આજથી જ તમે ગાયને રોટલી સાથે ખવડાવો આ વસ્તુ, ક્યારે નહિં રહે પૈસાની તંગી અને મળશે દરેક કામમાં સફળતા
શું તમે ગાયને રોટલી ખવડાવો છો ? તો હવેથી તેની સાથે આ વસ્તુ પણ આપો – ઘરમાં ધમધમ કરતી આવશે સફળતા
હીન્દુ ધર્મમાં ગાયને અત્યંત પવિત્ર અને પૂજનીય ગણવામાં આવે છે. આપણા શાસ્ત્રો તેમજ પુરાણોમાં પણ ગાયના મહત્ત્વને વિસ્તૃત રીતે સમજાવવામાં આવ્યું છે. અને ગાયના દૂધ તેમજ તેના દૂધમાંથી બનતી વાનગીઓથી સ્વાસ્થ્યને થતાં અઢળક લાભો વિષે પણ આપણે સારી રીતે જાણીએ છીએ.
આપણા ગ્રંથો તેમજ શાસ્ત્રો પ્રમાણે ગાય માતામાં 33 કરોડ દેવતાઓનો વાસ હોય છે. માટે જ અવસરે અવસરે હીન્દુ ધર્મમાં ગાય માતાની પૂજા કરવામાં આવતી હોય છે. અને ઘણા બધા લોકો તો તેને દીવસમાં એકવાર નિયમિત રોટલી પણ ખવડાવતા હોય છે. ગાયની સેવા કરવી એ હીન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર તેમજ પુણ્યનું કામ માનવામાં આવ્યું છે. પેહલાંના સમયમા ઘરે ઘરે એક ગાય આંગણે પાળેલી જ હોતી હતી. ધીમે ધીમે સ્થિતિ બદલાંતા આ પરંપરા બંધ થઈ ગઈ. હવે તો ગામડામાં પણ ગાયોનું પાલન ઘટીને ભેંસના વધારે ફેટવવાળા દૂધની લાલચમાં લોકો ભેંસ જ રાખતા થઈ ગયા છે.
ગાયમાતાના દૂધમાં લગભગ તમારા શરીરની દરેક પ્રકારની સમસ્યાનું નિવારણ સમાયેલું છે. તેનાથી સ્વાસ્થ્યને અઢળક લાભ થાય છે. ગાયના દૂધ, તેમાંથી બનતું, માખણ, તેનું ઘી, તેનું પનીર આ બધાથી સ્વાસ્થ્યને પુષ્કળ લાભ થાય છે. આ ઉપરાંત ગાયના છાણનો ઉપયોગ પણ ફર્ટીલાઇઝર તરીકે લાભપ્રદ છે. આ સિવાય ગૌમૂત્રમાં પણ ઘણા બધા ઔષધીય ગુણો સમાયેલા હોય છે. તે ઘણી બધી બીમારીઓને દૂર કરે છે. તે સિવાય હવનો તેમજ પૂજામાં પણ ગૌમૂત્રનો ઉપોયગ કરવામા આવે છે. કેટલાક લોકો તો ગૌમૂત્રને પીતા પણ હોય છે.
ગાયમાં સમાયેલા માનવજાતીને થતાં આ અઢળક લાભોના કારણે જ હીન્દુ ધર્મમાં ગૌમાતાને અત્યંત પવિત્ર તેમજ પૂજનીય માનવામાં આવી છે. અને માટે આજે પણ સદીઓ જૂનો ગાયને રોટલી ખવડાવાનો નિયમ ઘણાબધા લોકો પાળી રહ્યા છે. અને એવું નહીં કે વધેલી રોટલી ગાયને ખવડાવવી પણ એક રોટલી લોકો પોતાના ઘરમાં ગાયના નામની જ બનાવતા હોય છે. અને ગાયને રોટલી ખવડાવ્યા બાદ જ પોતે જમતા હોય છે.
ગાયને રોટલીની સાથે ખવડાવો આ વસ્તુ
જો તમે નિયમિત રીતે ગાયને રોટલી ખવડાવતા હોવ તો હવેથી રોટલીની સાથે સાથે ગાયને આ વસ્તુ પણ ખવડાવો. તેનાથી તમે દુઃખ અને પીડાથી સુરક્ષિત રહેશો. આપણા જીવન તેમજ આપણા કાર્યો પર આપણા ગ્રહોની અસર થતી હોય છે, અને આપણા ગ્રહો આપણી રાશી પ્રમાણે વર્તતા હોય છે અને તે રીતે આપણા જીવન પર તેનો પ્રભાવ પડતો હોય છે. આપણું દુઃખ સુખ આ ગ્રહોના પ્રભાવ પર આધારીત હોય છે. અને ગ્રહોની ખરાબ અસરને દૂર કરવા માટે જ તમારે રોટલી સાથે આ ખાસ વસ્તુ ગાયને ખવડાવવી જોઈએ.
તમારે હવેથી ગાયને રોટલીની સાથે સાથે ગોળ પણ ખવડાવવો જોઈએ. આમ કરવાથી તમારા પાપોનો નાશ થશે અને તમારા ગ્રહોની દશા પણ સુધરશે. ગાયને રોટલીની સાથે સાથે ગોળ ખવડાવવાથી તમારા જીવનની મુશ્કેલીઓ તેમજ કષ્ટો દૂર થશે. તમારે ગાયને મંગળવાર, ગુરુવાર અથવા તો શનિવારે રોટલી સાથે ગોળ ખવડાવવો. તેનાથી તમારો સમય સુધરી જશે. આ સિવાય જ્યારે ક્યારેય પણ તમારા આંગણે ગાય આવે તો તેને રોટલી અચૂક ખવડાવવી.
ગાયને રોટલી ખવડાવવાથી થાય છે આ મોટા લાભ
જે લોકો ગાયને નિયમિત રીતે રોટલી ખવડાવે છે તેમજ ગાયની સેવા કરે છે, તેમની આવનારી પેઢીઓ પર તેની સકારાત્મક અસર પડે છે અને પેઢી દર પેઢી તેમની પ્રગતિ થતી રહે છે.
જો તમે ગાયને નિયમીત રોટલી ખવડાવતા હોવ તો તમારા ઘરના બાળકો કે પછી તમારી આવનારી પેઢીઓનો સંસાર સુખમાં પસાર થશે અને તેમને બધા જ પ્રકારના લાભ તેમજ પુણ્યની પ્રાપ્તિ થશે.
ગાયને રોટલી સાથે ગોળ ખવડાવવાથી તમારા બધા જ અવરોધાયેલા કામ પૂરા થઈ જશે અને તમને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. પણ તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે જ્યારે ગાય બેઠેલી હોય તે જ વખતે તમારે રોટલી અને ગોળ ગાયને ખવડાવવા. તેનાથી વધારે લાભ થશે.
ગાયને રોટલીમાં ગોળ ભેળવીને ખવડાવવાથી દ્રશ્ય તેમજ અદ્રશ્ય શક્તિઓ તમારી મદદ કરે છે અને તમને લૌકિક તેમજ અલૌકિક બન્ને ફળ પ્રાપ્ત થાય છે.
મંગળવાના દિવસે કોઈ અજાણ્યા રસ્તામાં ગાયને રોટલી ખવડાવવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. જો તમે ઉપવાસ કરીને ગાયને રોટલી ખવડાવતા હોવ તો તમારું વ્રત સાર્થક તેમજ ફળદાયી સાબિત થશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "આજથી જ તમે ગાયને રોટલી સાથે ખવડાવો આ વસ્તુ, ક્યારે નહિં રહે પૈસાની તંગી અને મળશે દરેક કામમાં સફળતા"
ટિપ્પણી પોસ્ટ કરો