કોરોનાને લઈ આખું ભારત ગર્વ લઈ શકે એવા સમાચાર, આ દર્દી પર કરાયું આટલું રિસ્કી ઓપરેશન, અને થઈ ગયું સફળ
વિશ્વમાં કોરોનાનો કહેર એટલો વધી ગયો કે લોકો ફફડી રહ્યા છે. ત્યારે ભારતમાં પણ કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. લોકોમાં ચિંતા વ્યાપી રહી છે. પરંતુ ગુજરાતમાં એક વાત સારી છે કે રોજના જેટલા કોરોનાના કેસ આવે છે એની સામે એટલા જ દર્દીઓ સાજા થઈને ઘરે પણ જઈ રહ્યા છે. શનિવારની જ વાત કરીએ તો 1365 કેસ આવ્યા અને એની સામે 1335 લોકો સાજા થયા. ત્યારે કોરોના વાયરસનો સૌથી વધારે ભય પહેલાથી કોઇ બિમારી સામે ઝઝૂમી રહેલા દર્દી અને વૃદ્ધોને વધારે હોય છે. ત્યારે દેશમાં સૌ પ્રથમ વખત કોરોના સામે ઝઝૂમી રહેલા દર્દીનું ડબલ લંગ્સ (ફેફસાં)નું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. જે સૌથી સારા સમાચાર છે.
હૈદરાબાદની એક હોસ્પિટલમાં ડોકટરોએ 32 વર્ષના કોવિડ-19 દર્દી પર સફળતાપૂર્વક દેશનું પ્રથમ ડબલ લંગ ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો દાવો કર્યો છે. દર્દી સારકોઇડોસિસથી પીડાઈ રહ્યો હતો, જેમાં તેના ફેફસાં બગડી રહ્યાં હતા. કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (KIMS)એ એક નિવેદનમાં જણાવ્યું છે કે ડો. સંદીપ અત્તાવરની આગેવાની હેઠળ ડોકટરોની ટીમે ચંદીગઢના દર્દી માટે જટિલ સર્જરી કરી.
Telangana: Doctors of a hospital in Hyderabad say they’ve successfully performed double lung transplant surgery of a #COVID patient (pic1).
Dr Sandeep Attawar (pic 2) who performed surgery says,”Such stories give ray of hope to people who’ve terminal lung disease due to COVID.” pic.twitter.com/6gSjnDatlx
— ANI (@ANI) September 11, 2020
શુક્રવારે દર્દી સ્વસ્થ થયો અને રજા આપવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે દર્દી સારકોઇડોસિસથી પીડાઈ રહ્યો હતો અને તેના કારણે ફેફસાં વધુને વધુ ખરાબ થતા હતા. તેની હાલત વધારે ઝડપથી બગડતી હતી અને બંને ફેફસાં બદલાવવાનો એક જ વિકલ્પ બાકી હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે, દર્દીના કોરોના વાયરસના ચેપને લીધે સ્થિતિ વધુ કથળી રહી હતી. કોલકાતાના બ્રેઈન ડેડ એક વ્યક્તિના ફેફ્સાં તેનામાં લગાવવામાં આવ્યા છે.
ડોક્ટરના કહેવા મુજબ યોગાનુયોગથી દર્દીને કોલકાતાનો બ્રેઈન ડેડ ઘોષિત કરેલો દર્દી ડોનર તરીકે મળી ગયો. તરત જ ઉતાવળમાં ફેફસાને કોલકત્તાથી હૈદરાબાદ લાવવામાં આવ્યાં અને દર્દીનું સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. અત્યારે તે એકદમ ઠીક છે અને તેને પણ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
અંગ્રેજી વેબસાઇટમાં પ્રકાશિત અહેવાલમાં જણાવ્યા અનુસાર ડોક્ટરને 24 વર્ષથી વધુનો ટ્રાન્સપ્લાન્ટ સર્જરીનો અનુભવ છે. તેમને હ્રદય અને કૃત્રિમ હૃદય ઉપરાંત હ્રદયની 12,000 થી વધુ શસ્ત્રક્રિયાઓ અને 250 થી વધુ ફેફસાના પ્રત્યારોપણ સંબંધિત શસ્ત્રક્રિયાઓ લાગુ કરવાનો સારો અનુભવ છે.
અનલોક 4.0 પછી ભારતમાં સતત વધે છે કોરોનાના કેસો
પહેલી સપ્ટેમ્બરથી દેશમાં અનલોક 4.0ની પ્રક્રિયા શરૂ થઈ છે. સરકારે નિયમો વધુ હળવા કર્યા છે. દેશભરમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા દિવસે ને દિવસે વધી છે ત્યારે તેની સામે સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. દેશમાં અનેક દિગ્ગજ રાજકીય અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની હસ્તીઓ કોરોના સંક્રમિત આવતા દેશમાં ભયનો માહોલ પ્રવર્ત્યો છે. સૌથી વધુ પોઝિટિવ કેસ ધરાવતા દેશોમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે પહોંચી ગયો છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "કોરોનાને લઈ આખું ભારત ગર્વ લઈ શકે એવા સમાચાર, આ દર્દી પર કરાયું આટલું રિસ્કી ઓપરેશન, અને થઈ ગયું સફળ"
ટિપ્પણી પોસ્ટ કરો