જોજો ક્યાંક ચુકી ના જતા સસ્તુ સોનું લેવાની તક, મોદી સરકાર આપી રહી છે ભેટ
શુ તમે ખરીદવા ઈચ્છો છો સસ્તું સોનુ? તો આ તક જતી ન કરશો, મોદી સરકાર આપી રહી છે ભેટ. મોદી સરકાર આપવા જઈ રહી છે ભેટ, હવે ખરીદો સોનુ સસ્તા ભાવે… સોનાના ભાવથી તમે પણ છો પરેશાન તો હવે મળશે સોનુ સસ્તા ભાવે, મોદી સરકાર લાવી રહી છે એક અનોખી યોજના.

ઘણા લોકોને સોનુ પહેરવાનો ખૂબ જ શોખ હોય છે. ઘણી ગૃહિણી પણ પોતાની અંગત બચતમાંથી સોનુ વસાવી લેવાનું જ વિચારતી હોય છે. એવામાં સોનાનો સતત વધતો ભાવ બધાને જ ગભરાવી મૂકે છે. શુ તમને પણ સોનાનો ખૂબ જ શોખ છે અને તમે પણ વધતા જતા સોનાના ભાવથી ચિંતિત છો? તો હવે તમારા માટે એક ખુશ ખબર છે.

મોદી સરકાર એક વિશેષ યોજના હેઠળ સસ્તા સોનાની ખરીદી કરવાની તમને તક આપી રહી છે. કહેવાનો અર્થ એ છે કે, હવે તમે સોનુ સસ્તા ભાવે ખરીદી શકશો તો ચાલો જાણી લઈએ આ યોજના વિશે વધુ માહિતી.
મોદી સરકારે સોવરેન ગોલ્ડ બોન્ડ યોજના 3 ઓગસ્ટ ફરીથી એકવાર શરૂ કરી છે. આ બોન્ડ સ્કીમ અંતર્ગત સોનાની કિંમત પ્રતિ ગ્રામ 5,334 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જો તમે ઓનલાઇન ચુકવણી કરો છો તો તમને પ્રતિ ગ્રામ રૂ50 ની છૂટ આપવામાં આવશે.

જેના પ્રભાવે સોનાના ભાવ પ્રતિ ગ્રામ રૂ.5284 થઈ જશે. આનો અર્થ એ છે કે જો તમે 10 ગ્રામ સોનું ખરીદવા ઇચ્છતા હોય તો તમારે 52 હજાર 840 રૂપિયા ચુકવવા પડશે.
હવે બજારની વાત કરીએ તો બજારમાં દસ ગ્રામ સોનાના ભાવની તે 54000 રૂપિયાથી વધુ છે. તમને જણાવી દઈએ કે મોદી સરકારની યોજના હેઠળ તમે બોન્ડ તરીકે સોનું ખરીદી શકો છો. આ બોન્ડ તમે ઓછામાં ઓછા મએક ગ્રામ અને વધુમાં વધુ 4 કિલોગ્રામ સુધી ખરીદી શકો છો.

આમાં તમારે શુદ્ધતા અને સલામતીની તમારે કોઈ ચિંતા કરવા જેવી નથી. આ માટે તમે બેંક, પોસ્ટ ઑફિસ, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા, એનએસઈ અને બીએસઈમાં ડિજિટલ રીતે અરજી કરી શકો છો.
તમને જણાવી દઈએ કે રિઝર્વ બેંક હેઠળ આવતા આ બોન્ડની મુદત આઠ વર્ષ છે. બોન્ડ પાંચ વર્ષ પછી વ્યાજની ચુકવણીની તારીખ પર બહાર નીકળવાનો વિકલ્પ ઉપલબ્ધ છે.
હવે જો આપણે આ યોજનાના આશય વિશે વાત કરીએ તો સરકાર આ યોજના દ્વારા સોનાની ફિજીકલ માંગને ઘટાડવા માંગે છે. હાલમાં તમે મોદી સરકારની આ યોજનમાં 7 ઓગસ્ટ સુધી જોડાઇ શકો છો. તમને જણાવી દઈએ કે સરકાર સપ્ટેમ્બર મહિનામાં ફરી એકવાર આ યોજના લાવવા જઈ રહી છે
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "જોજો ક્યાંક ચુકી ના જતા સસ્તુ સોનું લેવાની તક, મોદી સરકાર આપી રહી છે ભેટ"
ટિપ્પણી પોસ્ટ કરો