બીટ ના લાડુ – નાના મોટા દરેકને પસંદ આવશે આ હેલ્થી અને યમ્મી લાડુ
બીટ ના લાડુ
બીટ ના ફાયદાઓ તો અગણિત છે પણ બાળકો બીટ ખાવાનું ઓછું પસંદ કરે છે તો તેમના માટે આ લાડુ ની રેસીપી બેસ્ટ છે.જે બાળકો થી માંડી ને મોટાઓ ને પણ પસંદ આવશે.
સામગ્રી:-
- 4 બીટ
- 1/2 ચમચી એલચી નો પાવડર
- 2 ચમચી ઘી
- 1/2 વાટકી ટોપરનું છીણ
- 10 નંગ કિસમિસ
- 1 કપ દૂધ
- 1 વાટકી ખાંડ
રીત:-
1:- સૌ પ્રથમ કઢાઈ માં ઘી ગરમ કરવા મૂકવું.
2:- હવે તેમાં છીણેલું બીટ ઉમેરો.
3:- દૂધ અને એલચી પાવડર ઉમેરી ધીમા તાપે દૂધ બળી જાય ત્યાં સુધી સતત હલાવતા રહો.
4:- કિસમિસ ઉમેરો.
5:- દૂધ સાવ બળી જાય પછી ખાંડ ઉમેરો અને સરસ મિક્સ કરી તેને ઠંડુ કરી તેના નાના લાડુ વાળો અને ટોપરના છીણ માં રગદોળી લો.
રસોઈની રાણી : જ્યોતિ અડવાણી
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.
0 Response to "બીટ ના લાડુ – નાના મોટા દરેકને પસંદ આવશે આ હેલ્થી અને યમ્મી લાડુ"
ટિપ્પણી પોસ્ટ કરો