શું તમે જાણો છો ઠંડુ દૂધ પીવાથી સ્વાસ્થ્યને થતા આ અઢળક ફાયદાઓ વિશે?
જ્યારે પણ દૂધની વાત આવે ત્યારે હંમેશા ગરમ દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે.તે સાચું છે કે ગરમ દૂધ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે,પરંતુ આનો અર્થ એ નથી કે ઠંડા દૂધથી કોઈ ફાયદો થતો નથી.જો તમે ઠંડા દૂધનું સેવન કરો છો તો તમે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચાવી શકે છો.તો ચાલો જાણીએ ઠંડા દૂધ પીવાથી થતા કેટલાક સ્વાસ્થ્ય લાભ વિશે.
જાડાપણું વધશે નહીં
જાડાપણું હોવાથી શરીર ઘણા રોગનો શિકાર બને છે.આ માટે લોકો જાડાપણું દૂર કરવા માટે દવાઓ,પરેજી પાળવી અને અન્ય ઘણા ઉપાય અપનાવે છે.પરંતુ જો તમે ઠંડુ દૂધ પીતા હોવ તો તે તમારું વજન ઓછું કરવામાં પણ મદદ મળી શકે છે.ખરેખર,ઠંડુ દૂધ પીધા પછી,શરીરને સામાન્ય તાપમાનમાં લાવવા માટે પહેલા તેને કેલરી બર્ન કરવી પડે છે.આ પછી,તેને ડાયજેસ્ટ કરવા માટે કેલરીનો ઉપયોગ પણ થાય છે.આમ,વધારાની કેલરી બર્ન કરવા માટે ઠંડુ દૂધ પીવું એ સારો ઉપાય હોઈ શકે છે.
ઉનાળામાં વધુ ફાયદાકારક
ઠંડા દૂધનો વાસ્તવિક લાભ વધુ પડતો ઉનાળામાં જ મળે છે.આનાથી શરીરને ઠંડક મળે છે,સાથે જ ઠંડુ દૂધ શરીરને હાઇડ્રેટ રાખવામાં પણ મદદ કરે છે.તેમાં હાજર ઇલેક્ટ્રોલાઇટ્સ શરીરને ડિહાઇડ્રેશનથી રોકે છે.પરંતુ જો તમારી તાસીર ઠંડી છે,તો ઠંડુ દૂધ પીવાનું ટાળો.આ સિવાય રાતના બદલે સવારે તેનું સેવન કરો,તમને ઘણો ફાયદો થશે.
એસિડિટી દૂર થશે
કોઈપણ ઋતુમાં એસિડિટીની સમસ્યાનો વારંવાર સામનો કરવો પડે છે.ઘણી વખત મોડા જમવાથી અથવા તો વધુ જમવાથી એસીડીટીની સમસ્યા થઈ શકે છે.આ સ્થિતિમાં,ઠંડુ દૂધ પીવાથી તમને તાત્કાલિક રાહત મળશે. આ સિવાય ઠંડા દૂધનું નિયમિત સેવન કરવાથી ગેસ અને પેટના દુખાવાની સમસ્યા દૂર થાય છે.
તરત ઉર્જા મળે છે
તાપમાન વધતાની સાથે જ વ્યક્તિ અંદરથી થાક અનુભવે છે.કેટલાક લોકો થોડુંક કામ કર્યા પછી પણ કંટાળી જાય છે.આવા લોકો માટે,ઠંડુ દૂધ એ રામબાણ ઈલાજ છે.શરીરને જરૂરી પોષક તત્વો પૂરા પાડવા સાથે,શરીરમાં ઉર્જા પણ પૂરી પાડે છે.જેથી વ્યક્તિ પોતાને પહેલા કરતાં વધારે સક્રિય અનુભવે છે.
ભૂખને કાબૂમાં રાખે છે
જે લોકોને વારંવાર ભૂખ લાગ્યા કરે છે અને જેમનું મન હંમેશા કંઇક ખાવાની ઇચ્છા રાખે છે,તેમના માટે ઠંડુ દૂધ ખૂબ ફાયદાકારક છે.આવા લોકોએ ઠંડુ દૂધ પીવાથી પેટ તો ભરાય જ છે,પરંતુ વારંવાર ભૂખ લાગવાની સમસ્યાથી પણ રાહત મળે છે.
પાણીની ખોટ દૂર થાય છે
ઠંડુ દૂધ પીવાથી શરીરમાં નબળાઈ નથી આવતી અને ઠંડુ દૂધ શરીરમાં પાણીની ખોટને પણ દૂર કરે છે,પણ તે વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે ઠંડુ દૂધ સવારના સમયે પીશો તો તે વધુ અસર કરશે.
શરીરને હાઈડ્રેડ રાખે છે
ઠંડા દૂધમાં ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે જે શરીરને ડિહાઇડ્રેશનથી રોકે છે.જો તમે એક દિવસમાં બે ગ્લાસ ઠંડુ દૂધ પીતા હોવ તો તમારું શરીર હંમેશા હાઇડ્રેટેડ રહેશે.સવારનો સમય દૂધ પીવાનો શ્રેષ્ઠ સમય છે.
પાચન સરળતાથી થાય છે
ઠંડા દૂધમાં ગેસને દૂર કરવાના ગુણધર્મો છે,જે ખોરાકને પચાવવા માટે ફાયદાકારક છે.તે આરામથી ચરબી,ઘી અથવા તેલ પચાવી શકે છે.જો ઠંડા દૂધમાં મીઠું અથવા મરી મિક્સ કરીને પીશો તો તે વધુ અસરકારક છે.
વર્કઆઉટ પછીનું પીણું
જીમમાં ભારે વર્કઆઉટ પછી,જો તમારે એનર્જીથી ભરપૂર પીણું પીવું હોય,તો તમે ઠંડુ દૂધ પી શકો છો.ઠંડુ દૂધ પીવાથી સ્નાયુઓ મજબૂત થાય છે.જેથી શરીરમાં પ્રોટીન અને ઉર્જા મળે છે.
ત્વચા માટે પણ ફાયદાકારક
ઠંડુ દૂધ પીવાથી શરીરમાં તો ફાયદો થાય જ છે,પણ તમને તે જાણીને આશ્ચ્ર્ય થશે કે ઠંડુ દૂધ ચેહરા પર લગાવવાથી ચેહરા પર થતા ખીલ અને કળચલીઓં પણ દૂર થાય છે.ઠંડુ દૂધ ચેહરાનો ગ્લો વધારે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "શું તમે જાણો છો ઠંડુ દૂધ પીવાથી સ્વાસ્થ્યને થતા આ અઢળક ફાયદાઓ વિશે?"
ટિપ્પણી પોસ્ટ કરો