દીકરીના નામ પર ૩૧ જુલાઈ સુધી ખોલાવો આ ખાતું, ૨૧ વર્ષની ઉંમરમાં એકાઉન્ટમાં હશે ૬૪ લાખ રૂપિયા

કેન્દ્ર સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના 10 વર્ષથી ઓછી ઉંમરના બાળક માટે ઉચ્ચ શિક્ષણ અને લગ્ન માટે બચાવવા માટે સારી રોકાણ યોજના છે. કેન્દ્રીય પ્રત્યક્ષ બોર્ડે નાણાંકીય વર્ષ 2019-20ના સમયે ટેક્સ છૂટ મેળવવા માટે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરવાનો સમય વધારીને 31 જુલાઈ 2020 સુધી વધાર્યો છે. તેનો અર્થ એ છે કે હવે ટેક્સ છૂટ મેળવવા માટે એક મહિનાનો વધુ સમય મળ્યો છે. સાથે જેઓએ હજુ સુધી સુક્ન્યા ખાતામાં રૂપિયા જમા નથી કર્યા તેઓ એક મહિનાની અંદર 250 રૂપિયા જમા કરી શકે છે.

image source

લોકડાઉનને કારણે આ યોજનામાં જે પણ માતાપિતા તેમની પુત્રીનું ખાતું નથી ખોલી શક્યા, તે હવે 31 જુલાઇ સુધીમાં સરળતાથી ખોલાવી શકે છે. અગાઉના નિયમો અનુસાર, જન્મ થયા પછી 10 વર્ષની ઉંમર પૂરી કરે તે દીકરીને જ સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું ખોલાવવાની મંજૂરી આપવામાં આવતી હતી.

image source

હાલમાં, સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 7.6 ટકા વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે. આ યોજનામાં ખાતું ખોલાવતી વખતે જે વ્યાજ દર રહે છે. તે જ દરે તમને તમારા સંપૂર્ણ રોકાણો ઉપર વ્યાજ મળે છે. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ મે 2020 સુધીમાં 1.6 કરોડથી વધુ ખાતા ખુલી ગયા છે.

image source

રોકાણના ફાયદા

અન્ય તમામ યોજનાઓની સરખામણીમાં આમાં વ્યાજ દર વધુ મળે છે. પુત્રીના ઉચ્ચ શિક્ષણ અને લગ્ન પ્રસંગ માટે બચત કરી શકો છો. પરિપક્વતા ઉપર જે રકમ પ્રાપ્ત થાય છે. તેની ઉપર કર લાગુ પડતો નથી.

image source

31 જુલાઈ સુધી કરી લો આ કામ

નાણાંકીય વર્ષ 2019-20ને માટે પીપીએફ અને નાની બચત સ્કીમમાં ન્યૂનતમ જમા કરવાની છેલ્લી તારીખ 30 જૂનથી 31 જુલાઈ કરી છે. પહેલાં તેની સમયસીમા 31 માર્ચ 2020 હતી. તમે સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટમાં એક નાણાંકીય વર્ષમાં વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરી શકો છો. તેનો અર્થ એ છે તે તમે એક વર્ષમાં દોઢ લાખ રૂપિયા સુધી જમા કરી શકો છો. જ્યારે એકાઉન્ટ ચાલુ રાખવા માટે ઓછામાં ઓછા 250 રૂપિયા જમા કરાવવાના રહેશે. આ રકમને ખાતાધારકના ખાતામાં રિટર્ન કરી દેવામાં આવશે. આ યોજના એકાઉન્ટમાં 15 વર્ષ સુધી રૂપિયા જમા કરી શકાય છે. જો તમે આ સમય દરમિયાન ન્યૂનતમ રકમ પણ જમા નહીં કરો તો તેની 15 વર્ષની સીમા રેગ્યુલર ગણાશે નહીં. આ માટે તમારે દર વર્ષે 50 રૂપિયા દંડ રૂપે ભરવાના રહેશે.

લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી

આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી

Related Posts

0 Response to "દીકરીના નામ પર ૩૧ જુલાઈ સુધી ખોલાવો આ ખાતું, ૨૧ વર્ષની ઉંમરમાં એકાઉન્ટમાં હશે ૬૪ લાખ રૂપિયા"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel