જાણો આ પીળા રંગના દેડકા ને જોઈને ગામના લોકો થઇ ગયા આશ્ચર્ય, જે મહિલાઓને આકર્ષવા બદલે છે રંગ
વરસાદની ઋતુમાં દેડકાનું દેખાવું એ કોઈ ખાસ વાત નથી. પરંતુ નરસિંહપુરમાં જોવા મળતા દેડકા ખૂબ જ ખાસ છે. આ દેડકા વર્ષોમાં ક્યારેક જોવા મળે છે, આ વરસાદની ઋતુમાં મહારાષ્ટ્ર સિવાય ભાગ્યે જ ક્યાંય જોવા મળે છે. આ વખતે તે મધ્ય પ્રદેશમાં જોવા મળ્યા છે. લોકોએ તેમની વિડિઓ બનાવી અને સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો. તેમને ‘બુલફ્રોગ્સ’ પણ કહેવામાં આવે છે. આ પીળા દેડકા જોઈને દરેક લોકો ચોંકી ગયા છે પણ તેની હકીકત જાણી ને તમને પણ નવાઈ લાગશે. આ દેડકા ચોમાસામાં મહિલાઓને આકર્ષવા રંગ બદલે છે.
image source
આ દુર્લભ જાતિના પીળા દેડકાં મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લાના આમગાવ બારામાં વરસાદ પડતાની સાથે જ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. આટલી મોટી સંખ્યામાં ઘેરા પીળા રંગનાં દેડકાને જોઇને સામાન્ય લોકો ઝેરી હોવાની દહેશત અનુભવતા હતા અને લોકો તેમના ડર થી ભાગવા લાગ્યા હતા. તેમને મારવાની કોશિશ પણ કરવામાં આવી હતી.
image source
લોકો આ દુર્લભ દેડકાઓને જોઈને આશ્ચર્યચકિત થયા હતા અને તે ઝેરી હોવાની સંભાવનાને લીધે ડરી ગયા હતા.જેના કારણે લોકોએ તેમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. જાણકારીના અભાવને લીધે લોકો આ દુર્લભ પ્રજાતિના દેડકાને ઝેરી ગણે છે.પર્યાવરણ પ્રેમીઓનું કહેવું છે કે, આ દુર્લભ પ્રજાતિ ભારતમાં જોવા મળતા ઈન્ડિય બુલ ફ્રોગ છે.
image source
જે પ્રજનન દરમિયાન તેના રંગને ઘાટો પીળો કરી દે છે. તેને કારણે લોકો તેમને ઝેરી માને છે. પરંતુ કહીકતમાં આ દેડકાં ઝેરી નથી.પર્યાવરણવિદ આલોક તિવારીએ જણાવ્યું હતું કે, દુર્લભ પ્રજાતિના આ ઈન્ડિય બુલ ફ્રોગ ખેડૂતો માટે પણ ફાયદાકારક છે અને તે પર્યાવરણમિત્ર પણ છે. આપણે તેનાથી ડરવાની જરૂર નથી, પરંતુ આપણે આ જાતિને બચાવવાની જરૂર છે. જાણકારીના અભાવ અને અજ્ઞાનતાને કારણે લોકો પ્રકૃતિના આવા મિત્રોને નુકસાન પહોંચાડવા લાગે છે. જે પ્રકૃતિ માટે અને આપણા માટે ફાયદાકારક છે. આપણે ઈન્ડિય બુલ ફ્રોગ જેવા દુર્લભ જીવોથી ડરવાની જરૂર નથી, પરંતુ લોકો સુધી તેના ફાયદા અને માહિતી ફેલાવવાની જરૂર છે.
લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી
આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી
0 Response to "જાણો આ પીળા રંગના દેડકા ને જોઈને ગામના લોકો થઇ ગયા આશ્ચર્ય, જે મહિલાઓને આકર્ષવા બદલે છે રંગ"
ટિપ્પણી પોસ્ટ કરો