લોકજાગૃતિ માટે શરૂ થયેલી કોલર ટ્યુન હવે બની સમસ્યા
ભારતમાં પણ જ્યારથી કોરોના ના કેસ નોંધાવાની શરૂઆત થઈ છે ત્યારથી લોકો નું જીવન બદલાઈ ગયું છે સરકારે કડક લોકડાઉન બાદ અનલોક ની પ્રક્રિયા શરૂ કરી પરંતુ લોકોના જીવન પર આ સમય દરમિયાન મોટી અસર થઈ છે. આવી જ અસર માંથી એક છે કોરોનાની કોલર ટ્યુન..
માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં જ્યારે પણ તમે કોઈને પણ કોલ કરો ત્યારે સૌથી પહેલા સાંભળવી પડે કોરોનાની કોલર ટ્યુન. જોકે હવે આ કોલર ટ્યુન થી લોકો કંટાળી ગયા છે. લોકજાગૃતિ માટે સરકારે આ અભિયાન શરૂ કર્યું હતું પરંતુ હવે લોકો તેનાથી છુટકારો મેળવવા માંગે છે.
જ્યારે અચાનક જ ફોનમાં કોરોના ની કોલર ટ્યુન શરૂ થઈ ગઈ ત્યારે લોકોએ ગૂગલ પર રિસર્ચ કર્યું કે આ કોલર ટ્યુન કેવી રીતે બંધ કરવી. સોશિયલ મીડિયા પર અનેક પોસ્ટ પણ વાયરલ થઇ જેમાં કહેવામાં આવતું કે 1 દબાવવાથી કોલર ટ્યુન બંધ થઈ જાય છે. પરંતુ આવું થયું નહીં. આ વાતને હવે છ મહિના પુરા થયા છતાં હજી પણ લોકો ગૂગલમાં પર સર્ચ કરી રહ્યા છે કે કોરોનાની કોલર ટ્યુન કેવી રીતે બંધ કરી શકાય.
ઓગસ્ટ મહિનાના જ ગૂગલ સર્ચ ટ્રેન્ડની વાત કરીએ તો આ રિપોર્ટમાં સામે આવ્યું કે ઓગસ્ટ મહિનામાં ગૂગલ પર સર્ચ થયેલા ટોપ 5 પ્રશ્નોમાંથી એક છે કે કોલર ટ્યુનને બંધ કેવી રીતે કરવી.. ખાસ કરીને જીયો નેટવર્ક પર મોટાભાગના લોકોએ સર્ચ કર્યું હતું કે કોલર ટ્યુન એ બંધ કેવી રીતે કરી શકાય.
ઓગસ્ટ મહિનાની અન્ય સર્ચ વિશે વાત કરીએ તો આ મહિનામાં ભારતના લોકોએ પાકિસ્તાન vs ઇંગ્લેન્ડ સૌથી વધુ સર્ચ કર્યું. ત્યાર બાદ પ્રણવ મુખર્જી બીજા ક્રમે રહ્યા ત્યાર પછી ગૃહમંત્રી અમિત શાહને લગતી સૌથી વધુ સર્ચ થઈ. જ્યારે કોરોનાની વેક્સિન ની સર્ચમાં પણ જબરો વધારો જોવા મળ્યો જેમાં સૌથી વધુ સ્પૂતનિક વેક્સિન વિશે સર્ચ થઈ હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "લોકજાગૃતિ માટે શરૂ થયેલી કોલર ટ્યુન હવે બની સમસ્યા"
ટિપ્પણી પોસ્ટ કરો