લદ્દાખમાં દેવ બહાદુર શહીદ થયા છે. જવાન શહીદ થતા તેની બહેનની હાથ પીળા કરવાની ઇચ્છા અધૂરી રહી ગઈ છે. દેવ બહાદુર તેની બહેન ગીતા લગ્ન ખુબ જ ધૂમધામથી કરવા માંગતો હતો.
દેવ બહાદુરનું બાળપણ ખુબ જ ગરીબી માંથી પસાર થયું હતું. તેના પિતા શેર બહાદુર બાળપણથી મજૂર મંજૂરી કામ કરતા હતા અને ખુબ જ પૈસા બચાવીને બાળકોને ભણાવતા હતા.
મળતી માહિતી મુજબ, શેર બહાદુર ના પુત્રો કિશન, દેવ અને અનુજએ ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ પૂર્ણ કર્યો છે. જ્યારે તેનો મોટો દીકરો કિશન ભારતીય સેનામાં જોડાયો ત્યારે તેમના પરિવારની આર્થિક પરિસ્થિતિમાં સુધારો થયો હતો.
તેના ઘરની આર્થિક સ્થિતિ સારી અને તે સેનામાં જોડાયા પછી ઘરમાં ખુશીઓ આવવા લાગ્યા. પોતાના રજા ના સમયમાં બંને ભાઇઓ ઘરે આવીને તેમના માતા-પિતા સાથે સમય પસાર કરતા હતા અને બંને ભાઈઓ કહ્યું હતું કે બહેન ગીતા ના લગ્ન ખુબ જ ધૂમધામથી કરવાનું અમારું સપનું છે.
દેવ તેની મોટી બહેન ના લગ્ન પછી તે લગ્ન કરવા માંગતો હતો. બંને ભાઈઓએ તેમના માતાપિતાની ગરીબાઈ જોય હતી. બંને ભાઈઓએ પહેલા કાચા મકાન નું રીપેરીંગ કર્યું. અને તેની બહેનને સારું શિક્ષણ પૂરું પાડ્યું.
પરંતુ અચાનક થયેલા મૃત્યુના કારણે આખો પરિવાર હચમચી ગયો છે. તેની બહેન ગીતા બેભાન અવસ્થામાં પડી હતી અને તેના ભાઈને વારંવાર ફોન કરતી હતી.
મળતી માહિતી મુજબ, દેવને કબડ્ડી અને સંગીતનો ખુબ જ શોખ હતો. તે ઘણી બધી કબડ્ડી સ્પર્ધાઓમાં ભાગ લેતો હતો.
તેમના મિત્રોએ જણાવ્યું હતું કે દરેક વ્યક્તિ તેના શાંત સ્વભાવને કારણે તેને પ્રેમ કરતા હતા. ભાજપ ના નેતા અજય તિવારી અને સ્વાતંત્ર્ય સેનાની સંગઠનના કન્વીનર કર્નલ પ્રમોદ ખુબ જ દુઃખ વ્યક્ત કર્યું હતું. કર્નલ ના જણાવ્યા પ્રમાણે તે ખુબ જ સારો દોડવીર હતો.
મળતી માહિતી મુજબ તમને જણાવી દઈએ કે ગામ ગૌરીકલાની ગામ ગોરખા રેજિમેન્ટમાં રહેતો દેવ બહાદુર લદ્દાખ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન તે શહીદ થયો હતો. તમને જણાવી દઈએ કે ગોરખા રેજિમેન્ટમાં તે ચાર વર્ષ પહેલાં ભરતી કરવામાં આવ્યો હતો.
તેણ ભાઈએ જણાવ્યું હતું કે જમીનની અંદર રાખેલી માઇન ના વિસ્ફોટના કારણે તે શહીદ થયો હતો. દેવ ના શહીદ થયા ના સમાચાર મળતા આખો પરિવાર ચોંકી ઉઠ્યો હતો. તેમની ડેડ બોડીને ઘરે લઈ જવાની તૈયારી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, સોમવારે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
Share this post
0 Response to "લડાખ માં દેશ ની રક્ષા કરતા શહીદ થયો જવાન, બહેન માટે ની ઈચ્છા અધૂરી રહી ગઈ"
0 Response to "લડાખ માં દેશ ની રક્ષા કરતા શહીદ થયો જવાન, બહેન માટે ની ઈચ્છા અધૂરી રહી ગઈ"
ટિપ્પણી પોસ્ટ કરો