મલ્ટી વેજ રાઇસ રોસ્ટી – હાંડવો તો ખાતા જ હશો હવે એકવાર આ ટ્રાય કરો..
મલ્ટી વેજ રાઇસ રોસ્ટી :
ખૂબજ સ્વાદિષ્ટ એવી આ રોસ્ટી ખૂબજ હેલ્ધી અને ટેસ્ટી છે. બ્રેક્ફાસ્ટમાં કે મોર્નિંગ સ્નેક્સ તરીકે લેવાતી આ મલ્ટી વેજીટેબલ રોસ્ટી સાંજ્ના નાસ્તા તરીકે કે ડીનરમાં પણ લેવામાં આવતી હોય છે. પલાળેલા ચોખાને ગ્રાઇંડ કરી તેમાં બાફેલુ બટેટું મિક્સ કરવામાં આવે છે. તેમજ ખૂબજ સરળતાથી બની જતી આ રોસ્ટીમાં સારા એવા પ્રમાણમાં વેજીટેબલ્સ ઉમેરવામાં આવે છે. અને થોડા જ રેગ્યુલર સ્પાઇસીસ ઉમેરીને ટેસ્ટી બનાવવામાં આવતી હોય છે. બાળકોથી માંડીને ઘરના બધા લોકોને ખૂબજ ખાવમાં ખૂબજ અનુકુળ આવે તેવી આ મલ્ટી વેજ રાઇસ રોસ્ટીની રેસિપિ આપ સૌ માટે આપી રહી છું, તેને ફોલો કરીને ચોક્કસથી બનાવજો.
મલ્ટી વેજ રાઇસ રોસ્ટી બનાવવા માટેની સામગ્રી :
- 1 કપ ચોખા (પાંચ કલાક પલાળેલા)
- 1 મોટું બાફેલું બટેટું ( છાલ કાઢેલું )
- 1 ટમેટું બારીક કાપેલું
- ½ કપ ગાજર – બારીક કાપેલું
- ½ કપ કેપ્સીકમ બારીક કાપેલું
- ½ કા ઓનિયન બારેક કાપેલી
- 2 નાના મરચા બારીક કાપેલા
- 2 ટેબલ સ્પુન બારીક કાપેલી કોથમરી
- 2 ટેબલ સ્પુન અધકચરા કાપેલા આદુ-મરચાની પેસ્ટ
- સોલ્ટ સ્વાદ મુજબ
- 1 ટી સ્પુન આખું જીરું
- ½ ટી સ્પુન મરી પાવડર
- 7-8 મીઠા લીમડાના પાન બારીક કાપેલા
- 1 ટી સ્પુન લાલ મરચું પાવડર
- ½ ટી સ્પુન હળદર પાવડર
- 1 ટી સ્પુન ઇનો ફ્રુટ સોલ્ટ + 2 ટેબલ સ્પુન પાણી
મલ્ટી વેજ રાઇસ રોસ્ટી બનાવવાની રીત :
સૌ પ્રથમ ખીચડીયા ચોખા લઈ તેને 3 વાર પણીથી ધોઇ લ્યો. ત્યારબાદ તેમાં પાણી ઉમેરીને 5 કલાક માટે પલાળી ઢાંકી રાખો.
5 કલાક બાદ પલળેલા ચોખામાંથી અર્ધા ચોખા ગ્રાઇંડરના ચટણીના જારમાં ગ્રાઇંડ કરી લ્યો. ત્યારબાદ તેમાં ½ બાફેલું બટેટુ અને 2 ટેબલ સ્પુન પાણી ઉમેરી ફાઇન પેસ્ટ બનાવી લ્યો. મિક્ષિંગ બાઉલમાં ટ્રાંસફર કરો.
આ પ્રમાણે બાકીના પલાળેલા ચોખા પણ ગ્રાઇંડ કરી, બાફેલું બટેટું અને પાણી ઉમેરી ફાઇન પેસ્ટ કરી બાઉલમાં ઉમેરી તેમાં મિક્ષ કરી લ્યો.
હવે તેમાં 1 ટમેટું બારીક કાપેલું, ½ કપ ગાજર – બારીક કાપેલું, ½ કપ કેપ્સીકમ બારીક કાપેલું, ½ કપ ઓનિયન બારેક કાપેલી, 2 નાના મરચા બારીક કાપેલા અને 2 ટેબલ સ્પુન અધકચરા કાપેલા આદુ-મરચાની પેસ્ટ ઉમેરી બધું મિક્સ કરી લ્યો.
હવે તેમાં 2 ટેબલ સ્પુન બારીક કાપેલી કોથમરી, સોલ્ટ સ્વાદ મુજબ, 1 ટી સ્પુન આખું જીરું, ½ ટી સ્પુન મરી પાવડર, 7-8 મીઠા લીમડાના પાન બારીક કાપેલા, 1 ટી સ્પુન લાલ મરચું પાવડર, અને ½ ટી સ્પુન હળદર પાવડર ઉમેરી બધું જ બરાબર મિક્ષ કરી લ્યો. જેથી મસાલા વગેરે સરસથી બેટરમાં ભળી જાય.
10 મિનિટ ઢાંકીને રાખો.
10 મિનિટ બાદ જરુર પડે તો બેટરની કંસીસ્ટંસી સેટ કરવા પાણી ઉમેરવું. રોસ્ટી બને તેવું બેટર ઘટ્ટ રાખવું. પેનમાં બેટર પોર કર્યા પછી ધીમે ધીમે સરસ રાઉંડમાં ફેલાઈ જાય તેવી કંસીસ્ટન્સી રાખવી.
ત્યારબાદ બેટર પર 1 ટી સ્પુન ઇનો ફ્રુટ સોલ્ટ મૂકી તેના પર 2 ટેબલ સ્પુન સ્પુન પાણી ઉમેરી મિક્ષ કરી જરા ફીણી લ્યો. જેથી બધું જ બેટર ફ્લફી થયેલું દેખાશે. હવે મલ્ટી વેજ રાઇસ રોસ્ટી બનાવવા માટે બેતર રેડી છે.
હવે એક નોન સ્ટીક પેન મિડિયમ ફ્લૈમ પર ગરમ મૂકી તેને ઓઇલથી સારુ એવું ગ્રીસ કરો.
ત્યારબાદ તેમાં 2-3 મોટા ચમચા ભરીને બેટર ઓલ ઓવર સ્પ્રેડ કરી દ્યો. રોસ્ટી થીક બનાવવા ની છે. (એટલે પેન મોટું હોય તો થીક લેયર કરવા માટે વધારે બેટર ઉમેરવું).
હવે ફ્લૈમ સ્લો કરી ઢાંકીને કૂક થવા દ્યો. રોસ્ટી ઉપરથી થોડી ડ્રાય થઈ કલર ચેંજ થઈ જાય એટલે નીચેની સાઇડ ચેક કરી લ્યો. નીચેની સાઈડ ગોલ્ડન કલરની થઈ જાય એટલે ઉપર્ની સાઇડ 2 ટી સ્પુન જેટલું ઓઇલ મૂકી સ્પ્રેડ કરી લ્યો.
પછી રોસ્ટીને જારા વડે કાળજી પૂર્વક ફ્લીપ કરી લ્યો. ઢાંકીને 3-4 મિનિટ કૂક કરો. ફ્લીપ કરેલી સાઇડ અને અંદરથી પણ પણ બરાબર કૂક થઈ સોફ્ટ, ફુલેલી દેખાય અને ગોલ્ડન કલરની થાય એટલે એક પ્લેટમાં ટ્રાંસફર કરી લ્યો.
તો હવે મલ્ટી વેજ રાઇસ રોસ્ટી સર્વ કરવા માટે રેડી છે. આ પ્રમાણે બાકીની બધી રોસ્ટી જરુર પડે તે રીતે બનાવી ગરમા ગરમ સર્વ કરો.
કોકોનટ ચટણી સાથે સર્વ કરો. બધાને ખૂબજ ભાવશે.
રસોઈની રાણી : શોભના વણપરિયા
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.
0 Response to "મલ્ટી વેજ રાઇસ રોસ્ટી – હાંડવો તો ખાતા જ હશો હવે એકવાર આ ટ્રાય કરો.."
ટિપ્પણી પોસ્ટ કરો