બળી ગયેલી ઈમારતમાંથી જીવતું નિકળ્યું પપી, તસવીરો સોશિયલ મીડિયામાં થઈ વાયરલ

અમેરિકાના કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગ દિવસેને દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. મોટા પાયે શરૂ કરવામાં આવેલા અભિયાન બાદ પણ આગ કાબુમાં આવી શકી નથી. અમેરિકાના કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગના કારણે ભારે વિનાશ સર્જાયો છે. આગને કારણે કરોડો રૂપિયાનું નુકશાન થયું છે. તો બીજી તરફ ઘણી મિલકતો અને પ્રાણીઓ સળગીને રાખ થઈ ગયા છે. આ આગના તાંડવ વચ્ચે એક રસપ્રદ ઘટાના સામે આવી છે જે કોઈ ચમત્કારથી કમ નથી. પ્રચંડ આગની વચ્ચે ક્વિક રિસ્પોન્સ ટીમ દ્વારા આ અઠવાડિયાની શરૂઆતમાં, એક ગલુડિયાને બળી ગયેલી ઇમારતમાંથી બચાવી લેવામાં આવ્યું હતું.

બચાવ મિશનની તસવીરો પોસ્ટ કરી

image source

બટ્ટે કાઉન્ટી શેરિફની ઓફિસે આ બચાવ મિશનની તસવીરો પોસ્ટ કરી છે અને સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં માહિતી શેર કરવામાં આવી છે. આગને કારણે નુકસાન થયેલી સંપત્તિઓની તલાશી લેતા સમયે BCSO અધિકારીઓની ટીમે બેરી ક્રિકના કાટમાળ વચ્ચે એક ગલુડિયાને જોયું. તેમને આ ગલુડિયાને જીવિત જોઈ શરૂવાતમાં આશ્ચર્યમાં પડી ગયા કેમ કે આ ઈમારત એટલી હદે બળી ગઈ હતી કે તેમા આ ગલુડિયું કેવી રીતે જીવતું રહ્યું એ એક ચર્ચાનો વિષય છે. પંરંતુ જેવી આ ટીમને તેના જીવતા હોવાની ભાળ મળી કે તેઓએ તુરંત જ તેની બચાવવા માટે એક ઓપરેશન શરૂ કરી દીધુ.

છેલ્લા ઘણા દિવસો અમારા કાઉન્ટી માટે કપારા હતા

image source

તેને બચાવવા માટે કરવામાં આવેલા ઓપરેશન અંગે એક અધિકારીએ કહ્યું કે, છેલ્લા ઘણા દિવસો અમારા કાઉન્ટી માટે કપારા હતા. અમને આજે લાગે છે કે અમે તમારી સાથે કોઈ પોઝિટિવ વાત શેર કરીએ. જે બાદ તેમણે આ મિશનની પોસ્ટ શેર કરી હતી. જેને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. લોકોએ તેમના કામની પ્રશંશા કરી છે. ઘણા લોકોએ તેમા પોઝિટિવ મેસેજ પણ આપ્યો છે.

ગલુડિયાને સામાન્ય ઈજા

image source

જ્યારે આ ગલુડિયાને ઈમારતમંથી કાઢવામાં આવ્યું ત્યારે આગને કારણે ગલુડિયાને સામાન્ય ઈજા થઈ હતી અને થોડુ શરીર દાઝી ગયું છે. જેના કારણે તેમને સારવાર માટે ચિકોના વેલી ઓક્સ વેટરનરી સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યું છે.

image source

બટ્ટે કાઉન્ટી શેરિફની ઓફિસ વતી આ ઘટના અંગે કહેવામાં આવ્યું કે, થોડીક તપાસ બાદ અમને જાણવા મળ્યું કે સંપત્તિના માલિક પાસે ઘણા કૂતરા છે જેમને ત્યાંથી હટાવવાની જરૂર છે. પરંતુ અમે હાલમાં તે બધાવી શોધ ખોળ કરવામાં સક્ષમ નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "બળી ગયેલી ઈમારતમાંથી જીવતું નિકળ્યું પપી, તસવીરો સોશિયલ મીડિયામાં થઈ વાયરલ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel