શું ગુજરાતમાં ફરી લાગુ થશે લોકડાઉન ? ડેપ્યુટી સીએમ નીતિન પટેલે આપ્યો આ જવાબ

ગુજરાતમાં રોજ 1400 થી વધુ કેસ સામે આવી રહ્યા છે. રાજ્યમાં Corona વાયરસના કેસમાં સતત વધારો યથાવત રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં Corona વાયરસના સૌથી વધારે 1408 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1510 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 14 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3384 પર પહોંચી ગયો છે. તો હાલમાં 89 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે. તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 40 લાખ 48 હજાર 274 લોકોનાં ટેસ્ટ કરવામા આવ્યા છે. દિવસેને દિવસે સંક્રમણો આંક વધી રહ્યો છે. એવામાં લોકો કોઈ ટીખળીખોરે રાજ્યમાં લોકડાઉન ફરી લાગુ કરવામાં આવશે તેવી અફવા ફેલાવી દેતા તંત્રમાં દોડધામ મચી હતી.

લોકોમાં લોકડાઉનને લઈ ચર્ચા અને ચિંતા વધી

image source

સોશિયલ મીડિયા પર લોકડાઉનને લઈ ફેલાઈ રહેલી ખોટી માહિતી અંગે રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે. તમને જણાવી દઈએ કે છેલ્લા અમુક દિવસથી સોશિયલ મીડિયા પર એવી ખોટી માહિતી ફેલાઈ રહી છે કે કોરોના મહામારી બેકાબૂ થતા રાજ્ય સરકાર ફરી લોકડાઉનની જાહેરાત કરી શકે છે. જેના કારણે લોકોમાં લોકડાઉનને લઈ ચર્ચા અને ચિંતા વધી છે. મુદ્દો ગંભીર થતા હવે રાજ્ય સરકારે સ્પષ્ટતા કરવાની ફરજ પડી છે. માહિતી મુજબ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરતા કહ્યું કે રાજ્યમાં કોઈ પણ પ્રકારનું લોકડાઉન નહીં આવે.

image source

ગુજરાત સરકારે લોકડાઉનની ચર્ચા મુદ્દે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં ફરી લોકડાઉનની કોઈ શક્યતા નથી. ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે, ત્યારે રાજ્યમાં ફરી લોકડાઉનની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે આ અંગે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે આ મુદ્દે સ્પષ્ટતા કરી છે. અને કોઇએ લોકડાઉન અંગેની અફવાથી ભરમાવું નહીં તેમ જણાવ્યું. સાથે જ ગુજરાતમાં ધંધા રોજગારી સારી રીતે ચાલી રહ્યાં છે, ત્યારે લોકડાઉનની કોઇ શક્યતા નથી તેમ જણાવી નીતિન પટેલે લોકોને અફવા ન ફેલાવવા અપીલ કરી છે.

ગુજરાતમાં બધુ રાબેતા મુજબ ચાલુ રહેશે

image source

આ સિવાય તેમણે કહ્યું કે ગુજરાતમાં બધુ રાબેતા મુજબ ચાલુ રહેશે. નીતિન પટેલે જાહેરાત કરતા કહ્યું કે નાગરિકોએ કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી અને અપીલ કરતા કહ્યું કે સોશિયલ મીડિયાની વહેતી અફવાઓને સાચી ન માનવી. નીતિન પટેલે જણાવ્યું કે હાલ સોશિયલ મીડિયા પર લોકાડાઉનને લઈ ઘણી અફવાઓ ફેલાઈ રહી છે. તેથી લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. સરકાર દ્વારા હાલ ફરી લોકડાઉન અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. રાજ્યમાં કોઈ પણ પ્રકારનું લોકડાઉન હાલ નહીં લાગૂ થાય.

રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી

image source

સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી હતી કે, રાજ્યમાં આંશિક લોકડાઉન કે નિયંત્રણ લાગી શકે છે. રાજ્યમાં 24 નવેમ્બરથી 4 ઓક્ટોબર સુધી ગુજરાતમાં ફરીથી લોકડાઉન થઈ શકે છે. આ અંગે સરકાર નવું જાહેરનામું બહાર પાડી શકે છે એવાં મેસેજીસ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પરંતુ આ મુદ્દે રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે કે, રાજ્યમાં ફરીથી લોકડાઉનની કોઈ સંભાવના નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "શું ગુજરાતમાં ફરી લાગુ થશે લોકડાઉન ? ડેપ્યુટી સીએમ નીતિન પટેલે આપ્યો આ જવાબ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel