સાસુમા તનુજાએ અજય દેવગનને આ કારણસર તતડાવ્યો હતો જોરદાર, કારણ જાણીને તમે પણ ચોંકી ઉઠશો
સાસુમા તનુજાએ સુપરસ્ટાર અજય દેવગનને આ કારણસર તતડાવી મુક્યો હતો – જમાઈની બોલતી જ બંધ કરી દીધી હતી કાજોલની માતાએ
કોરોનાનો કહેર જરા પણ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો। વિશ્વમાં રોજ હજારો નવા કેસ કોરોના સંક્રમિતોના કેસ આવી રહ્યા છે. અને ઘણા બધા લોકોના આ સંક્રમણના કારણે મૃત્યુ પણ થયા છે. પિડિતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે, જો કે સરકારે લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખતા લોકડાઉન બાદ અનલોકની પ્રક્રિયાની શરૂઆત કરી દીધી છે.

તેમ છતાં પણ સામાન્ય લોકોની જેમ સેલેબ્સ પણ પોતાની જરૂર પ્રમણે જ ઘરની બહાર જાય છે. તેવામાં સેલેબ્સ સાથે જોડાયેલી ઘણી બધી વાતો, તસ્વીરો તેમજ વિડિયોઝ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ દરમાયન અજય દેવગનને લઈને એક કિસ્સો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ કિસ્સો અજય અને તેમના સાસુ તનુજાનો છે. તો ચાલો જાણીએ આખરે જમાઈ અને સાસુ વચ્ચે શું બન્યું.

અજય દેવગનની ફિલ્મ સિંઘમ રિલિઝ થઈ તેને 9 વર્ષ થઈ ગયા છે. આ ફિલ્મ 22મી જુલાઈ 2011ના રોજ રિલિઝ થઈ હતી. રોહિત શેટ્ટીની આ ફિલ્મમાં કાજલ અગ્રવાલ લીડ રોલમાં હતી. ફિલ્મને બોક્સ ઓફિસ પર ખૂબ સફળતા મળી અને ફિલ્મે સેંકડો કરોડો રૂપિયા કમાયા છે.

અજય અને કાજોલના લગ્નને 21 વર્ષ થઈ ગયા. આમ તો અજય પોતાની સાસુની ખૂબ કરે કરે છે. પણ એકવાર તનુજાએ પોતાના જમાઈની એક હરકત બાબતે ખૂબ નારાજગી વ્યક્ત કરી હતી અને તેને તે બાબતે તતડાવ્યો પણ હતો.

વાસ્તવમાં લગ્ન બાદ એક વાર કાજોલ પોતાની માતાના ઘરે રહેવા ગઈ તો અજયે પત્નીને વાત કરવા માટે ફોન લગાવ્યો. તો સામે કાજોલે નહીં પણ તેની માતા તનુજાએ ફોન ઉઠાવ્યો. ત્યારે અજયે કોઈ પણ જાતની ફોર્મોલીટી વગર તનુજાને જણાવ્યું કે શું હું કાજોલ સાથે વાત કરી શકું છું. તનુજા જમાઈનો અવાજ ઓળખી ગઈ હતી. તે દીકરી કાજોલને બોલાવે તે પહેલાં તેમને અજયની એક વાત ખટકી ગઈ. તનુજાએ એક ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું કે લગ્નના 2-3 વર્ષ બાદ પણ અજય તેમને કોઈ પણ રીતે સંબોધિત નહોતા કરતો.

તે કારણસર એક્ટ્રેસે પોતાના જમાઈ અજય પર ગુસ્સે થતાં કહ્યું, સાંભળ, તારે હવેથી મને મા, સાસુમાં અથવા તનુજા જી માંથી કોઈ એક નામથી સંબોધવી પડશે. અજયને આ વાત સમજતા વાર ન લાગી અને તેણે ફોન પર પોતાની ભૂલ સ્વિકારતા અને સુધારતા તેમને મા કહ્યું. અને તેણે ફોન પર કહ્યું, મા, હું કાજોલ સાથે વાત કરી શકું ?

અજય અને કાજોલના લગ્ન 24 ફેબ્રુઆરી 1999માં થયા હતા. કાજોલે પોતાની કેરીયરની ટોચ પર લગ્ન કર્યા હતા. અને તે વખતે કાજોલની ઉંમર પણ ખૂબ નાન હતી. આજે આ સુપરસ્ટાર અને અત્યંત પ્રતિભાવાન કપલને બે બાળકો છે. એક દીકરી અને એક દીકરો, દીકરી ન્યાસા મોટી છે અને દીકરો યુગ નાનો છે. લગ્ન બાદ કાજોલે ફિલ્મોમાં આવવાનું ઓછું કરી દીધું હતું. તો વળી અજયની વાત કરીએ તો તે એક પછી એક સુપરહીટ ફિલ્મો આપી રહ્યો છે. જ્યારે કાજોલે લગ્ન બાદ ફિલ્મ ફનામાં કામ કરીને શ્રેષ્ઠ અભિનેત્રીનો નેશનલ એવોર્ડ પણ મેળવ્યો હતો. અને આજે પણ તેણી પોતાની પસંદગીની ફિલ્મો કરી રહી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "સાસુમા તનુજાએ અજય દેવગનને આ કારણસર તતડાવ્યો હતો જોરદાર, કારણ જાણીને તમે પણ ચોંકી ઉઠશો"
ટિપ્પણી પોસ્ટ કરો