કોઝિકોડ એરપોર્ટ પર થયું એરઈન્ડિયાની ફ્લાઈટનું ક્રેશ લેન્ડિંગ, જાણો કોણ હતા પાયલટ દીપક સોઠી

કોઝિકોડની વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પાયલટ દીપક સાઠેને લોકો સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. એરફોર્સના બેકગ્રાઉન્ડ અને પોતાના કુશળ એવિએશન એક્સપેરિયન્સના દમ પર દીપકે કોઝિકોડમાં વિમાનને બચાવવાના પુરતા પ્રયત્નો કર્યા, પરંતુ આ તમામ પ્રયત્ન છતા દીપક વિમાન અકસ્માતના શિકાર થઈ ગયા અને આ દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા.

image source

કેરળના કોઝીકોડમાં રનવે પર વિમાન લપસ્યાની ઘટના સામે આવી છે. વંદે ભારત મિશન હેઠળ પ્લેન દુબઇથી ભારત આવ્યું હતું. એર ઇન્ડિયા એક્સપ્રેસનું વિમાન IX 1344 જે B737 ઍરક્રાફ્ટ દ્વારા ઓપરેટ કરાતું હતું, વરસાદના કારણે તે લૅન્ડિંગ સમયે રનવે પર લપસ્યું હતું.

Captain Deepak Vasantha Sathe, an experienced pilot - The Gulf Indians
image source

દુબઈથી 190 મુસાફરો સાથે આવી રહેલું વિમાન દુર્ઘટના ગ્રસ્ત થયું. જેમાં એક પાયલટ સહિત 15ના કુલ મોત થયા છે. આ સિવાય 123 લોકો ઇજાગ્રસ્ત થયા છે તો 15 લોકો ગંભીર રીતે ઘાયલ થવાના સમાચાર મળી રહ્યા છે. હજુ મોતનો આંક વધે તેવી આશંકા છે. રનવે પર પાણી ભરાયા હતા, જેના કારણે પ્લેન રનવેથી આગળ નિકળી અને લગભગ 30 ફૂટ ઉંડી ખીણમાં ખાબક્યું. પ્લેન બહુ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઇ ગયું અને પ્લેનના બે ભાગ થઇ ગયા છે.

‘સ્વૉર્ડ ઑફ ઑનર’થી સન્માનિત

image source

એર ઇન્ડિયા માટે કામ કરનારા દીપક સોઠી એરફોર્સ એકેડેમીના હોનહાર કેડેટ તરીકે જાણીતા હતા. દીપક સાઠેને પોતાની કાબિલિયતના દમ પર એરફોર્સ એકેડેમીનું પ્રતિષ્ઠિત ‘સ્વૉર્ડ ઑફ ઑનર’ સન્માન મળ્યું હતુ. એરફોર્સની નોકરી બાદ દીપકે એર ઇન્ડિયા કૉમર્શિયલ સર્વિસ જોઇન કરી લીધી હતી. દીપક દેશના એ ગણ્યા-ગાંઠ્યા પાયલટમાંથી હતા જેમણે એર ઇન્ડિયાના એરબસ 310 વિમાન અને બોઇંગ 737ને ઉડાવ્યું હતુ.

એર ઇન્ડિયાએ એક અત્યંત કાબિલ અધિકારી ગુમાવ્યા

એર ઇન્ડિયાના ઑફિસરો પ્રમાણે દીપક એર ઇન્ડિયાના શાનદાર પાયલટ્સમાંથી એક હતા. કોઝિકોડના અકસ્માત બાદ દરેક જણ તેમને યાદ કરી રહ્યું છે અને કહી રહ્યું છે કે એર ઇન્ડિયાએ એક અત્યંત કાબિલ અધિકારી ગુમાવી દીધા છે. આ સમયે તેમને પીએમ મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિતના અનેક વ્યક્તિઓએ શ્રદ્ધાંજલિ પાઠવી છે.

આ રીતે બની હતી સમગ્ર ઘટના

Captain Deepak Vasantha Sathe, an experienced pilot - The Gulf Indians
image source

ઉલ્લેખનીય છે કે કોઝિકોડ એરપોર્ટ ભૌગોલિક રીતે ‘ટેબલટૉપ’ છે જેને લેન્ડિંગ માટે ખતરનાક માનવામાં આવે છે. કોઝિકોડ એરપોર્ટ ‘ટેબલટૉપ’ છે એટલે કે રનવેની આસપાસ ખાઈ હોય છે. ટેબલટૉપમાં રનવે ખત્મ થયા બાદ આગળ વધારે જગ્યા નથી હોતી. આ કારણે કોઝિકોડમાં રનવે પર ફસક્યા બાદ વિમાન ખાઈમાં પડ્યું, જ્યાં તેના 2 ટૂકડા થઈ ગયા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "કોઝિકોડ એરપોર્ટ પર થયું એરઈન્ડિયાની ફ્લાઈટનું ક્રેશ લેન્ડિંગ, જાણો કોણ હતા પાયલટ દીપક સોઠી"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel