આ ઉંમરમાં પણ ભાગ્ય શ્રીના છે કાળા અને લાંબા વાળ, જાણો કેવી રીતે કરે છે કેર
ભાગ્યશ્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના કાળા અને જાડા વાળનું રહસ્ય શેર કર્યું છે.ભાગ્યશ્રીએ તેના વીડિયોમાં હેર પેક કેવી રીતે બનાવવું તે શેર કર્યું છે.જો તમને પણ તેમના જેવા વાળ જોઈએ છે,તો પછી આપેલી આ ટીપ્સને અનુસરો.તો ચાલો અમે તમને જણાવીએ કે ભાગ્યશ્રીનું સિક્રેટ હેર પેક કેવી રીતે બનાવવું –
ભાગ્યશ્રીને તો બધા જાણો જ છો, ‘મૈને પ્યાર કિયા’ની પ્રખ્યાત અભિનેત્રી ભાગ્યશ્રી 51 વર્ષની હોવા છતાં એકદમ સુંદર લાગી રહી છે.તે તેની ત્વચા અને વાળની સારી સંભાળ રાખે છે,તેથી જ આજે તેની ઉમર વધુ હોવા છતાં પણ તે ખૂબ જ સુંદર લાગે છે ભાગ્યશ્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના ચાહકોને સારી ટીપ્સ પણ શેર કરે છે.
તાજેતરમાં ભાગ્યશ્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના કાળા અને જાડા વાળનું રહસ્ય શેર કર્યું છે.ભાગ્યશ્રીએ તેના વીડિયોમાં તેના ફેન્સને હેર પેક કેવી રીતે બનાવવું તે શેર કર્યું છે. આ વીડિયોને શેર કરતાં ભાગ્યશ્રીએ કૈપશનમાં લખ્યું છે કે, “તમારામાંથી ઘણા મને હેરકેર વિશે પૂછે છે,સૌ પ્રથમ હું તમને જણાવી દઇશ કે સૌથી મહત્વપૂર્ણ પરિબળ તમારો આહાર છે,કારણ કે વાળને મજબૂત રાખવા અંદરથી સ્વસ્થ રેહવું પણ જરૂરી છે.તમારા વાળ અને ત્વચાને સ્વસ્થ રાખવા માટે વિટામિન એ,બાયોટિન અને ઓમેગા -3 ફેટી એસિડ્સ મહત્વપૂર્ણ છે.પરંતુ તે જ સમયે જ્યારે આપણે આપણા વાળને સૂકવવા માટે ડ્રાયર અને વાળને કલર કરવા માટે આપણા વાળ પર સતત કેમિકલનો ઉપયોગ કરીએ છીએ,ત્યારે તે પણ મહત્વનું છે કે તમે તમારા વાળને પોષણ આપો અને તેની સારી કાળજી લો.”
જો તમને પણ ભાગ્યશ્રી જેવા વાળ જોઈએ છે,તો અહીં જણાવેલી ટિપ્સ જરૂરથી અપનાવો.આ ઉપાય તમારા વાળ કુદરતી રીતે કાળા અને જાડા બનાવશે અને તમારા વાળની દરેક સમસ્યાઓ દૂર કરશે.અત્યારે ચાલતા કોરોનાના સમયમાં આપણે આપણા વાળની ટ્રીટમેન્ટ કરાવવા નથી જઈ શકતા.તેથી આપણા વાળ કુદરતી રીતે કાળા અને જાડા બનાવવા માટે ભાગ્યશ્રીનું સિક્રેટ જાણવું ખુબ જ જરૂરી છે.
ઘરે જ બનાવો મેથી અને નાળિયેરનું હેર પેક
જરૂરી સામગ્રી
-નાળિયેર દૂધ – 1 કપ
-મેથીના દાણા – 1 કપ
વાળની લંબાઈ અનુસાર તમે આ ઘટકોને વધુ કે ઓછું લઈ શકો છો.
હેર પેક બનાવવાની રીત
પહેલા મેથીનો દાણો લો અને તેને રાત્રે પાણીમાં પલાળી રાખો.
સવારે તેમાંથી પાણી કાઢો અને ગ્રાઇન્ડરમાં તેને સારી રીતે પીસી લો.
હવે તેમાં નાળિયેરનું દૂધ નાખો અને સરળ પેસ્ટ બનાવો.
આ પેસ્ટથી તમારા વાળની માલિશ કરો અને તેને લગભગ 40 મિનિટ સુધી રાખો.
ત્યારબાદ તમારા વાળને શેમ્પૂથી સાફ કરો.
આ ઉપાય કરવાથી તમારા વાળ કુદરતી રીતે કાળા અને જાડા થશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "આ ઉંમરમાં પણ ભાગ્ય શ્રીના છે કાળા અને લાંબા વાળ, જાણો કેવી રીતે કરે છે કેર"
ટિપ્પણી પોસ્ટ કરો