કોરોના વેક્સીન અને કેસને લઈને સ્વાસ્થ્ય મંત્રીએ કરી આ મોટી જાહેરાત, અને કહ્યું દિવાળી સુધીમાં…
કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યું છે કે કોરોના વાયરસે આપણને ખાસ સંદેશ આપ્યો છે. તેઓએ કહ્યું છે કે આ વર્ષના અંત સુધીમાં કોરોના વાયરસની વેક્સીન વિકસિત કરી શકાય તેવી આશા છે. આ સિવાય દિવાળી સુધીમાં કોરોના કંટ્રોલમાં આવવાની આશા છે. કોરોનાએ આપણને નવી જીવનશૈલીને લઈને વધારે સાવધાન અને સજાગ કરશે, તેઓએ કહ્યું છે કે
કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડો. હર્ષ વર્ધને રવિવારે આશા રાખતાં કહ્યું છે કે દિવાળી સુધીમાં કોરોના કંટ્રોલમાં આવશે અને સાથે જ વર્ષના અંત સુધીમાં કોરોના વેક્સીન પણ આવી જશે. તેઓએ કહ્યું કે થોડા સમય બાદ કોરોના પણ અતીતમાં આવેલા અન્ય વાયરસની જેમ ફક્ત સ્થાનિક સમસ્યા બની જશે. કોરોનાએ શીખવ્યું છે કે કંઈક નવું થશે અને સાથે જીવનશૈલીને લઈને સાવધાન અને સજાગ રહેવું પડશે. વર્ષના અંત સુધીમાં કોરોના વાયરસની વેક્સીન વિકસિત કરાય તેવી આશા છે.
દેશમાં કોરોનાની સંખ્યા પહોંચી 56 લાખને પાર
દેશમાં કોરોના વાયરસના દર્દીઓનો આંક રવિવારે 36 લાખને પાર થઈ ચૂક્યો છે. અત્યાર સુધીમાં 36 લાખ 19 હજાર 169 લોકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. મૃત્યુ પામનારની સંખ્યા 65 હજાર પહોંચી છે. દેશમાં અનેક પ્રકારની કોરોના વેક્સીન પર કામ ચાલી રહ્યું છે પરંતુ કોઈ ખાસ પરિણામ મળ્યું નથી.
દુનિયામાં કોરોના વાયરસના આટલા કેસ
દુનિયામાં અત્યાર સુધીમાં 2 કરોડ 53 લાખ 22 હજાર 300 કેસ આવ્યા છે. જ્યારે 8 લાખ 48 હજાર 989 લોકોના મોત થયા છે. કુલ દર્દીમાંથી 1 કરોડ 76 લાખ 40 હજાર 78 દર્દીઓ સાજા થયા છે. કોરોનાની શરૂઆતથી અત્યારસુધી 68 લાખ 33 હજાર 233 દર્દી એવા છે જેની સારવાર ચાલી રહી છે.
સંક્રમણથી 27 લાખથી વધુ દર્દીઓ થયા સાજા
ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના સંક્રમણથી સાજા થનારાની સંખ્યા 27 લાખને પાર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં 64935 લોકો સાજા થયા છે. સારવાર કરાવી રહેલા કુલ સંક્રમિતોની સંખ્યા 21.60 ટકા છે. કોરોનાના સક્રિય કેસની સરખામણીએ 3.55 ગણા લોકો સાજા થયા છે. સરકારે જાહેર કરાયેલા આંકડા અનુસાર દેશમાં કોરોનાનો રિકવરી રેટ 76.61 ટકા પહોંચ્યો છે. જ્યારે મૃત્યુદર 1.79 ટકા રહ્યો છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "કોરોના વેક્સીન અને કેસને લઈને સ્વાસ્થ્ય મંત્રીએ કરી આ મોટી જાહેરાત, અને કહ્યું દિવાળી સુધીમાં…"
ટિપ્પણી પોસ્ટ કરો