ધોનીના સંન્યાસ પહેલા જ એની પત્નીએ આપી દીધા હતા વિદાઈના સંકેત, તેજીથી વાયરલ થઈ પોસ્ટ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન અને સંભવતઃ સૌથી સફળ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ ભારતના ૭૪ માં સ્વતંત્રતા દિવસના અવસર પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું. એમણે ખુબ જ શાંતિપૂર્વક એક ઈન્સ્ટા દ્વારા પોતાના સંન્યાસનું એલાન કર્યું. સાથે જ એમણે એક ગીત દ્વારા પોતાના કરિયરના બધા જ ઉતારચડાવને ખુબ જ અનોખા અંદાજમાં પેશ કર્યું. તેમને આપણે હવે ભારતીય ક્રિકેટ ટીમના વાદળી ટીશર્ટમાં નહિ દેખી શકીએ, પણ એ આઈપીએલ રમશે. ખાસ વાત એ છે કે માહી દ્વારા સંન્યાસની પોસ્ટ પહેલા જ એમની પત્ની સાક્ષીએ કેટલીક ઈન્સ્ટાપોસ્ટ દ્વારા સંકેત આપી દીધા હતા. આવો જાણીએ, આખરે સાક્ષીએ પોતાની પોસ્ટમાં શું લખ્યું હતું?

સાક્ષીએ પહેલા જ આપ્યા હતા નિવૃતિના સંકેત


જોકે, સાક્ષી ધોનીએ મહેન્દ્ર સિંહ ધોનીના આધિકારિક એલાન પહેલા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી કેટલાક ફોટો શેર કર્યા હતા, જેનાથી ધોનીના નિવૃતિના સંકેત મળી ગયા હતા. જણાવી દઈએ કે સાક્ષીએ કેટલીક ગાડીઓના ફોટો શેર કર્યા હતા,જે દેખાવમાં ખુબ જ નવી લાગી રહી હતી. આ ફોટા સાથે સાક્ષીએ કેપ્શનમાં લખ્યું કે મેજર મિસિંગ ધોની. આ કેપ્શન સાથે એમણે ગાડીઓનું સ્વાગત કર્યું હતું. જણાવી દઈએ કે માહીને ગાડી સાથે ઘણો લગાવ છે. તે ઘણી વાર ગાડી ચલાવતા પણ જોવા મળે છે. જણાવી દઈએ કે એમની પાસે ઘણી મોંઘી કાર અને બાઈક છે.


એવામાં હવે જયારે ધોનીએ ક્રિકેટને અલવિદા કહી દીધું છે, તો ધોનીના ફેન્સનું માનવું છે કે સાક્ષીની આ પોસ્ટ જ ધોનીના નિવૃતિના સંકેત હતા, યાદ કરાવી દઈએ કે સાક્ષીએ લોકડાઉનના સમયમાં પોતાના ઘણા વિડીયો ઈન્સ્ટા પર શેર કર્યા હતા, એ વિડીયોમાં ધોની પોતાની દીકરી જીવા સાથે સમય પસાર કરતા જોવા મળ્યા હતા . સાક્ષી દ્વારા શેર કરેલ આ વિડીયો સોશ્યલ મીડિયા પર ખુબ જ વાયરલ થયા હતા. લોકોએ વિડીયો પર ખુબ જ પસંદ કર્યા અને પ્રતિભાવ પણ આપ્યા.

માહીએ કરી ઈમોશનલ પોસ્ટ


મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલ પોસ્ટમાં એક ગીત દ્વારા પોતાના સમગ્ર ક્રિકેટ કરિયરના ફોટા શેર કર્યા હતા. આ ફોટો સાથે ધોનીએ ‘મેં પલ દો પલ કાશાયર હું’ ગીત પણ બેકગ્રાઉન્ડમાં મુક્યું હતું. જણાવી દઈએ કે ધોનીના સંન્યાસના એલાન પછીથી એમના ફેન્સમાં એક નિરાશાની લહેર દોડી ગઈ છે,કારણકે ધોનીના ફેંસ એમણે મેદાનમાં હજી થોડો સમય રમતા જોવા ઇચ્છતા હતા. પણ હકીકત એ છે કે હવે ધોની આપણને ક્યારેય વાદળી ટી શર્ટમાં નહિ જોવા મળે. જોકે, હવે જોવાનું એ છે કે એ આઈપીએલ ક્યાં સુધી રમે છે?

ધોનીએ શરુ કરી આઈપીએલની તૈયારી


આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ પછી ધોની આઈપીએલની 13 મી સીજનમાં રમતા જરૂર જોવા મળશે, એમણે આઈપીએલ માટે તૈયારીઓ પણ શરુ કરી છે. જણાવી દઈએ કે એ ચેન્નાઈ જવા રવાના થઇ ગયા છે, ચેન્નાઈમાં પ્રેક્ટીસ સેશન પછી એ આખી ટીમ સાથે યુએઈ જશે. આ વખતે આઈપીએક સંયુક્ત અરબ અમીરાતના ત્રણ મોટા શહેર આબુ ધાબી, દુબઈ અને શારજાહમાં યોજાશે. એવામાં આઈપીએલની બધી ફ્રેન્ચાઈજી ટીમો ધીમે ધીમે યુએઈ જવા રવાના થશે. જતા જતા એ પણ જણાવી દઈએ કે આઈપીએલ ૧૯ સપ્ટેમ્બરથી શરુ થઈને ૧૦ નવેમ્બરના ખતમ થશે. એટલે કે આવનારા દિવસોમાં ક્રિકેટ ફેન્સને ક્રિકેટની મજા માનવા મળશે.

Related Posts

0 Response to "ધોનીના સંન્યાસ પહેલા જ એની પત્નીએ આપી દીધા હતા વિદાઈના સંકેત, તેજીથી વાયરલ થઈ પોસ્ટ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel