ગર્ભાશયમાં ગાંઠ હોય તો સ્ત્રી નથી બની શકતી માતા, જાણી લો આજે જ એના લક્ષણો અને સારવાર વિશેમહિલાઓના ગર્ભાશયમાં ગાંઠ હોય તો નથી બની શકાતુ માતા, જાણો તેના લક્ષણો અને ઈલાજ વિશે
ગર્ભાશયમાં ફાઈબ્રોઈડનાં કેસ પ્રતિવર્ષ લગભગ દસ લાખ જેટલા નોંધવામાં આવે છે. પુખ્ત ઉંમરની સ્ત્રીઓમાં માસિકસ્ત્રાવ આવવાની શરૂઆત થયા પછીની ૧૯ થી ૬૦ વર્ષની ઉંમરની સ્ત્રીઓને યુટરાઈન ફાઈબ્રોઈડ થતાં જોવા મળે છે. એક તારણ મુજબ બાળકને જન્મ આપવાની ક્ષમતા ધરાવતી ૨૦ થી ૫૦ પ્રતિશત મહિલાઓમાં ગર્ભાશયનાં ફાઈબ્રોઈડનો રોગ થતો જોવા મળે છે.
બીજા એક તારણનાં જણાવ્યાનુસાર ૩૦ થી ૭૭ ટકા સ્ત્રીઓ બાળકને જન્મ આપવાની ક્ષમતા ધરાવતી હોય તેવી ઉંમર દરમ્યાન યુટરાઈન ફાઈબ્રોઈડથી પીડાતી હોય છે. પરંતુ આમાંની માત્ર ત્રીજા ભાગની સ્ત્રીઓમાં જ ફાઈબ્રોઈડ હોવા વિશે પ્રાથમિક પરીક્ષણ દરમ્યાન જાણી શકાય છે. કેમકે ફાઈબ્રોઈડની સાઈઝ એટલી મોટી નથી હોતી કે તે ચેક-અપ દરમ્યાન ખ્યાલ આવે. મોટા કદના ન હોવાથી ફાઈબ્રોઈડ ગર્ભધારણમાં પણ નડતાં ન હોવાથી તે વિશે જાણ થતી હોતી નથી. જો કોઈ કારણસર અલ્ટ્રાસાઉન્ડ-સોનોગ્રાફી કરાવવામાં આવે ત્યારે જ ફાઈબ્રોઈડ વિશે જાણી શકાતું હોય છે.
પરીક્ષણ દરમ્યાન ગર્ભાશયમાં ફાઈબ્રોઈડ હોવા વિશે માહિતી મળતાં સ્ત્રીઓ તે અંગે મુંઝવણ અનુભવે તે પણ સ્વાભાવિક છે. ગર્ભાશયમાં ગાંઠ છે તેમ જાણ્યા બાદ સહુ પ્રથમ શંકા કેન્સર હોવા વિશેની અનુભવાય છે. નાના વટાણાનાં કદથી લઈને સોફ્ટ બોલનાં કદ ધરાવતા ફાઈબ્રોઈડ યુટરસમાં થતાં જોવા મળતા હોવા છતાંપણ, ૯૯% તેઓ benign-નોન કેન્સરસ હોય છે. તેને કારણે યુટરસમાં કેન્સર થવાના ચાન્સ હોય તેવું હોતું નથી. પરંતુ ગાંઠ વિશે જાણવા માત્રથી મનમાં ગભરાટ, શંકા-કુશંકા અને બને તેટલી જલ્દી તેનો નિકાલ-ઉપચાર કરાવવા આતુરતા સેવાતી હોય છે. ઓપરેશનથી ગાંઠ કે યુટરસ કઢાવવા ન માંગતા હોય તેઓ આયુર્વેદીય ચિકિત્સાથી યુટરાઈન ફાઈબ્રોઈડ મટે કે કેમ ? તેવા પ્રશ્ન અને સારવારની અપેક્ષાથી આવતા હોય છે. ગર્ભાશયમાં ગાંઠ મહિલાઓ માટે બહુ જ ખરાબ રોગ છે કારણ કે તેના કારણે મહિલાઓમાં માં બનવાની ક્ષમતા પર ખરાબ અસર થાય છે અને ઘણાં કેસમાં તો મહિલાઓ ક્યારેય ગર્ભ ધારણ કરી શકતી નથી. ગર્ભાશયમાં થતી ગાંઠ જેને ફાઈબ્રોઈડ પણ કહે છે. મહિલાઓમાં આ એક સામાન્ય સમસ્યા માનવામાં આવે છે. જેમાં મહિલાના ગર્ભાશયમાં કોઈ માંસપેશીમાં અસામાન્ય રૂપથી વધુ વિકસિત થઈ જાય છે અને ધીરે-ધીરે ગાંઠનું સ્વરૂપ લઈ લે છે. આ એક પ્રકારનો ટ્યૂમર છે. મહિલાના ગર્ભાશયમાં થતી આ ગાંઠ વટાણાના આકારથી લઈને ક્રિકેટના બોલ જેટલી મોટી હોઈ શકે છે. ચાલો જાણીએ આ સમસ્યાના લક્ષણ અને બચવાના ઉપાય.
ગર્ભાશયમાં ગાંઠ થવાના લક્ષણો
માસિક દરમ્યાન સામાન્યથી વધુ બ્લીડિંગ
જાતીય સંબંધ વખતે તેજ દર્દ
જાતીય સંબંધી વખતે યોનિમાંથી લોહી નીકળવું
માસિક બાદ પણ બ્લીડિંગ થવું
કઈ રીતે ફાઈબ્રોઈડ (ગાંઠ)ને કારણે આવી શકે છે ઈન્ફર્ટિલિટી
ગર્ભાશયમાં બનતી ગાંઠને કારણે એગ્સ અને સ્પર્મ મળી શકતા નથી, જેના કારણે ઈન્ફર્ટિલિટીની સમસ્યા થાય છે. આનુવંશિક, સ્થૂળતા, શરીરમાં એસ્ટ્રોજન હોર્મોનની માત્રા વધવા પર અને લાંબા સમય સુધી બાળક ન લાવવાને કારણે આવું થઈ શકે છે. જે મહિલાઓના લગ્ન ૩૫-૪૦ની ઉંમર બાદ થાય છે તેમને આ સમસ્યાઓ થવાનો ખતરો વધુ હોય છે.
શું છે ઈલાજ
ફાઈબ્રોઈડના ઈલાજ માટે પહેલાં સર્જરી કરવામાં આવતી હતી, જેનો ઘા રૂઝાવામાં પણ સમય લાગતો હતો પણ હવે દૂરબીનથી તેનો ઉપચાર કરવામાં સ્કિન પર કોઈ ડાઘ પણ રહેતા નથી. લેપ્રોસ્કોપી ટ્રીટમેન્ટથી ફાઈબ્રોઈડની સર્જરી માટે વરદાન છે. જોકે ફાઈબ્રોઈડની ગાંઠ કેન્સેરિયસ નથી હોતી જેથી તેનો સરળતાથી ઉપચાર સંભવ છે.
તમને ફાઈબ્રોઈડ હોય તો આ વાતોનું ધ્યાન રાખો
પરિવારમાં કોઈને પણ પહેલાં ફાઈબ્રોઈડની સમસ્યા રહી હોય તો દર 6 મહિનામાં એકવાર પેલ્વિક અલ્ટ્રાસાઉન્ડ જરૂર કરાવો. જેનાથી શરૂઆતમાં જ તેના વિશે જાણી શકાય. તેનાથી બચવા માટે હેલ્ધી ડાયટ અને એક્સરસાઈઝનું રૂટીન ફોલો કરવું જરૂરી છે.
ફાઈબ્રોઈડને કારણે થતી તકલીફ
– માસિકસ્ત્રાવ વધુ માત્રામાં વધુ દિવસો સુધી આવવો.
– બે માસિક વચ્ચેના ગાળામાં રક્તસ્ત્રાવ
– પેઢુમાં દુખાવો
– વારંવાર પેશાબ કરવા જવું પડે
– પેટમાં ભાર અનુભવાવો
જયારે ફાઈબ્રોઈડ એવા સ્થાને હોય જેથી ગર્ભાશયમાં ગર્ભનું સ્થાપન અને વિકાસમાં અડચણ થતી હોય ત્યારે ફાઈબ્રોઈડ વ્યંધ્યત્વનું કારણ બનતા હોય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "ગર્ભાશયમાં ગાંઠ હોય તો સ્ત્રી નથી બની શકતી માતા, જાણી લો આજે જ એના લક્ષણો અને સારવાર વિશેમહિલાઓના ગર્ભાશયમાં ગાંઠ હોય તો નથી બની શકાતુ માતા, જાણો તેના લક્ષણો અને ઈલાજ વિશે"
ટિપ્પણી પોસ્ટ કરો