ગુજરાતમાં અહીં કોરોનાના કેસમાં થઇ રહ્યો છે જોરદાર વધારો, અપાયું 12 દિવસનું લોકડાઉન, જાણો ક્યારથી થશે લાગું
ગુજરાતના આ વિસ્તારમાં લેવામાં આવ્યો મોટો નિર્ણય – 12 દિવસ માટે જાહેર કરવામાં આવ્યું લોકડાઉન
હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારીના મામલામાં ભારત સૌથી વધારે પ્રભાવિત દેશ તરીકે ઉભરી રહ્યો છે. દેશના દરેકે દરેક રાજ્યની સ્થિતિ ચિંતાજનક છે અને ગુજરાત પણ તેમાંથી બાકાત નથી. ગુજરાતના મુખ્ય શહેરો જેવા કે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં ઉત્તરોત્તર કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. આ વધતા કેસોને ધ્યાનામાં રાખીને સુરતની મ્યુનિસિપાલીટીએ એક મહત્વનો અને મોટો નિર્ણય લીધો છે. સુરતમાં કોરોનાની મહામારીને અંકુશમાં રાખવા માટે એક નવી વ્યૂહરચના જાહેર કરવામા આવી છે.
અને તે પ્રમાણે હવે સુરતના હાઇરિસ્ક ઝોન એટલે કે જે વિસ્તારો કોરોનાના સૌથી વધારે જોખમ હેઠળ છે ત્યાં શનિવાર તેમજ રવિવાર બન્ને દિવસોએ ફૂડનું વેચાણ બંધ રાખવામા આવશે. તો વળી સુરતના જ માંગરોળ બાબતે એક કડકડ નિર્ણય તાજેતરમાં લેવામાં આવ્યો છે. અને આ કડક નિર્ણય પ્રમાણે આ વિસ્તારમાં 12 દિવસનું લોકડાઉન જાહેર કરવામા આવ્યું છે.
સુરતમાં આવેલા માંગરોળ તાલુકા મથકે આજથી એટલે કે 12મી સપ્ટેમ્બરથી 12 દિવસનું લોકડાઉન લાદવામા આવ્યું છે. અને આ નિર્ણય માંગરોળની ગ્રામપંચાયત દ્વારા લેવામા આવ્યો છે કારણ કે આ વિસ્તારમાં સતત કોરોનાના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
જોકે જરૂરિયાતના સામાનની દુકાનો જેમ કે મેડિકલ તેમજ દૂધની દુકાનો ચાલુ રહી શકશે. બાકી માંગરોળના માર્કેટની અન્ય દુકાનો સવારના 7થી બપોરના 11 વાગ્યા સુધી જ ખુલ્લી રાખવામા આવશે. આ સાથે સાથે જ તાલુકા મથકમાં આવેલ મુખ્ય જુમ્મા મસ્જિદને પણ મુસ્લિમ આગેવાનોએ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
કોરોના મહામારીના કાળમાં માંગરોળ તાલુકામાં અત્યાર સુધીમાં કોરોના વાયસરસથી સંક્રમિતોની સંખ્યા 495 નોંધાઈ ચુકી છે. તેમજ તાલુકામાં આ વાયરસના સંક્રમણથી 18 લોકોના મૃત્યુ થયા છે.
આપણે લોકડાઉનની માઠી અસરને સારી રીતે જાણીએ છીએ. ત્રણ મહિના કરતા પણ વધારે સમય માટે દેશમાં લોકડાઉન રહ્યું હતું અને લાખો લોકોએ પોતાની નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. આજે જ્યારે લોકડાઉન તબક્કાવાર ધીમે ધીમે ખુલી રહ્યું છે ત્યારે પણ હજુ ધંધા રોજગાર જોઈએ તેટલા ગતિમાં આવ્યા નથી. અને ભારતની સાથે સાથે આંતરરાષ્ટ્રિય સ્થિતિ પણ આવી જ અસ્થિર છે. મંદીનો માહોલ એકધારો તોળાઈ રહ્યો છે. અને લોકો પોતાનો એક-એક રૂપિયો સાંચવીને વાપરી રહ્યા છે. પણ માંગરોળની ગ્રામ પંચાયતે આ નિર્ણય લોકોના સ્વાસ્થ્યના રક્ષણ માટે લીધો છે જેથી કરીને કોરનાનું સંક્રમણ અટકી શકે. અને ત્યાંના લોકો વાયરસથી સુરક્ષિત રહી શકે.
હાલના કોરોના સંક્રમણના કેસ પર એક નજર કરીએ તો સમગ્ર વિશ્વમાં અત્યાર સુધીમાં કોરોનાનાથી સંક્રમિત લોકોની સંખ્યા 2.83 કરોડ સુધી પહોંચી ગઈ છે. જેમાંથી 1.91 કરોડ લોકો સંક્રમણમાંથી મુક્ત થયા છે. અને 9.13 લાખ લોકો આ સંક્રમણના કારણે મૃત્યુ પામ્યા છે. ભારતમાં આ આંકડો હવે કૂદકેને ભૂસકે વધી રહ્યો છે.
ભારતમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમિતોના 46.6 લાખ કેસ નોંધાઈ ચુક્યા છે. જેમાંથી 36.2 લાખ લોકો સાજા થઈ ગયા છે અને મૃત્યુઆંક 77,472 સુધી પહોંચી ગયો છે. આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અત્યાર સુધીમાં 1.09 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે જેમાંથી 90,103 હજાર લોકો સંક્રમણમાંથી મુક્ત થયા છે અને મૃત્યુઆંક 3164 સુધી પહોંચી ગયો છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "ગુજરાતમાં અહીં કોરોનાના કેસમાં થઇ રહ્યો છે જોરદાર વધારો, અપાયું 12 દિવસનું લોકડાઉન, જાણો ક્યારથી થશે લાગું"
ટિપ્પણી પોસ્ટ કરો