અર્ચનાએ શેર કર્યું કપિલના શોના સેટનો ખાસ વીડિયો જુઓ તમે પણ…
ચાર મહિના પછી કપિલ શર્મા શો ની શરૂ થઈ શૂટિંગ પહેલા મહેમાન છે આ એક્ટર, કપિલ શર્મા શો ના સેટ પર કેવો છે માહોલ જુઓ વીડિયોમાં, અર્ચના એ શેર કર્યું કપિલના શોના સેટનો ખાસ વીડિયો જુઓ તમે પણ…
ટીવી પર આવતા શોમાં સૌથી વધુ લોકપ્રિયતા મેળવનાર શો એટલે કે કપિલ શર્માનો શો કપિલ શર્મા શો. લોકડાઉન જાહેર થયું ત્યાર પછીથી જ કપિલ શર્મા શો ના ચાહકો આ શો ના નવા એપિસોડ જોવા માટે આતુરતા થી રાહ જોઈ રહ્યા છે. ચાહકોની આતુરતાનો અંત હવે આવી ચૂક્યો છે. કારણ કે કપિલ શર્મા શો ના નવા એપિસોડ શૂટ થવાનું શરૂ થઇ ચૂક્યું છે.
ટૂંક સમયમાં જ કપિલના ચાહકોને આસો ના નવા એપિસોડ જોવા મળશે કારણકે તેની શૂટિંગ શરૂ થઈ ચૂકી છે તાજેતરમાં જ અર્ચના પૂરન સિંહ કપિલ શર્મા શો ના શૂટિંગ ના વિડીયો શેર કર્યા હતા. આ વીડિયોમાં તેણે શૂટિંગ પર કેવો માહોલ છે તે દર્શાવ્યું છે.
આ વીડિયોમાં જોઇ શકાય છે કે કપિલ શર્મા શોના સેટ પર કોરોના વાયરસ ને લઈને પૂરતી સાવધાની રાખવામાં આવી રહી છે. અર્ચનાએ આ વીડિયોના કેપ્શન માં લખ્યું છે કે બેક ટુ સેટ આ સેટ ને અમે છેલ્લા ચાર મહિનાથી છોડી દીધો હતો ત્યારે અમને ખબર નહોતી કે આ બ્રેક બહુ મોટો હશે પણ હવે અમે પાછા આવી ગયા છીએ.. બધા જ લોકોનો ઉત્સાહ અને ઊર્જા ખૂબ હાઇ લેવલ પર છે…
અર્ચના એ વીડિયોમાં એ પણ જણાવ્યું કે સેટ પર કોરોના થી બચવા માટે દરેક નિયમનું પાલન કરવામાં આવી રહ્યું છે.
મહત્વપૂર્ણ છે કે કપિલ શર્મા શો ના શૂટિંગ ના પહેલા જ દિવસે કપિલ શર્મા અને ભારતી એ એક મજેદાર વિડીયો બનાવ્યો હતો. આ વીડિયોમાં બંને નાના બાળકોના અંદાજમાં જોવા મળ્યા હતા. વીડિયોમાં કપિલ પૂછે છે કે ભારતી તમારી સુંદર સ્માઇલ નું રહસ્ય શું છે ? તેના પર ભારતી જોરજોરથી હસવા લાગે છે અને તેને જોઈને ફેન્સ પણ હસી પડે છે…
Laut aayegi woh khushiyaan, aur woh jocks, kyunki hum kar rahe hain #RestartSafely aur jald hee laut rahe hain #TheKapilSharmaShow ke naye episodes ke saath! @KapilSharmaK9 @kikusharda @haanjichandan @Krushna_KAS @bharti_lalli @sumona24 @banijayasia @apshaha pic.twitter.com/HDGAnaFf4y
— sonytv (@SonyTV) July 21, 2020
કપિલના ફેન્સ પણ નવા એપિસોડ ટેલિકાસ્ટ થાય તેની રાહ જોઈ રહ્યા છે જણાવી દઈએ કે શોના શુટીંગ માટે કપિલ શર્મા સુમોના અને ભારતી સેટ પર પહોંચ્યા હતા જો કે સેટ પર પહોંચવાની સાથે જ ગેટ પર દરેકને સેનીટાઇઝર કરી અને ટેમ્પરેચર ચેક કરવામાં આવ્યું હતું કપિલે દરેક વ્યક્તિ ની એન્ટ્રી નો વિડીયો પણ તેની ઈંસ્ટાગ્રામ સ્ટોરી માં શેર કર્યો હતો. રિપોર્ટના જણાવ્યા અનુસાર કપિલ શર્મા શો ના પહેલા મહેમાન સોનુ સૂદ છે અને તેમનો નવો એપિસોડ ટૂંક સમયમાં જ જોવા મળશે..
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "અર્ચનાએ શેર કર્યું કપિલના શોના સેટનો ખાસ વીડિયો જુઓ તમે પણ…"
ટિપ્પણી પોસ્ટ કરો