જો તમે રોજ પીશો આ ડ્રિંક, તો પેટને લગતી અનેક તકલીફો માત્ર અઠવાડિયામાં થઇ જશે છૂ
ત્રિફળામાં ઘણા ઔષધીય ગુણો છે.ત્રિફળા પેટની સમસ્યા માટે ખુબ જ ફાયદાકારક છે,એટલું જ નહીં પેટથી લઈને ઘણી સમસ્યાઓમાં ત્રિફળા ફાયદાકારક છે.ચાલો અમે તમને જણાવીએ ત્રિફળા કઈ સમસ્યામાં અને કેવી રીતે ફાયદો આપે છે.
તમે ત્રિફળાની ઔષધિ વિશે તો સાંભળ્યું જ હશે,પરંતુ શું તમે તેના ફાયદાઓ વિશે જાણો છો.ત્રિફળા એ આયુર્વેદિક દવા છે જેમાં એન્ટીઓકિસડન્ટ,એન્ટી-ઇન્ફ્લેમેટરી અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે.ત્રિફળામાં ઘણા વિવિધ ઔષધીય ગુણધર્મો જોવા મળે છે.ત્રિફળાના સ્વાસ્થ્ય લાભ ઘણા પ્રકારનાં હોઈ શકે છે.પાચન તંત્ર માટે,ત્વચાની સમસ્યાઓ સાથે,ઘણા આશ્ચર્યજનક ફાયદાઓ છે.તેના નામ પરથી જ સપષ્ટ થાય છે,ત્રિફલા ત્રણ ફળોથી બનેલો છે,જેનો ઉપયોગ આયુર્વેદિક દવાઓ તરીકે પણ થાય છે.ત્રિફળાનો ઉપયોગ અનેક રોગોથી છૂટકારો મેળવવા માટે થાય છે.ઘણા સંશોધન દ્વારા પણ બહાર આવ્યું છે કે ત્રિફળાના ઔષધીય ફાયદા તેના એન્ટીઓકિસડન્ટ અને પ્રતિરોધક બેક્ટેરિયલ ગુણધર્મોને કારણે છે.

તમને આગળ જણાવ્યું એ મુજબ,ત્રિફળા શબ્દનો શાબ્દિક અર્થ ‘ત્રણ ફળ’ છે.પરંતુ આયુર્વેદમાં ત્રિફળા એ 3 આવા ફળોનો સંયોજન છે જે ત્રણેય ફળ ઘણા ગુણોથી ભરેલા છે.જેમ કે આમળા,બહેડા અને હરડે.આયુર્વેદમાં તેમને અમલકી,વીભીતક અને હરિતાકી કહેવામાં આવે છે.આ ત્રણેયના બીજ સમાન રીતે કાઢી એક પાવડર બને છે અને તેને ત્રિફળા કહેવામાં આવે છે.
જાણો ત્રિફળાના સેવનથી થતા સ્વાસ્થ્ય લાભ વિશે
તમે ત્રિફળાનો એક પીણાં તરીકે પણ ઉપયોગ કરી શકો છો.આ માટે તમારે ત્રિફળા પાવડરને પલાળો અને તેમાં એક ગ્લાસ છાસ ઉમેરો,ત્યારબાદ તેમાં વાટેલો ફુદીનો,કાળું મીઠું અને ખાંડ ઉમેરો.જમ્યા પછી અને સુતા પેહલા દરરોજ એક ગ્લાસ ત્રિફળા છાસ પીવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે.
1 પેટ માટે ફાયદાકારક

ત્રિફળા છાસનું સેવન કરવાથી પેટને ઠંડક મળે છે અને આની અંદર ત્રિફળા સિવાય કાળું મીઠું અને ફુદીનો હોય છે,જે તમારા પાચન તંત્રનું કામ સરળ બનાવે છે અને પેટમાં થતી બળતરાને રોકવામાં મદદ કરે છે.
2 કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદગાર

અત્યારની આપડી જીવનશૈલી અને ખાન-પાન કોલેસ્ટ્રોલને વધારી રહ્યું છે,જેનાથી હૃદયની સમસ્યાઓ શરુ થાય છે.આવા સમયમાં આ પીણું કોલેસ્ટ્રોલથી પીડિત લોકો માટે ફાયદાકારક છે.
3 ચરબી દૂર કરે છે

ત્રિફળા એક આયુર્વેદિક ઔષધિ છે,આનો ઉપયોગ ઘણી સમસ્યાઓને દૂર કરવા માટે થાય છે.ત્રિફળામાં એવા ગન જોવા મળે છે,જે આપણા પાચનતંત્રને તંદુરસ્ત રાખવાની સાથે આપણા વજનને પણ કાબુમાં રાખે છે.ત્રિફળા છાસનું પીણું પેટને ડીટોક્સ કરવા માટે પણ ફાયદાકારક છે.
1. કેટલાક સંશોધનથી બહાર આવ્યું છે કે ત્રિફળા પેટના અલ્સરને મટાડવામાં મદદ કરી શકે છે.

2. આપણા શરીરની ગંદકી દૂર કરવામાં ત્રિફળા ફાયદાકારક હોઈ શકે છે.તે કબજિયાત,એસિડિટી અને પેટની ઘણી સમસ્યાઓથી રાહત મેળવવા માટે ફાયદાકારક હોઈ શકે છે.
3. સંશોધનોમાં એવું પણ બહાર આવ્યું છે કે ત્રિફળા તાણ અને અસ્વસ્થતાને દૂર કરવામાં મદદ કરી શકે છે.
4. ત્રિફળાના નિયમિત સેવનથી દાંતમાં થતા સોજા,લોહી નીકળવાની સમસ્યા અને ફંગલ ઇન્ફેક્શનથી રાહત આપે છે.</p;> 5. બ્લડ સુગરને નિયંત્રણમાં રાખવા ત્રિફળાને ફાયદાકારક માનવામાં આવે છે.

6. ત્રિફળામાં મળતા એન્ટીઓકિસડન્ટો ઘણા રોગો મટાડવામાં ફાયદાકારક હોઈ શકે છે.
7. વાળ,ત્વચાની સમસ્યા જેમ કે ડાઘ,કરચલીઓ દૂર કરવામાં ત્રિફળાને ફાયદાકારક માનવામાં આવે છે.
ત્રિફળાનું સેવન કેવી રીતે કરવું ?

– સવારે ખાલી પેટ પર ત્રિફળા પાણી સાથે પી શકાય છે.
– ત્રિફળાને પાણીમાં પલાળો અને તેને આગ પર ઉકાળો,થોડા સમય પછી,તે પાણીને ગાળી લો અને તેને ઠંડુ કરો અને ત્યારબાદ ત્રિફળાવાળું પાણી પીવો.આ પાણી એક કપ કરતાં વધારે ન પીવો.
– હંમેશાં હવામાન પ્રમાણે ત્રિફળાનું સેવન કરવું જોઈએ.તમે ત્રિફલામાં ગોળ,સિંધવ મીઠું, સૂકું આદુ પાવડર,મધ નાખીને પણ પી શકો છો.

-રાત્રે,તમે સૂતા પહેલા પણ નવશેકા પાણી સાથે એક ચમચી ત્રિફળા પાવડર પી શકો છો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "જો તમે રોજ પીશો આ ડ્રિંક, તો પેટને લગતી અનેક તકલીફો માત્ર અઠવાડિયામાં થઇ જશે છૂ"
ટિપ્પણી પોસ્ટ કરો