મહાદેવે આપેલ આ વરદાનને કારણે ૫ પતિઓની પત્ની બની હતી દ્રૌપદી, શું તમે જાણો છો આ કહાની?

મહાભારતની કહાની જયારે પણ કહેવાય છે એ દ્રૌપદીના નામ વિના અધુરી જ માનવામાં આવે છે. મહાભારતની કહાનીમાં દ્રૌપદી એક ઘણું મહત્વનું પાત્ર હતું, અને જો એ પાત્ર ના હોત તો કદાચ મહાભારતની કહાની કાંઈક અલગ જ હોત. દ્રૌપદી એક એવું પાત્ર હતી જેના જીવનની દરેક ઘટના પર પ્રશ્ન ઉઠાવાયા અને ઘણી વાર એના ચરિત્ર પર પણ લાંછન લગાવવામાં આવ્યું. સૌથી મોટું લાંછન દ્રૌપદી પર એ લગાવાય છે કે એમણે ૫ પુરુષો સાથે લગ્ન કર્યા હતા. જોકે, પાંડવો સાથે વિવાહ દ્રૌપદી માટે ફક્ત એક સંયોગ જ નહિ, પણ એની પાછળ એના ગયા જન્મની કહાની છે. તમને જણાવીએ કે આખરે કેમ દ્રૌપદી પાંચ પતિઓની પત્ની બની?

પાંચાલીએ મહાદેવ પાસે માંગ્ય હતા ૫ વર

દ્રૌપદી પૂર્વજન્મમાં મહાત્મા ઋષિની કન્યા હતી. એ જન્મમાં પણ એ ઘણી રૂપવતી હતી. જોકે, પાછળના જન્મના કર્મને કારણે એમના લગ્ન ના થયા. દ્રૌપદી મહાદેવ ભક્ત હતી, એક દિવસ એમણે મહાદેવ માટે ઘોર તપ કરવાનું શરુ કર્યું. મહાદેવ દ્રૌપદીની તપસ્યાથી પ્રસન્ન થયા અને એમને વર માગવાનું કહ્યું. દ્રૌપદીએ એ સમયે વિચાર્યું કે એક વરદાનથી એમની બધી ઇચ્છાઓ પૂરી નહિ થાય, એટલે એમણે મહાદેવ પાસે ફેરવી ફેરવીને ૫ વર એકમાં જ માંગી લીધા.

દ્રૌપદીએ મહાદેવને કહ્યું કે હે પ્રભુ, મારા વિવાહ કોઈ એવા વ્યક્તિ સાથે થાય જે ધર્મનો સૌથી મોટો જ્ઞાતા હોય, જે સૌથી વધારે બળવાન હોય, જે કોઈ વિદ્યામાં સૌથી કુશળ હોય, જેને નક્ષત્રોનું જ્ઞાન હોય અને જે સૌથી વધારે સુંદર હોય. દ્રૌપદીએ ચાલાકી દેખાડતા પાંચ વરદાન એક બનાવીને માંગી લીધા. મહાદેવ એમના મનની વાત સમજી ગયા અને એમને વરદાન આપી દીધું.

પૂર્વજન્મના વરદાનને કારણે થયા પાંડવો સાથે વિવાહ

એ પછી જયારે બીજા જન્મમાં દ્રૌપદી મહારાજ પાંચાલના ઘરે અગ્નિથી જન્મી તો મોટી થયે પોતાના લગ્નની રાહ જોવા લાગી. એમના સ્વયંવરમાં એકથી એક ચડિયાતા રાજકુમાર આવ્યા, પણ ફક્ત અર્જુન જ માછલીની આંખ ભેદી શકયા. એ પછી દ્રૌપદીએ અર્જુનને માળા પહેરાવી દીધી. જયારે અર્જુન પોતાના પાંચે ભાઈઓ ને પત્ની સાથે કુટિયામાં પહોચ્યા તો માં કુંતીને કહ્યું કે જુઓ હું શું લાવ્યો છું? માતા કુંતી જોયા વિના કહી દે છે કે જે લાવ્યો હોય આપસમાં વહેચી લો. એ પછી માં ના કહ્યા અનુસાર પાંચે ભાઈઓએ દ્રૌપદી સાથે વિવાહ કરવા પડ્યા.

એ પછી જયારે હેરાન થઈને દ્રૌપદીએ ભગવાન કૃષ્ણને એ વાતનું કારણ પૂછ્યું તો એમણે દ્રૌપદીને એનું વર યાદ અપાવ્યું. મહાદેવે આપેલ વર અનુસાર દ્રૌપદીના વિવાહ મહાજ્ઞાની ધર્મરાજ યુધિષ્ઠિર સાથે થયા. એમણે બળ માંગ્યું હતું એટલે એ ભીમની પત્ની બની. એમણે કૌશલ્ય માંગ્યું હતું તો એ અર્જુનની પત્ની બની. એને એક સુંદર પતિ જોઈતો હતો એટલે એના લગ્ન નકુલ સાથે થયા, અને એમને નક્ષત્રનો જાણકાર વ્યક્તિ જોઈતો હતો એટલે એમણે સહદેવ સાથે પણ લગ્ન કરવા પડ્યા.

પાંડવોની શક્તિ હતી દ્રૌપદી

એટલે જે પોતાના જ માંગેલ વરને કારણે દ્રૌપદીએ એક સાથે પાંચ પુરુષો સાથે લગ્ન કરવા પડ્યા. એમ પણ કહેવાય છે કે પાંચાલીએ પોતાના વિવાહ માટે ભગવાન શિવ પાસે પાંચ વાર સર્વગુણ સંપન્ન પતિની માંગ કરી હતી, એટલે એમણે પાંચ પાંડવો સાથે વિવાહ કરવા પડ્યા.

જોકે, સમાજ ભલે દ્રૌપદી પર ગમે એટલા સવાલ ઉઠાવે, પણ કૃષ્ણ અનુસાર તો દ્રૌપદી જ પાંચે ભાઈઓની શક્તિ હતી. દ્રૌપદીએ પાંચે ભાઈઓને હમેશા એકસાથે જોડીને રાખ્યા અને દરેક પગલે એમની સાથે રહી. એ દ્રૌપદીનું જયારે ચોપાટની રમતમાં ભરી સભામાં અપમાન થયું તો, પાંડવોએ કૌરવો સાથે સંઘારની પ્રતિજ્ઞા લીધી. મહાભારતનું ભીષણ યુદ્ધ થયું અને ધર્મનો અધર્મ પર વિજય થયો. આ બધું મહાદેવના આપેલ વરદાનને કારણે થયું.

0 Response to "મહાદેવે આપેલ આ વરદાનને કારણે ૫ પતિઓની પત્ની બની હતી દ્રૌપદી, શું તમે જાણો છો આ કહાની?"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel