મોદી સરકારનો નવો નિયમ: ગાડી જૂની થઇ જશે તો ભંગારમાં મોકલી દેવામાં આવશે..

ઘણા લોકો પાસે જૂની ગાડી કે કાર પડી હોય છે. જેને ચલાવવામાં ઘણી તકલીફ પણ થાય છે. પરંતુ હવે જૂની ગાડી માંથી તમે જલ્દી જ છુટકારો મેળવી શકશો. કારણકે જો તમારી ગાડી જૂની થઇ ગઇ છે તો તેને ભંગારમાં મોકલી દેવામાં આવશે, જેના માટે કેન્દ્ર સરકાર જલદી એક નીતિ લઇને આવી રહી છે. ઘણા લોકો પાસે ખરાબ અને જૂની ગાડી પડી હોય છે તેને કોઈ ખરીદતું પણ હોતું નથી, હવે તેને પણ ભંગારમાં મોકલી દેવામાં આવશે.

image source

અમે તમને જણાવી દઇએ કે લાંબા સમયથી આ નીતિની વાત થઇ રહી છે. જોકે, હવે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ કે આ નીતિ જલદી લાગૂ થશે. પ્રકાશ જાવડેકરે પણ જણાવ્યું કે વાહનોના ભંગારની નીતિનો પ્રસ્તાવ તૈયાર થઇ ચુક્યો છે અને દરેક સંબંધિત પક્ષોએ તેની પર સલાહ આપી દીધી છે. તો અમે તમને જણાવી દઈએ કે સરકારે શું નિર્ણય કર્યો છે એના વિશે..

image source

કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ ઘણા સમય પહેલા પણ કહ્યું હતું કે સરકાર જૂના વાહનોના ભંગારની નીતિ લાવવા માટે તૈયાર છે. તે હેઠળ બંદરગાહોને પાસે રીસાઇકલિંગ કેન્દ્ર બનાવી શકાય છે. ગડકરીએ કહ્યું હતું કે જૂની કારો, ટ્રકો અને બસોનો ભંગારમાં બદલવામાં આવશે.

image source

અમે તમને એ પણ જણાવી દઈએ કે નીતિન ગડકરી આગળ કહ્યું કે સરકારે દેશના પોર્ટની ઉંડાઇને 18 મીટર વધારવાનો નિર્ણય કર્યો છે. તેની સાથે જ વાહનોને ભંગાર બનાવનારા રીસાઇકલિંગ પ્લાન્ટ પોર્ટ પાસે લગાવી શકે છે. તેનાથી પ્રાપ્ત થતી ઓટોમોબાઇલ ઉદ્યોગ માટે ઉપયોગી હશે. કારણકે તે કાર, બસ અને ટ્રકોની ઉત્પાદનની સરેરાશ ઓછી કરશે, જેનાથી આંતરરાષ્ટ્રીય બજારોમાં ભારતની પ્રતિસ્પર્ધા વધી જશે.

image source

નીતિન ગડકરી આગળ એ પણ કહ્યું છે કે પાંચ વર્ષની અંદર, ભારત દરેક કાર બસ અને ટ્રકના નંબર એક ઉત્પાદન નું કેન્દ્ર હશે. જેમા દરેક ઇંધણ, ઇથેનોલ, મિથેનોલ, બાયો-સએનજી, એલએનજી, ઇલેકટ્રિકની સાથે-સાથે હાઇડ્રોજન ઇંધણ સેલ પણ હશે. આ રીતે જૂની ગાડી ને ભંગારમાં મોકલીને રિસાઈકલિંગ કરી શકાશે. જેનો અમલ જલ્દી જ લાગુ પડશે.

લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી

આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી

Related Posts

0 Response to "મોદી સરકારનો નવો નિયમ: ગાડી જૂની થઇ જશે તો ભંગારમાં મોકલી દેવામાં આવશે.."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel