નેપોટીઝમ પર જોરદાર બોલી ઉઠી ટીવીની આ અભિનેત્રી, અને કહ્યું કંઇક એવું કે….2 વાર વાંચશો તો પણ નહિં થાય વિશ્વાસ
સુશાંત સિંહ રાજપૂત કેસે નેપોટીઝમ પર એક અલગ જ ચર્ચાને જન્મ આપી દીધો છે અને હવે લોકો આ વિશે ખુલીને બોલવા પણ લાગ્યા છે. આ વિશે ટીવીની અભિનેત્રી માહી વિજે પણ પોતાનો અનુભવ જણાવ્યો છે. એમને કહ્યું છે કે આ ફક્ત ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ થાય છે એવું નથી ટીવીમાં પણ આવું બને છે. હું ખુદ આમાંથી પસાર થઈ છું.
માહી વિજે આ વિશે આગળ કહ્યું કે આવું પણ બને છે કે બુ શૂટિંગ માટે સેટ પર ગઈ હોય અને મને ત્યાં જઈને ખબર પડે કે મારી જગ્યાએ કોઈ અન્યને લઈને શૂટિંગ શરૂ પણ થઈ ગયું હોય.
બોલીવુડમાં એવા કેમ્પ છે પણ ટીવીમાં પણ આવું બધું થતું હોય છે. મને ઘણી ફિલ્મોની ઓફર આવી અને સાઈન કર્યા પછી મને ખબર પડે છે કે મને તો રિપ્લેસ કરી દેવામાં આવી છે. હજી પણ મને ફિલ્મો અને વેબ સિરીઝની ઓફર મળે છે પણ મારી પ્રાથમિકતા ટીવી જ છે કારણ કે મને અહીંયાંથી ન ફક્ત પૈસા જ પણ નામ પણ મળ્યું છે. એટલું જ નહીં માન સમ્માન અને ઓળખ પણ મળી છે.વિદેશોમાં પણ લોકો મને ઓળખે છે.
મેં મહેનત કરી અને સફળતા મેળવી છે. બાકી ભેદભાવ તો બધી જગ્યાએ હોય જ છે અને સાચું માનો તો બહુ જ ખોટું પણ લાગે છે પણ એવું નથી કે ફક્ત સ્ટાર કિડ્સ સિવાય કોઈ અન્યને તક જ નથી મળતી કારણ કે એવા પણ સ્ટાર કિડ્સ છે જેમની પાસે કામ નથી અને એ ઘરે બેઠા છે. મેં ટીવી પર જે નામ કમાયું છે એના કારણે મને ફિલ્મોમાં કામ જરૂર મળશે પણ હું હવે ફિલ્મોમાં મળતા કામને મહત્વ નથી આપવા માંગતી કારણ કે ત્યાંની ઓડિયન્સ અલગ છે અને મને ટીવી દ્વારા ઘણું બધું મળ્યું છે એટલે મને કોઈપણ વાતનો અફસોસ નથી.
તમને જણાવી દઈએ કે માહી વિજે ઘણા ટીવી શો કર્યા છે અને સિરિયલ લાગી તુજસે લગ્નમાં એમનું નકુશાના પાત્રને લોકો આજે પણ ખૂબ જ પસંદ કરે છે અને યાદ કરે છે.માહી વિજે ટીવી અભિનેતા જય ભાનુશાલી સાથે લગ્ન કર્યા છે અને પોતાના લગ્નજીવનમાં માહી ખૂબ જ ખુશ છે અમને દીકરી તારા તો હંમેશા સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. તારા ખૂબ જ ક્યૂટ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "નેપોટીઝમ પર જોરદાર બોલી ઉઠી ટીવીની આ અભિનેત્રી, અને કહ્યું કંઇક એવું કે….2 વાર વાંચશો તો પણ નહિં થાય વિશ્વાસ"
ટિપ્પણી પોસ્ટ કરો