સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા કંપનીના સીઈઓ અદાર પૂનાવાલાએ કોરોના વૈક્સીન વિશે આપ્યા નવા સમાચાર, કહ્યું કે ટ્રાયલ શરૂ કરવા માટે ઝડપથી મળશે લાઇસન્સ

કોરોના મહામારી સંકટ આખી દુનિયામાં ચાલી રહ્યુ છે અને તેના વૈક્સીન માટે દરેક જગ્યાએ કોશિશ ચાલુ છે. કોવિદ 19 નુ વૈક્સીન વિકસિત કરવામાં લાગેલ વિશેષજ્ઞ દુનિયાભરમાં તેના માનવ પરીક્ષણ (હ્યુમન ટ્રાયલ) ના વિવિધ ચરણમાં પહોંચી શકે છે. ટ્રાયલ્સ પણ શરૂ થઇ ચૂકયા છે. એવામાં પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ અદાર પૂનાવાલાએ સૌથી પહેલાં અને મોટી સંખ્યામાં રસી તૈયાર કરવાનો દાવો કર્યો છે.

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) ના ચીફ એક્ઝિક્યુટિવ અદાર પૂનાવાલાએ કહ્યું કે બહુ ઓછા લોકો જ આટલી ઓછી કિંમત પર કોરોનાની રસીનુ ઉત્પાદન મોટા પાયે કરી શકે છે. તે પણ એટલી જ ઝડપની સાથે. કોરોના રસીના પહેલાં જથ્થા માટે મારી પર દેશ-વિદેશના કેટલાંય નેતાઓના ફોન આવી રહ્યા છે. મારે સમજાવું પડે છે કે કંઇ એમ જ તમને હું રસી આપી શકતો નથી.

image source

દર મિનિટે ૫૦૦ વેક્સીન બનાવવાનો દાવો

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓક્સફોર્ડના વૈજ્ઞાનિકોની સાથે મળીને કોરોનાની રસીને તૈયાર કરવાના કામમાં લાગેલી છે. આ કંપનીએ એપ્રિલમાં જ રસી તૈયાર કરવાનો દાવો કર્યો હતો. હવે કંપનીમાં દર મિનિટના હિસાબથી 500 ડોઝ તૈયાર થઇ રહ્યા છે. જો કે કેટલી માત્રામાં વેક્સીન તૈયાર થશે એ હજુ સ્પષ્ટ નથી. ખુદ આટલી મોટી વસતીવાળા ભારતમાં રસીની જરૂર પડશે. એવામાં પૂનાવાલા ભારત અને બાકી દુનિયામાં 50-50ના હિસાબથી વહેંચણી કરી શકાય છે. એસ્ટ્રાજેનેકા અને ઓક્સફર્ડ યુનિવર્સિટીની તરફથી વિકસિત કરાયેલી કોરોનાની રસીના પરીક્ષણ બાદ ખૂબ જ ઉત્સાહપૂર્વક પરિણામ આવી રહ્યા છે.

image source

મોટી વાત એ છે કે એસ્ટ્રાજેનેકાને આ વેક્સીન વિકસિત કરવામાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાનો પણ સાથ મળી રહ્યો છે. કંપનીના સીઇઓ આદર પૂનાવાલાએ કહ્યું કે તેમણે ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવા માટે લાઇસન્સ ઝડપથી મળવાની આશા છે. ત્યારબાદ ત્રીજા તબક્કાનું હ્યુમન ટ્રાયલ શરૂ કરાશે.

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દુનિયાની સૌથી મોટી રસી બનાવતી કંપની છે. તે દર વર્ષે 1.5 અબજ રસી ડોઝ તૈયાર કરે છે. જેમાં પોલિયોથી લઇને મીઝલ્સ સુધીની રસી સામેલ છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકા એ આ ભારતીય કંપનીને પોતાની કોવિડ-19 રસી બનાવા માટે પસંદ કરી છે. પૂણેની આ કંપનીએ પહેલાં કહ્યું હતું કે તેઓ અંતિમ આદેશ મળતા પહેલાં જ રસી બનાવાનું શરૂ કરી દેશે જેથી કરીને ત્યાં સુધી તમામ મંજૂરીઓ મળે ત્યાં સુધી સારી એવી માત્રામાં રસી રેડી થઇ શકે.

image source

મંજૂરી મળતા ભારતમાં થશે રસીનું ટેસ્ટીંગ

સીઇઓ આદર પૂનાવાલાએ કહ્યું કે ભારતીય રેગ્યુલેટર પાસેથી મંજૂરી મળતા જ અમે ભારતમાં રસીનું ટેસ્ટીંગ શરૂ કરી દેવામાં આવશે. તેની સાથે જ અમે તરત મોટી માત્રામાં રસી બનાવાનું પણ શરૂ કરી દેવામાં આવશે. આ મહિને જ પૂનાવાલાએ કહ્યું હતું કે તેમની કંપની આ વર્ષના અંતમાં કોવિડ-19 રસી બની જવાની આશા ધરાવે છે. કંપનીનો ઇરાદો ઉતાવળ કરવાની જગ્યાએ ગુણવત્તાપૂર્ણ અને સુરક્ષિત રસી બનાવાનો છે.

image source

માનવ ટેસ્ટીંગ સુરક્ષિત પરિણામ

એસ્ટ્રેજેનેકાએ એક નિવેદન રજૂ કરીને કહ્યું કે ઓક્સફર્ડ યુનિવર્સિટીના નેતૃત્વમાં ચાલી રહેલા પહેલાં અને બીજા તબક્કાના પરીક્ષણમાં રસી એ SARS-CoV-2 વાયરસની વિરૂદ્ધ તાકાતવાર રોગ પ્રતિકારક ક્ષમતાનું પ્રદર્શન કર્યું. વૈજ્ઞાનિકોએ સોમવારના રોજ કહ્યું હતું કે ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસિત કોરોના વાયરસ રસી સુરક્ષિત જોવા મળી છે. તેણે શરીરમાં તાકાતવાર રોગ પ્રતિરોધક ક્ષમતા પેદા કરી છે.

લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી

આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી

0 Response to "સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા કંપનીના સીઈઓ અદાર પૂનાવાલાએ કોરોના વૈક્સીન વિશે આપ્યા નવા સમાચાર, કહ્યું કે ટ્રાયલ શરૂ કરવા માટે ઝડપથી મળશે લાઇસન્સ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel