ભારતની ગલીઓ કરતા પણ આવી જોરદાર રીતે પાકિસ્તાનના કરાચીમાં થાય છે જોરદાર ગણેશોત્સવની ઉજવણી, લોકોની માન્યતા એવી છે કે…
પાકિસ્તાનના કરાચીમાં 76 વર્ષથી થાય છે ગણેશોત્સવની ઉજવણી
ગણેશોત્સવનો અવસર આવે એટલે ભારતની ગલીએ ગલીએ નાના-મોટા ગણપતિજીના પંડાલ ખડા થઈ જાય છે અને તેમાં ગણપતિજીની નાનીથી મોટી મૂર્તિઓ લોકો સ્થાપિત કરતા હોય છે અને લોકો દસ દિવસ સુધી તેમની પૂજા આરાધના કરીને ઉત્સવ મનાવતા હોય છે. તો વળી ઘરે ઘરે પણ લોકો ગણપતિજીની મૂર્તિની સ્થાપના કરતા હોય છે અને એક દિવસથી દસ દિવસ સુધી ગણપતિજીની સ્થાપના કરતા હોય છે અ ત્યાર બાદ વિસર્જન કરતા હોય છે. ભારતમાં અને ખાસ કરીને મુંબઈ શહેરમાં આ દ્રશ્ય ગણેશોત્સવ દરમિયાન સાવ જ સામાન્ય છે. પણ જો આ જ દ્રશ્ય તમને પાકિસ્તાનના કરાચીમાં જોવા મળે તો ? હા, પાકિસ્તાનના કરાંચીમાં પણ દોઢ દિવસ માટે ગણેશોત્સવનું ધામધૂમથી સેલિબ્રેશન કરવામા આવે છે.
પાકિસ્તાનના કરાચીમાં આવેલા મોહમ્મદ અલી ઝીણા માર્ગ પર છેલ્લા 76 વર્ષથી ગણેશોત્સવની ઉજવણી કરવામા આવે છે. આ માર્ગ પર લગભગ 800થી વધારે મહારાષ્ટ્રીયન પરિવાર રહે છે અને દર વર્ષે આ પરિવારો ભવ્ય ગણેશોત્સવનું આયોજન કરે છે. આ ભવ્ય ગણેશોત્સવનું આયોજન અહીં આવેલા રત્નેશ્વર મહાદેવ મંદિર, સ્વામીનારાયણ મંદિર તેમજ ગણેશ મઠ મંદિર દ્વારા યોજવામા આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ દોઢ દિવસ માટે અહીં ગણપતિજીને બીરાજીત કરવામા આવ્યા હતા.
76 વર્ષ પહેલાં અહીં રહેતા કૃષ્ણા નાઇક દ્વારા આ ગણેશોત્સવની શરૂઆત કરવામા આવી હતી. કૃષ્ણા નાઈકના દિકરા રાજેશ નાઇક તેમજ ઉત્સવના આયોજન સાથે જોડાયેલા લોકો જણાવે છે કે માત્ર દોઢ દિવસનો આ ગણેશોત્સવ તેમનામાં આખા વર્ષની ઉર્જા ભરી જાય છે.
ગણેશભક્ત અને કરાચીમાં સોશિયલ એક્ટિવિસ્ટ તરીકે કામ કરતા વિશાલ રાજપૂત જણાવે છે કે તેમને આ ઉત્સવમાં સામેલ થવાથી એક અજબ ઉર્જા મળે છે તેમને એવી અનુભુતિ થાય છે કે બપ્પા તેમની હંમેશા રક્ષા કરશે. તમને એ પણ જણાવી દઈએ કે આ દોઢ દિવસના ગણેશોત્સવમાં સંપૂર્ણ પાકિસ્તાન કરતાં કરાચીમાં સૌથી વધારે ભક્તો ભેગા થાય છે. ભારતની જેમ અહીં પણ વિસર્જનના દીવસે જુલુસ કાઢવામા આવે છે. પણ અત્યાર સુધી કોઈ જ કોમી રમખાણ નથી થયું. માત્ર હિન્દુઓ જ નહીં પણ અહીંના મુસ્લિમ પરિવારો પણ આ ઉત્સવમાં ખૂબ જ ઉત્સાહથી ભાગ લે છે.
જોકે આ વર્ષે કોરોનાના કારણે ઘણી બધી સાવચેતી રાખવામાં આવી રહી છે. લોકોને માસ્ક પહેરવાની ફરજ પડાઈ રહી છે તેમજ સતત સેનેટાઇઝરનો ઉપયોગ પણ કરવાનું કહેવામા આવ્યું છે સામાજીક અંતર જાળવવાની પણ કડક સૂચના આપવામા આવી હતી. અને ખૂબ જ શાંતિ તેમજ ઉત્સાહથી આ દોઢ દિવસના ગણેશોત્સવનું આયોજન થયું હતું.
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતમાં પણ અહીં કોઈ જ ફરક પડતો નથી
વિશાલ કે જે એક સોશિયલ એક્ટિવિસ્ટ છે તેમને જ્યારે પાકિસ્તાનમાં મંદિર તોડાયા વિષે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યુ હતું કે કોઈ મંદિર તોડાયું નથી અને ધાર્મિક સ્વતંત્રતા પર પણ કોઈ પણ પ્રકારની આંચ નથી આવી. તેઓ કહે છે કે જ્યારે ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ કે તણાવનો માહોલ હોય છે ત્યારે પણ અહીં બધું જ સામાન્ય જ હોય છે. તેઓ જણાવે છે કે કોરોનાની મહામારી વચ્ચે આ ઉત્સવની ઉજવણીના સંચાલનમાં અમને અહીં રહેતા સમીર તેમજ અદનાન તેમજ અન્ય મુસ્લિમ સ્થાનિકો પાસેથી ખૂબ જ સહકાર મળ્યો છે. અને અહીં બધાજ પાડોશી હળીમળીને રહે છે.
અહીં ગણેશોત્સવની પરંપરા શરૂ કરનાર કૃષ્ણા નાઇકના દિકરા રાશેજ નાઇક પોતે જ મૂર્તિ બનાવે છે આ ઉપરાંત તેઓ ઓર્ડરથી પણ મૂર્તિઓ બનાવે છે. તેમની પાસે દુબઈથી પણ મૂર્તિના ઓર્ડર આવે છે જો કે આ વર્ષે કોરોનાના કારણે તે શક્ય નથી બન્યું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "ભારતની ગલીઓ કરતા પણ આવી જોરદાર રીતે પાકિસ્તાનના કરાચીમાં થાય છે જોરદાર ગણેશોત્સવની ઉજવણી, લોકોની માન્યતા એવી છે કે…"
ટિપ્પણી પોસ્ટ કરો