ગોપાલકાલા નો પ્રસાદ ગોપાલકાલા જન્માષ્ટમી ના બીજા દિવસે એટલે કે દહીં હાંડી ના દિવસે બનાવવા માં આવતું હોય છે.
કેમ છો ફ્રેંડસ…
આજે હું લઈને આવી છું ગોપાલકાલા નો પ્રસાદ ગોપાલકાલા જન્માષ્ટમી ના બીજા દિવસે એટલે કે દહીં હાંડી ના દિવસે બનાવવા માં આવતું હોય છે. શ્રી ક્રિષ્ન અને તેમના મિત્રો રમ્યા પછી બેસીને ભાતું ખાતા બધું મિક્સ કરી કાલા કરતા તેથી તેમને આવો ગોપાલકાલા પ્રસાદ ધરાવાય છે.
કહેવાય છે કે શ્રીકૃષ્ણ જ્યારે યમુના તિર પર ગાયો ચરાવવા જતા ત્યારે એમના મિત્રો પણ એમની સાથે જતા હતા પછી બધા ગોપાલ ભેગા થઈને આ બધું મિક્સ કરીને કાલો બનાવતા અને બધા મળીને આ કાલો ખાતા તેને ગોપાલકાલા કહેવાય છે..
તો તમે પણ તમારા ઘરે ગોપાલકાલા નો પ્રસાદ બનાવો અને બધા મળીને ગોપાલકાલા ની મજા માણો…
અને હા જો તમે diet કરતા હો તો આ ગોપાલકાલા રેસીપી ચોક્કસ થી બનાવી શકો છો…ખાવા માં એકદમ હલકું અને ટેસ્ટી પણ લાગે છે
તો જોઈ લો ફ્રેંડસ ગોપાલકાલા ની સામગ્રી :-
“ગોપાલકાલા”
સામગ્રી –
- 1 બાઉલ – જુવાર ની ધાણી
- 1 બાઉલ – જાડાં પૌવા
- 1 નાંની વાટકી – દહીં
- 5 ચમચી – ચણા દાળ (4 કલાક પલાળેલી )
- 3 લીલા- મરચા
- 2 ચમચી – કેરી નું મીઠું અથાણું
- 2 ચમચી – એપ્પલ ના પીસ
- 4 ચમચી – દાડમના દાણા
- અર્ધી ચમચી – આદુ નું છીણ
- 3 ચમચી – શેકેલા સીંગદાણા
- 2 ચમચી – ખાંડ
- કોથમરી – ઉપરથી નાખવા
- મીઠું – સ્વાદપ્રમાને
- 1 ચમચી – રાઈ
- તેલ – વઘાર માટે
રીત :-
સૌ પ્રથમ પૌવા ને ધોઈ 5 મિનિટ રાખી મુકવા.
હવે એક મોટા બાઉલ લઈ તેમાં ધોયેલા પૌવા ,ધાણી ,મમરા, મિક્સ કરવા.
હવે તેમાં દહીં , ચણા દાળ, કાકડી, એપ્પલ ના પીસ , દાળમ ના દાણા, અથાણું , લીલા મરચાના ટુકડા ,મીઠું ,ખાંડ , શેકેલા સીંગદાણા ,આદુ બધું મિક્સ કરવું.
હવે બાઉલ માં કાઢી ઉપર થી દાડમના દાણા અને કોથમરી થી ગાર્નિશ કરવું.
તો તૈયાર છે લાલજી ને ભાવતો ગોપાલકાલા નો પ્રસાદ…
રસોઈની રાણી : નેહા આર. ઠક્કર
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.
0 Response to "ગોપાલકાલા નો પ્રસાદ ગોપાલકાલા જન્માષ્ટમી ના બીજા દિવસે એટલે કે દહીં હાંડી ના દિવસે બનાવવા માં આવતું હોય છે."
ટિપ્પણી પોસ્ટ કરો