હું તો માસ્ક ના પહેરું, આ કોરોના-બોરોના કંઈ નથી’ આવું કહેનારાને બતાવો આ તસવીર, આ રીતે શરીરને કરે છે ખોખલું

આખા વિશ્વના લોકોને કોરોનાએ હેરાન પરેશાન કરી મૂક્યા છે. દેશની સ્થિતિ સાથે સાથે ગુજરાતની પરિસ્થિતિ પણ ગંભીર બનતી જઈ રહી છે. આજની જ વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1334 લોકો કોરોનાના ચપેટમાં આવી ગયા હતા. માટે કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. હાલમાં ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 114996એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 17 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3230એ પહોંચ્યો છે. ઘણા લોકોને એવો પ્રશ્ન હશે કે આખરે આ વાયરસ શરીરમાં કઈ રીતે નુકસાન પહોંચાડે છે. તો એના માટે એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં ઘણા પ્રશ્નનો જવાબ છૂપાયેલો છે.

image source

આ તસવીર જોઈને ભલભલા લોકો ડરી જાય એવું છે અને કોરોના લોકડાઉનનું સંપુર્ણ પણે પાલન કરતાં થઈ જાય એવું છે. વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસ ફેફસાના કોષોને કેટલી ગંભીર રીતે નુકશાન પહોંચાડે છે તેની તસ્વીર જાહેર કરી છે. આ તસ્વીરમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે વાયરસ ફેફસાના કોષોનો ભરડો લે છે. યુનિવર્સીટી ઓફ નોર્થ કેરોલિનાના ચિલ્ડરન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે સાર્સ Cov-2ની આ તસ્વીર લઇને સ્પષ્ટતાથી સમજાવ્યું છે કે શ્વસનતંત્રમાં આ વાયરસ કેવી રીતે અસર કરે છે. આ હાઈ પાવર્ડ માઈક્રોસ્કોપિક ઇમેજથી વાયરસના પાર્ટિકલ્સ કેવી રીતે શ્વસનતંત્રની સપાટી ઉપર બેસે છે અને કેવી રીતે ટીશ્યુઝને નુકશાન કરે છે.

image source

ફોટો જોયા બાદ લોકોના મનામાં પણ એવો સવાલ હશે કે આ તસવીર ડોક્ટરોએ કઈ રીતે લીધી હશે. તો આ ફોટો લેવા વૈજ્ઞાનિકોએ ફેફસાના કોષો કાઢીને તેને એક કસનળીમાં મુક્યા અને તેની અંદર કોરોનાના કણોને નાખ્યા. આટલું કર્યા બાદ તેને 96 કલાક સુધી રહેવા દીધા બાદ તેનું ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં સ્કેનિંગ કર્યું. વૈજ્ઞાનિકોએ નોંધ્યું કે આ વાયરસના ફેલાયા પછી ફેફસાના કોષોની સપાટી જેને Cilia કહે છે તેની ટોચ ઉપર મ્યુક્સ જામી ગયું હતું.

image source

વધારે વિસ્તૃતથી માહિતી આપતાં વૈજ્ઞાનિકો જણાવે છે કે આ મ્યુક્સ વાયરસને પોતાની અંદર ચોંટાડી દે છે જેથી વાયરસ ફેફસામાં વધુ ન ફેલાય. આ તસ્વીરના રિસર્ચના આધારે વૈજ્ઞાનિકો જાણી શક્યા છે કે કોરોના વાયરસની સંખ્યા સંક્રમિત દર્દીના શરીરમાં ખૂબ વધારે સંખ્યામાં હોય છે અને આ જ કારણ છે કે આ રોગ ખૂબ ચેપી છે. હવે લોકો આ તસવીર જોઈને ઘરની બહાર નીકળીને માસ્ક પહેરવાનું પણ નહીં ભૂલે એવી વાતો વહેતી થઈ રહી છે.

દુનિયાના તમામ લોકોના હાથમાં રસી આવતાં આવતાં 4-5 વર્ષ લાગી શકે

image source

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (સીઆઈઆઈ) ના સીઈઓ આદર પૂનાવાલાએ કહ્યું છે કે 2024 પહેલા કોવિડ -19 રસી વિશ્વના તમામ લોકોને ઉપલબ્ધ નહીં થાય. વિશ્વના દરેક વ્યક્તિને કોરોના રસી ઉપલબ્ધ કરવામાં ઓછામાં ઓછા 4-5 વર્ષનો સમય લાગશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "હું તો માસ્ક ના પહેરું, આ કોરોના-બોરોના કંઈ નથી’ આવું કહેનારાને બતાવો આ તસવીર, આ રીતે શરીરને કરે છે ખોખલું"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel