ગુજરાતના આ શહેરમાં જતા લોકો સાવધાન, આટલા દિવસ રહેવુ પડશે હોમ ક્વોરેન્ટાઈન
અમદાવાદ બાદ હવે સુરતમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે. સુરતમાં હાલ છેલ્લા ઘણા દિવસથી ફરી કોરોના બેકાબુ જોવા મળી રહ્યો છે. શહેરમાં સતત પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે તંત્ર દ્વારા બહારથી શહેરમાં આવતા લોકો માટે એક નિયમ બનવ્યો છે. સુરતમાં બહારથી આવતા લોકોને 7 દિવસ હોમ ક્વોરોન્ટાઇન રહેવું પડશે. જે લોકો બહારથી આવશે તેઓના ઘરની બહાર પીળા સ્ટીકર લગાવામાં આવશે. બહાર ગામના લોકોએ 7 દિવસ ક્વોરન્ટાઇન રહેવું પડશે.
લિંબાયત અને કતારગામમાં કેસોની સંખ્યા વધી
સુરત શહેરમાં હાલ લિંબાયત અને કતારગામ ઝોનમાં કોરોનાના કેસોની સંખ્યા સતત વધી રહી છે. આ બંને ઝોનમાં બહારના રાજ્યમાંથી વધુ લોકો અહીં આવી રહ્યાં છે. જેને લઇને કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જેને લઈને તંત્રએ સાવચેતીના ભાગ રૂપે આ નિર્ણય લીધો છે.
સુરતમાં પોઝિટિવની સંખ્યા વધીને 28,560 થઈ
કોરોના સંક્રમણે સુરતમાં ફરી માથુ ઉંચક્યું હોય તેમ કેસની સંખ્યા વધી રહી છે. પાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર પોઝિટિવનો આંકડો વધીને 28,560 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુઆંક વધીને 919 પર પહોંચ્યો છે. રિક્વરી રેટ 90 ટકા આસપાસ રહેતા ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા વધીને 25,135 પર પહોંચી છે. શહેર અને જિલ્લામાં હાલ 2506 કેસ એક્ટિવ છે.
રત્નકલાકારોના ટેસ્ટિંગ વધારાશે
સુરત જિલ્લામાં રોજના 250થી વધુ કેસ સપ્તાહ દરમિયાન નોંધાયા છે,જેથી રત્નકલાકારોના ટેસ્ટ વધારવા માટે પાલિકાએ નિર્ણય કર્યો છે. સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ નાનુ વેકરિયા જણાવ્યું કે પાલિકા સાથે મિટીંગ મળી હતી. જેમાં રત્નકલાકારોના વધુને વધુ ટેસ્ટ માટે સૂચના અપાઇ છે. રત્નકલાકારો અને ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોના ટેસ્ટીંગ રૂ.100ના દરે કરવામાં આવે તેવી રજૂઆત કરી છે.
પાલિકા રત્નકલાકારોને રેપિડ ટેસ્ટિંગ કિટ ફ્રીમાં આપશે
હવે રત્નકલાકારો પોતાનો રેપિડ ટેસ્ટ ખાનગી લેબોરેટરીમાં પણ કરાવી શકાશે, જેની ટેસ્ટિંગ કિટ પાલિકા ફ્રી આપશે. લેબોરેટરીનો મિનિમમ ટેસ્ટિંગ ચાર્જ ટોકનરૂપે કરાશે, જે ટેસ્ટિંગ કરાવનારે આપવાનો રહેશે, પરંતુ તે ચાર્જ જે તે ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝે ભોગવવાનો રહે છે. આ અંગેની નિતી પાલિકાએ તૈયાર કરી છે. જ્યારે કંપની પોતાની પ્રિમાયસીસમાં પાલિકાની ટીમ બોલાવીને પોતાના કર્મચારી-કારીગરોના ટેસ્ટ કરાવશે. તો તેણે વ્યક્તિ દીઠ 500 રૂપિયા ચૂકવવાના રહેશે.
રજીસ્ટ્રેશન કરવાનું રહેશે
લેબોરેટરી-ટેક્નિશિયન દ્વારા રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. તેની સાથે ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝે ટાયઅપ કરવાનું રહેશે. જોકે, લેબોરેટરીવાળા તેમનો પ્રોસેસીંગ ચાર્જ ઘટાડે છે કે કેમ તે પ્રશ્ર ઉદ્ધભવ્યો છે. રત્નકલાકારોના કિટનો ખર્ચો પાલિકા ભોગવશે ડાયમંડ યુનિટો કોઈ ખાનગી લેબમાં ટેસ્ટ કરાવે તેને સર્વિસ ચાર્જ આપવાનો આવે છે તે ડાયમંડ ઈન્ડસ્ટ્રીવાળાએ ચૂકવવાનો રહેશે. લેબવાળાએ ઓનલાઈન નોંધણી કરવાની રહેશે અને જે તે ઈન્ડસ્ટ્રી, યુનિટોએ તેની સાથે ટાયઅપ કરવાનું રહેશે. આ અંગે ગત બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે.
12 દર્દી વેન્ટિલેટર પર
સિવિલ હોસ્પિટલમાં 114 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 79 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 6 વેન્ટિલેટર, 16 બાઈપેપ અને 57 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 40 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 39 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 6 વેન્ટિલેટર, 15 બાઈપેપ અને 18 દર્દીઓ ઓક્સિજન પર છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "ગુજરાતના આ શહેરમાં જતા લોકો સાવધાન, આટલા દિવસ રહેવુ પડશે હોમ ક્વોરેન્ટાઈન"
ટિપ્પણી પોસ્ટ કરો