શું તમે જાણો છો બીજી વાર પ્રેગનન્સી કન્સિવ થાય એટલે કેવા પ્રકારના હોય છે લક્ષણો?
ભલે તમે એક વાર માતા બની ગયા છે અને ગર્ભાવસ્થાના સમય પર થતા લક્ષણોનો તમને ખ્યાલ છે,પરંતુ બીજી ગર્ભાવસ્થામાં તમે પ્રથમ ગર્ભાવસ્થાની તુલનામાં કેટલાક નવા આશ્ચર્ય મેળવી શકો છો.બીજી ગર્ભાવસ્થામાં, સગર્ભાવસ્થાના લક્ષણોથી લઈને ડિલિવરીના દુખાવાના સમય સુધીના ઘણા ફેરફારો હોઈ શકે છે.
કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન ફરી માતા-પિતા બનવા જઈ રહ્યા છે.આ સ્ટાર કપલે જણાવ્યું હતું કે કરીના કપૂર બીજી વખત માતા બનવા જઈ રહી છે અને આ સમાચાર પોતાના ચાહકો સાથે શેર કરવામાં બંને ખૂબ જ ખુશ છે.
તમને જણાવી દઈએ કે કરીનાની આ બીજી ગર્ભાવસ્થા છે અને તે પહેલા 2016 માં તેણે તૈમૂર અલી ખાનને જન્મ આપ્યો હતો.કેટલાક કિસ્સાઓમાં બીજી ગર્ભાવસ્થા પ્રથમ ગર્ભાવસ્થા કરતા અલગ હોય છે અને અહીં અમે તમને જણાવીશું કે કેવી રીતે દરેક સ્ત્રીમાં બીજી ગર્ભાવસ્થાના લક્ષણો કેવી રીતે અલગ હોય છે.
બેબી કિક
સામાન્ય રીતે પ્રથમ ગર્ભાવસ્થામાં સ્ત્રીઓને ગર્ભાવસ્થાના પાંચમા મહિનામાં બાળકની કિક લાગે છે પરંતુ બીજી ગર્ભાવસ્થામાં,બાળક ચોથા મહિનામાં કિક મારવાનું શરૂ કરી શકે છે.આવું થાય છે કારણ કે માતાએ પ્રથમ ગર્ભાવસ્થામાં જ બાળકના હલન-ચલનને બધી રીતે સમજી લીધું હોય છે.
બેબી બમ્પ
ગર્ભાવસ્થા દરમિયાન પેટની માંસપેશીઓ અને ત્વચાને ખેંચાણ કર્યા પછી પહેલાં જેવી ક્યારેય થતી નથી.બેબી બમ્પ્સ બીજી ગર્ભાવસ્થામાં ઝડપથી બહાર આવે છે કારણ કે પેટની માંસપેશીઓ પહેલાથી ખેંચાઈ ગઈ છે.બીજી ગર્ભાવસ્થામાં,તમારું બેબી બમ્પ ટૂંક સમયમાં બતાવવાનું શરૂ કરી શકે છે.જો તમે બીજી વખત માતા બનવા જઇ રહ્યા છો,તો જલદીથી તમારા પ્રસૂતિનાં કપડાં કાઢી રાખો.કારણ કે સારા સમાચાર વેહલા આવી શકે છે.
કમરનો દુખાવો
ગર્ભાવસ્થામાં પીઠનો દુખાવો તે સામાન્ય છે,પરંતુ બીજી ગર્ભાવસ્થામાં તમે જલ્દીથી પીઠના દુખાવાની ફરિયાદ કરવાનું શરૂ કરી શકો છો.કેટલીક સ્ત્રીઓને નસો ફૂલવાની સમસ્યા પણ થઈ શકે છે.આ રક્ત વાહિનીઓ અને સ્નાયુઓના નબળા થવાને કારણે શક્ય બને છે.
સવારે આવતી નબળાઈ અને ઉબકા
મોટાભાગની સ્ત્રીઓની પેહલી ગર્ભાવસ્થા કરતા બીજી ગર્ભાવસ્થામાં સવારે નબળાઈ અને થાક વધારે લાગે છે. આવું પણ થઈ શકે છે કારણ કે બીજી ગર્ભાવસ્થામાં મહિલાઓને તેમના પહેલા બાળકની સંભાળ લેવી પડે છે અને તેમની ઉમર થોડી વધુ થઈ જાય છે અને શારીરિક નબળાઈ આવી જાય છે,જેના કારણે તેમના શરીરમાં ઝડપથી થાક લાગે છે.
ગર્ભાવસ્થામાં સામાન્ય લક્ષણોમાં ઉબકા,ઉલટી અથવા ચક્કરનો સમાવેશ થાય છે,પરંતુ બીજી ગર્ભાવસ્થામાં સવારની નબળાઈ થોડી અલગ હોઈ શકે છે.
પોસ્ટપાર્ટમ ડિપ્રેસન
જો તમારી પ્રથમ ગર્ભાવસ્થા પછી પોસ્ટપાર્ટમ ડિપ્રેસન થયું હતું,તો પછી બીજી વાર માતા બનવાનું જોખમ છે.જે મહિલાઓને પ્રથમ ગર્ભાવસ્થા પછી બાઈપોલર ડિપ્રેસન થયું હોય,તેઓને બીજી ડિલિવરી પછી પણ જોખમ રહેલું હોય છે.
બીજી ગર્ભાવસ્થામાં ડિલિવરીના સમયે લેબર પેઈન થોડું ઓછું રહે છે,કેમ કે તમારું શરીર પહેલાં આ પ્રક્રિયામાંથી પસાર થયું છે.હવે તમારો એ પાર્ટ સરળતાથી પોહળુ થઈ શકે છે.બીજી વખત ડિલિવરીમાં લગભગ 5 કલાક અથવા 12 કલાક સુધી દુખાવો રહેતો નથી.તેથી બીજી ડિલિવરી સરળતાથી થઈ શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "શું તમે જાણો છો બીજી વાર પ્રેગનન્સી કન્સિવ થાય એટલે કેવા પ્રકારના હોય છે લક્ષણો?"
ટિપ્પણી પોસ્ટ કરો