અરેરેેરે! WWEના આ સુપર સ્ટાર્સનું મેચ દરમિયાન માસ્ક ઉતરતા થયુ કંઇક એવું કે…જે જાણીને તમે પણ બોલી ઉછશો OMG!
હાલ કોરોના મહામારીને કારણે જે લોકો માસ્ક શબ્દથી પણ અજાણ હતા તેઓને પણ હવે માસ્ક એટલે શું એ સમજણ પડવા લાગી છે અને ખુદ માસ્ક પણ પહેરવા લાગ્યા છે. ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને માસ્ક સંબંધી વાત કરવાના છીએ પણ તે માસ્ક કોરોના મહામારીથી બચવા માટે પહેરીએ છીએ તે નહિ પણ WWE ના રેસલર પહેરે તે માસ્કની.

WWE સુપરસ્ટારો પૈકી કેટલાક એવા સુપરસ્ટારો પણ છે જેઓ માસ્ક પહેરી રિંગમાં લડવા માટે ઉતરે છે. તો રે મિસ્ટીરિયો પણ આવા WWE સુપરસ્ટાર પૈકી એક છે. તો રે મિસ્ટીરિયો એક પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન છે અને હાલ તે પણ સીન્કારા અને કલિસ્ટોની જેમ WWE માં જ કામ કરે છે. આ સુપરસ્ટાર્સના ઘણાખરા ફેન્સ તેને ફક્ત માસ્ક પહેરેલી હાલતમાં જ જોવે છે અને તેનો અસલી ચેહરો લગભગ બહાર આવ્યો જ નથી. WWE માં તેઓનું કેરેક્ટર એવું હોય છે જે કંપની બહાર પાડવા નથી ઇચ્છતી. વળી, અમુક સુપરસ્ટાર એવા પણ છે જેઓનું WWE ટીવી પર લાઈવ શો દરમિયાન ભૂલથી માસ્ક ઉતરી ગયું હોય. આવો જાણીએ એવા કેટલાક સુપરસ્ટારો વિષે.

ગ્રેન મેટાલિક છેલ્લા કેટલાય વર્ષોથી માસ્ક પહેરીને જ રિંગમાં લડવા માટે ઉતરે છે. તેણે વર્ષ 2017 માં તે નેવિલ સામે સ્ટોરીલાઇનમાં પણ ભાગ લીધો હતો. એક મેચ દરમિયાન નેવિલ પોતાને એક હિલ સુપરસ્ટાર તરીકે મેટાલિકનું માસ્ક ઉતારવાની કોશિશ કરી રહ્યો હતો અને નેવીલથી ભૂલ એ થઇ ગઈ કે તેણે માસ્કને ઉતારવા માટે વધુ તાકાત લગાવી દીધી અને ફેન્સને પ્રથમ વખત મેટાલિકનો ચેહરો જોવા મળ્યો હતો.

કલિસ્ટો ગયા વર્ષે જ WWE સાથે જોડાયો હતો અને તે પણ એવા સુપરસ્ટાર પૈકી એક છે જે માસ્ક પહેરીને જ રિંગમાં લડવા માટે ઉતરે છે અને સાથે જ તેઓનું માસ્ક WWE ટીવી પર અનેક વખત ઉતરી ગયું હોવાનું નજરે પડ્યું છે. વર્ષ 2016 માં અલ્બર્ટો ડેલ રિયોએ ભૂલથી તેનું માસ્ક લગભગ સાવ ઉતારી જ નાખ્યું હતું.

રે મિસ્ટીરિયો WWE ના સૌથી દિગ્ગજ સુપરસ્ટાર માનવામાં આવે છે. તેની સાથે પણ માસ્ક ઉતરી જવાની ઘણી ઘટનાઓ ઘટી છે. મની ઈન ધ બેન્ક 2011 લેડર મેચમાં અલ્બર્ટો ડેલ રિયોએ મિસ્ટીરિયોનું માસ્ક ઉતારી નાખ્યું હતું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "અરેરેેરે! WWEના આ સુપર સ્ટાર્સનું મેચ દરમિયાન માસ્ક ઉતરતા થયુ કંઇક એવું કે…જે જાણીને તમે પણ બોલી ઉછશો OMG!"
ટિપ્પણી પોસ્ટ કરો