યે રિશ્તા..ની અક્ષરાની આ તસવીરો જોઇને ભલભલા લોકો થઇ ગયા છે ફિદા, જેમાં બોયફ્રેન્ડે તો કરી દીધી એવી કોમેન્ટસ કે….
સામે આવ્યા હિના ખાનના બ્રાઈડલ લુકની ખુબસુરત ફોટોસ, બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ પણ કમેન્ટ કરવાથી પાછળ રહ્યા નહી.
ટીવી જગતમાં સૌથી વધારે ચર્ચામાં રહેનાર અભિનેત્રી હિના ખાન આમ તો દરેક લુકમાં સુંદર લાગે છે. પરંતુ હિના ખાનને જોઈને આ સમયે સૌથી વધારે હલચલ મચી ગઈ છે જયારે હિના ખાનને દુલ્હનના પહેરવેશમાં સામે આવી.

ટીવીની ગલીઓમાં આવી ઘણી ઓછી અભિનેત્રીઓ છે જેઓ પોતાના શાનદાર અભિનય સિવાય પોતાની કમાલની ફેશનસેંસને લઈને પણ જાણવામાં આવે છે. એટલું જ નહી ક્યારેક ક્યારેક આ અભિનેત્રીઓની ફેશન સ્ટાઈલ એટલી ગજબની હોય છે કે, માનો તેમના ફેંસ સુધી તેમને ફોલો કરવાથી અચકાતા નથી. આવું જ કઈક ટીવી શો ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ની અભિનેત્રી હિના ખાનની સાથે પણ છે. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે, હિના ખાન જે કઈપણ કરે છે કે પછી પહેરે છે, તેની ખબરોને ચર્ચામાં આવતા વાર નથી લાગતી. આવું જ અમને એકવાર ફરીથી જોવા મળ્યું છે, જયારે હિના ખાનને દુલ્હનના પહેરવેશમાં જોઈને ફેંસ તો શું હિના ખાનના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ પણ પોતાની સુધબુધ ખોઈ બેસે છે.
ફરીથી ‘દુલ્હન’ બની હિના ખાન:

ખરેખરમાં, અભિનેત્રી હિના ખાનને તાજેતરમાં જ ટીવી અભિનેતા ધીરજ કપૂરની સાથે મ્યુઝિક વિડીયોમાં કાસ્ટ કરવામાં આવી હતી, જેના માટે હિના ખાનએ ક્રિશ્ચિયન બ્રાઈડલ લુકને અપનાવ્યો હતો. ઓફ શોલ્ડર વાઈટ બ્રાઈડલ ગાઉનમાં હિના ખાનની સુંદરતા જોતા જ દંગ રહી જઈએ તેમ છે. આપને જણાવીએ કે, આની પહેલા હિના ખાનને પારંપારિક ભારતીય દુલ્હનના પહેરવેશમાં જોવા મળી હતી, જેના માટે હિના ખાનએ રાણી કલરના ગોલ્ડન ગોટા પટ્ટી વાળો લહેંગો પહેર્યો હતો. આવામાં આ પહેલીવાર છે જયારે હિના ખાન ક્રિશ્ચિયન બ્રાઇડની જેમ તૈયાર થઈ છે.
ખુબસુરત હતા આઉટફિટ:

આ વાત આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે ફેશન ફોલોઅપ રૂટીનને હિના ખાન એવી રીતે ફોલો કરે છે. ભલે તે કેજ્યુઅલ આઉટફિટ હોય કે પછી રેડ કાર્પેટ પર પોતાની શાનદાર હાજરીની નોંધ કરાવી રહી હોય, હિના ખાનનો લુક દરેક વખતે સૌથી અલગ હોય છે. આવું જ કઈક આ મ્યુઝિક વિડીયોમાં પણ જોવા મળ્યું છે. જયારે ટીવીની ‘સંસ્કારી વહુ’ને કૈથોલિક બ્રાઇડ બનવામાં કોઈ કસર બાકી રાખી નથી. અભિનેત્રી હિના ખાનના ઓવરઓલ લુકની વાત કરીએ તો આ ઓફ શોલ્ડર વાઈટ વેડિંગ ગાઉનમાં નેકલાઈન પર પર્લ વર્ક કરવામાં આવ્યું હતું, જેની સાથે લેસ ફેબ્રિકના કશિદાકારી ગ્લવ્ઝ સામેલ હતા.
ઘૂંઘટની સાથે કરવામાં આવ્યો હતો ડીઝાઈન:

અભિનેત્રી હિના ખાનના આ વેડિંગ ગાઉનને સિમ્પલ પણ એલીગન્ટ ટચ આપવા માટે ડિઝાઈનરએ કોઈ કસર રાખી હતી નહી. હિના ખાનના ગાઉનને જ્યાં બસ્ટીયર સુધી કશિદાકારી એમ્બ્રોડરીમાં ડીઝાઈન કરવામાં આવ્યું હતું તો ત્યાં જ હેમલાઈનની સાઈડ આ ગાઉન એકદમ પ્લેન હતું. એટલું જ નહી આ ખુબસુરત ગાઉનમાં બ્રાઈડલ ઘૂંઘટ પણ સામેલ હતો, જે શાંટેલ લેસથી ઈન્સ્પાયર્ડ હતા.
મેકઅપ પણ હતો બરાબર:

ક્રિશ્ચિયન બ્રાઈડલ લુકને પરફેક્ટ બનાવવા માટે અભિનેત્રી હિના ખાનના સ્ટાઈલીસ્ટ દ્વારા પણ કોઇ કસર છોડવામાં આવી નથી. હિના ખાનને પરફેક્ટ બ્રાઇડ ટચ આપવા માટે સયાલી વિદ્યાએ સોફ્ટ મેકઅપની સાથે કર્લી હેયર્સ, વર્મિલિયન લિપ કલર અને વાઈટ બ્રાઈડલ એક્સેસરીઝની મદદથી હિના ખાનના લુકને ડ્રેસઅપ કરવામાં આવ્યો હતો. જો કે, હિના ખાનની આઈઝને જરૂરી કાજલ અને આઈલાઈનરથી હાઈલાઈટ કરવામાં આવી હતી.
આવું હતું હિના ખાનનું પહેલું રીએક્શન:

ગીતમાં બ્રાઈડલ ગાઉન પહેરવા વિષે વાત કરતા અભિનેત્રી હિના ખાનએ એક લીડિંગ વેબસાઈટ સાથે વાત કરતા જણાવ્યું છે કે, ‘જયારે મને ખબર પડી કે, હું ગીતમાં ક્રિશ્ચિયન દુલ્હનના કપડા પહેરીશ, તો હું ખુબ જ ઉત્સાહિત હતી. આ એક એવી વસ્તુ છે જેને મેં પહેલા ક્યારેય પણ પહેર્યું છે નહી. લોકડાઉનમાં આમ તો મેં ઘણા બધા સફેદ કપડા પર પોતાનો હાથ અજમાવ્યો છે પરંતુ આ બ્રાઈડલ ગાઉનને પહેરવાનો પોતાનો જ એક ખાસ અનુભવ છે. એક બ્રાઈડના રૂપમાં તૈયાર થવા માટે હું વધારે રાહ જોઈ શકતી હતી નહી.
રોકી જયસ્વાલના થયા આ હાલ:

અભિનેત્રી હિના ખાન અને તેમના બોયફ્રેંડ રોકી જયસ્વાલની કેમેસ્ટ્રીને આપણે બધા સારી રીતે જાણીએ છીએ. આવામાં જયારે હિના ખાનની કૈથોલિક બ્રાઈડના રૂપમાં કેટલાક ફોટોસ સામે આવ્યા છે તો રોકી જયસ્વાલ પણ પોતાની પ્રતિક્રિયા આપવામાં પાછા રહ્યા નહી. રોકી જયસ્વાલએ હિના ખાનના ફોટોસ પર ક્યુટ કમેન્ટ કરતા લખ્યું છે કે, ‘હમકો તુમ મિલ ગયે.’
Source: navbharattimes
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "યે રિશ્તા..ની અક્ષરાની આ તસવીરો જોઇને ભલભલા લોકો થઇ ગયા છે ફિદા, જેમાં બોયફ્રેન્ડે તો કરી દીધી એવી કોમેન્ટસ કે…."
ટિપ્પણી પોસ્ટ કરો