ્યું છે જેના તળિયે સુંદર બ્લુ ટાઇલ્સ જડવામા આવી છે. અને તેમાં કેટલીક સુંદર માછલીઓ પણ તરતી હોય છે.
ટ્વિંકલે થોડા દિવસો પહેલાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી હતી કે તેણી કેવી રીતે ઘરના કોઈ પણ ખૂણાને હરિયાળો બનાવી દે છે. ટ્વિંકલે પોતાના આખા ઘરને વિવિધ રાચરચિલાથી સજાવ્યું છે, ક્યાંક મોટું સ્ટેચ્યુ છે તો વળી ક્યાંક વિદેશ ફરવા ગયા હોય ને ત્યાં કંઈક ગમી ગયું હોય તો તેનાથી પણ તેણે ઘરને સજાવ્યું છે. વર્ષોથી તેણે વિવિધ સુંદર શો પીસ ભેગા કર્યા છે અને તેનાથી ઘરને એક સુંદર ઓપ આપ્યો છે. તેના ઘરમાં તમને કેટલીક ગણેશજીની મૂર્તિઓ પુણ જોવા મળશે જે તમને એક નહીંને બીજા ખૂણા પર ગ્રીટ કરતી જોવા મળશે.
ટ્વિંકલ હંમેશા પોતાના પુસ્તકોથી ઘેરાયેલી રહે છે. લોકડાઉન દરમિયાન તેણે પુસ્તકો સાથેની ઘણી બધી તસ્વીરો શેર કરી હતી. તેના ઘરમાં ખાસ કરીને તેના સ્ટડીની છાજલીઓમાં ઘણા બધા પુસ્તકો તમે જોઈ શકો છો. જો કે કેટલાક પુસ્તકો તેના સ્ટડીમાં આમતેમ વિખેરાયેલા પણ પડ્યા હોય છે. અને તે વિષે તેણી કહે છે કે વસ્તુઓ અસ્તવ્યસ્ત પડી રહેવી તે કંઈ ખરાબ વાત નથી. પણ તમારે તમારી તે આદતને પણ વ્યવસ્થિત રાખવી જોઈએ જેથી કરીને તે વેરવિખેર થયેલો સામાન પણ વ્યવસ્થિત જ લાગે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "અક્ષય કુમાર-ટ્વિંકલ ખન્નાના ઘરમાં ચાના કપ પર ટકી જશે તમારી નજર, જોઇ લો તસવીરોમાં તમે પણ"
ટિપ્પણી પોસ્ટ કરો