રવા ટોમેટો ચિલ્લા – રવા અને ટામેટાના આ પુડલા ઘરમાં બધાને પસંદ આવશે…
રવા ટોમેટો ચિલ્લા
રવાના પુડલા
( ચિલ્લા)લગભગ દરેક ના ઘરે બનતા જ હોય છે. ખૂબ જ ઝડપ થી બની જતા આ પુડલા ને આજે હું આ પુડલા વધુ હેલ્થી અને ટેસ્ટી બની જાય એવી રેસિપી લાવી છું. આ પુડલા બાળકો ને ટિફિન માં પણ આપી શકાય.અને એક્દમ યુનિક પુડલા છે …તમે જરૂર થી બનાવજો …
સામગ્રી :
- – 1 કપ રવો
- – 1/2 કપ ટોમેટો પલપ
- – 1/2 વાડકી છાશ અથવા દહીં
- – 2 ચમચી કેપ્સિકમ અથવા જીના સમારેલા લીલા મારચ
- – 1 નગ કાંદો જીનો સમારેલો
- – શેકવા માટે તેલ
- – 2 ચમચી કોકોનટ પાવડર
રીત
સ્ટેપ :1
સૌ પેહલા એક પેન માં રવો લેવો ..આ રવો જીનો અથવા મોટો ગમે તે લઇ શકાય
..હવે પાકા ટામેટા લઇ તેની મિક્સર જાર માં પ્લપ રેડી કરી લેવું …
આ પ્લપ ને ને રવા માં ઉમેરી દેવું …જેથી ટમેટો અને રવો એક બીજા ને સોસી લેય ….અને 10-15 મિનિટ માટે રેસ્ટ આપવું ..
સ્ટેપ :2
હવે રવો થોડો ડ્રાય થઈ ગયો હશે હવે તેને થોડું ઢીલું કરવા દહીં અથવા છાશ ઉમેરી દેશું …આપડે middium બેટટર રાખવા નું છે ..આ બેટર થી અપડે ચીલા ઉતારી શકાય …
સ્ટેપ :3
આ બેટર માં જીણું સમારેલું કેપ્સિકમ અને કાંદો ઉમેરી દેવું ….આ સિવાય તમને જે vegi ભવતા હોય એ ઉમેરી શકાય છે ..અને છેલ્લે મીઠું ઉમેરવું …આ સિવાય તમે મરચું પાવડર ઉમેરી શકો છો ….અને ચિલ્લા ને રિચ ટેસ્ટ આપે એવું એક સામગ્રી છે તે કોકોનેટ પાવડર ઉમેરીશું …
સ્ટેપ :4
હવે નોન સ્ટિક પેન માં થોડું તેલ લગાવી ચિલ્લા ના બેટટર ને હાથેથી અથવા ચમચી ની મદદ થી પાથરવું ….અને ધીમા ફ્લેમ પર સેકી લેવું ….એક બાજુ થઈ જાય પછી બીજી બાજુ સેકી લેવું …આ ચિલ્લા એક દમ ક્રિસપી બનશે ….તો આ રીતે બધા ચિલ્લા રેડી કરી લઇ તેને ચટણી સાથે સર્વ કરવા …
નોંધ :
– તમારું બેટર ઢીલું થઈ જાય તો 2 ચમચી ચોખા નો લોટ ઉમેરી દેવું ..
રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.
0 Response to "રવા ટોમેટો ચિલ્લા – રવા અને ટામેટાના આ પુડલા ઘરમાં બધાને પસંદ આવશે…"
ટિપ્પણી પોસ્ટ કરો