કેળાના ફૂલનું શાક – નામ પ્રમાણે જ નવીન છે આ શાક તો એકવાર જરૂર બનાવીને ટ્રાય કરજો…

કેમ છો ફ્રેંડસ…

આજે હું તમને એક યુનિક રેસીપી બતાવાની છુ… એ છે કેળા ના ફૂલ નું રસ્સાવાળું શાક..તમે કેળાં નું તો શાક બનાવતા જ હશો..સુ તમે એના ફૂલ નું શાક ક્યારે બનાવ્યું છે ? ના બનાવવું હોય તો ચોક્કસ થી આજેજ બનાવજો.. કેળા માં જેટલા ફાયદા છે તેટલાજ એના ફૂલ માં પણ છે…

કહેવામાં આવે છે કે ઋતુ ફળ કોઈપણ હોય તેનું સેવન શરીર માટે લાભદાયક હોય છે. પરંતુ બધા જ લોકો એ ઋતુ ફળ જમ્યા બાદ જ ખાવા જોઈએ. કેળા પણ એક એવું જ ફળ છે જે વિટામિન, પ્રોટીન અને બીજા પોષક તત્વોથી ભરપૂર છે. એમ તો કેળા બારે મહિના બજારમાં ઉપલ્બ્ધ હોય છે. પરંતુ વરસાદની સિઝનમાં તે શરીર માટે વધારે લાભદાયક હોય છે.

કેળામાં થાયમિન, રિબોફ્લેવિન, નિયાસિન અને ફોલિક એસિડના રૂપમાં વિટામીન એ અને વિટામિન બી પર્યાપ્ત માત્રામાં રહેલા હોય છે. આ ઉપરાંત પણ કેળા ઉર્જાનો સૌથી સારો સ્ત્રોત માનવામાં આવે છે. જો કે કેળામાં વિટામીન સી, વિટામીન એ, પોટેશીયમ અને વિટામીન બી6 હોય છે.

કેળા ના ફૂલ ની અંદર અમુક એવા તત્વ હોય છે જે તમારા શરીર ની અંદર કુદરતી રીતે ઈનસુલીયન ઉત્પન્ન કરતા હોય છે..તમારા શરીરમાં રહેલી વધારાની સુગર સોશાયી જતી હોય છે.અને આનાથી જ હાઈબ્લડપ્રેશર દર્દીઓને ડાયાબિટીસ ના સમસ્યાથી રાહત મળે છે..

તમને કબજિયાત માં પણ રાહત મળે છે….તો ચાલો ફ્રેંડસ જાણી લઈએ શાક માટે ની સામગ્રી …..

કેળા ના ફૂલ નું શાક

સામગ્રી :-

  • 1 – કેળા નું ફૂલ
  • અર્ધી વાટકી – દેશી ચણા

ગ્રેવી માટે :-

  • 1- ડુંગળી
  • નાનો – આદું નો ટુકડો
  • 1 મોટી ચમચી – સૂકા કોપરાનું છીણ
  • 1 ચમચી – કોથમરી
  • અર્ધી ચમચી – ધાણાજીરું

વઘારમાટે :-

  • 2 – મોટી ચમચી તેલ
  • 1- ચમચી રાઈ
  • અર્ધી ચમચી – જીરું
  • ચપટી – હિંગ
  • અર્ધી ચમચી હડદર
  • 1 – ચમચી લાલ મરચું
  • 1 – ચમચી ગરમ મસાલો
  • 1 – ચમચી ગોળ
  • 3 – કેરી ની ચીરીઓ
  • સ્વાદ પ્રમાંણે – મીઠું

રીત – સૌથી પેલા કેળા ના ફૂલ ને સાફ કેવી રીતે કરવું તે જોઈએ

કેળા ના ફૂલ ને પેલા ઉપર નો પડ કાઢી લો એટલે અંદરથી ફૂલ નો ગુછચો નીકળશે તે અલગ કાઢી લો.

અવિરીતે તેની દાંડી દેખાય ત્યાંસુધી કાઢી લો.

હવે જે ફૂલ નો ગુચ્ચો કાઢ્યો તેની પાકળી અલગ કરવી.

હવે અંદર નો કાળો દંડો કાઢી લો.

હવે બધી કળી અલગ થઈ જય એટલે તેને 20 મિનિટ માટે મીઠા વાળા પાણીમાં બોળી રાખવું. તેનાથી તેમાંની કડવાશ અને ચીકટ પનું પણ નીકળી જશે..

હવે કેળા ના ફૂલ ને નીચોવીને પાણી માંથી કાઢી લો.

હવે તેને ઝીણા સમારી લો.

હવે કુકર માં પલાળેલા ચણા અને સમારેલા ફૂલ ને અલગ અલગ ડબા માં બાફી લો.2 – 3 વિસાલ થવા દેવી.

હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમા રાઈ ,જીરું ,હિંગ ,નાખી પછી તૈયાર કરેલી પેસ્ટ ઉમેરવી.હવે સરખું શેકી લેવું. હવે તેમાં લાલ મરચું ,હળદર ગરમ મસાલો ગોળ અને કેરી નાખી સરખું મિક્સ કરી લેવું.

હવે તેમાં ચણા અને કેળા ના ફૂલ નાખી એકદમ મિક્સ કરી લેવું.

ચણા બાફેલુ જે પાણી હશે તે તેમાં મિક્સ કરવુ.અને 1 ઉકળો આવા દેવો પછી તાજું કોપરાનું છીણ ઉમેરવું. અને ગેસ બન્દ કરવો.

તો તૈયાર છે કેળા ના ફૂલ નું શાક…..આ શાક તમે રોટલી ,પરાઠા કે પછી ભાત સાથે ખાયી શકો છો…

કેળા ના ફૂલ નું સૂકું શાક લગભગ બધા બનાવતા હસો પણ આ રસ્સા વારુ શાક ચોક્કસ થી ટ્રાય કરજો…..

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

0 Response to "કેળાના ફૂલનું શાક – નામ પ્રમાણે જ નવીન છે આ શાક તો એકવાર જરૂર બનાવીને ટ્રાય કરજો…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel