ભાવનગરના સિહોર ગામે બનેલી ઘટના અંગે શું કહ્યું ભાજપના નેતા જીતુ વાઘાણીએ વાંચો
ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી ની વાડી માં પાણી નો ટાંકો ફાટતા બે મહિલાઓના મોત થયા છે.
ભાવનગરના સિંહોર ના કનાલ રોડ પર મહાદેવપુરા નામના વિસ્તારમાં ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની એક વાડી આવેલી છે. આ વાડીમાં સવારના સમયે અચાનક જ પાણીનો ટાંકો ધડાકાભેર તૂટી પડયો હતો. પાણીનો ટાંકો ફાટતાં બે મહિલાઓના મોત નિપજ્યા છે.
આ અંગે જાણવા મળેલી વિગત અનુસાર પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી માલિકીની વાડીમાં બનાવેલો પાણીનો ટાંકો અચાનક તૂટી પડતાં તેની નજીક આવેલી દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી. દિવાલ નજીક બનેલી ચોકડીમાં બે મહિલાઓ કપડાં ધોઇ રહી હતી. બંને મહિલાઓને ગંભીર ઈજાઓ થઈ હતી.
ઇજાગ્રસ્ત બે મહિલાઓને સારવાર અર્થે ભાવનગરની સર.ટી હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં બંનેના મોત નિપજ્યા હતા. બનાવની જાણ થતાં જ પોલીસ પણ હોસ્પિટલ ખાતે દોડી ગઇ હતી અને પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે આ વાડી તેમની માલિકીની છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી આ વાડી નું સંચાલન ભરત નામના વ્યક્તિ કરે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "ભાવનગરના સિહોર ગામે બનેલી ઘટના અંગે શું કહ્યું ભાજપના નેતા જીતુ વાઘાણીએ વાંચો"
ટિપ્પણી પોસ્ટ કરો