પુખ્ત થયા પહેલા જ આ અભિનેત્રીઓ બની ગઈ હતી માં, યાદીમાં છે મોટી મોટી અભિનેત્રીઓના નામ

એક છોકરી માટે માં બનવું એ સૌથી સુખદ અનુભવ માનવામાં આવે છે, પણ જો કોઈ છોકરી પુખ્ત થાય એ પહેલા કે લગ્ન પહેલા ગર્ભવતી થઇ જાય તો એ સુખ અભિશાપમાં ફેરવાઈ જાય છે. એવું એટલા માટે કારણકે આજે પણ સમાજમાં રૂઢીવાદી વિચારધારાઓને લઈને જીવતા લોકોની કોઈ કમી નથી. એવા લોકો અનુસાર લગ્ન પહેલા માં બનવું પાપ હોય છે. જોકે, ભારતીય સમાજ અને અહિયાં રહેણીકરણી અનુસાર એવું બહુ ઓછુ જોવા મળે છે, પણ ઘણી બોલીવુડ અભિનેત્રીઓએ આ માન્યતાને તોડી છે. તો આજે અમે તમને કેટલીક એવી જ અભિનેત્રીઓ વિષે જણાવવા જઈ રહ્યા છે, જે પુખ્ત થતા પહેલા જ માં બની ગઈ હતી.
ભાગ્યશ્રી
૯૦ ના દશકની સુંદર અભિનેત્રીઓમાંથી એક ભાગ્યશ્રીએ ઘણા બોલીવુડ સુપરસ્ટાર સાથે કામ કર્યું છે, એમાં સલમાન ખાનથી લઈને અક્ષય કુમાર જેવા અભિનેતાઓ શામેલ છે. તમને જાણીને નવાઈ લાગશે કે જે અભિનેત્રી એ ફિલ્મ ‘મૈને પ્યાર ક્યોં કિયા’ માં પોતાના અભિનયથી લોકોનું દિલ જીતી લીધું હતું, એ ૧૭ વર્ષની ઉમરમાં જ માં બની ગઈ હતી. જણાવી દઈએ કે વર્ષ ૧૯૯૦ માં ભાગ્યશ્રીએ હિમાલય દાસાની જોડે લગ્ન કર્યા અને ૧૭ વર્ષની ઉંમરમાં જ એમણે પહેલા બાળકને જન્મ આપ્યો. ભાગ્યશ્રી આજે બે બાળકોની માં છે. એમનો એક દીકરો અભિમન્યુ જે ૨૩ વરસનો છે, અને એક દીકરી છે અવંતિકા જે ૨૧ વરસની છે. મીડિયા રીપોર્ટસ મુજબ,ભાગ્યશ્રી હિમાલય દાસાનીથી લગ્ન પહેલા જ ગર્ભવતી હતી.
ઉર્વશી ઢોલકિયા
નાના પડદાની જાણીતી અભિનેત્રીમાં ઉર્વશી ઢોલકિયાનું નામ શામેલ છે, જે પુખ્ત થયા પહેલા જ ગર્ભવતી થઇ ગઈ હતી. જણાવી દઈએ કે ફક્ત ૧૫ વર્ષની ઉંમરમાં જ ઉર્વશીના લગ્ન થઇ ગયા હતા અને ૧૬ વર્ષની ઉંમરમાં એ જુડવા બાળકોની માં બની ગઈ હતી. જોકે, લગ્નના દોઢ વર્ષ પછી તરત જ એના છૂટાછેડા થઇ ગયા હતા , એ પછી ઉર્વશીએ સિંગલ મદર બનીને બંને બાળકોનો ઉછેર કર્યો. ખાસ વાત એ છે કે ઉર્વશી આજે પણ ‘કસૌટી જિંદગી કી’માં કોમોલિકાના પાત્રથી એના ચાહકો વચ્ચે પ્રખ્યાત છે. એ સિવાય એ બિગબોસ ૬ ની વિજેતા પણ રહી ચુકી છે.
ડિમ્પલ કપાડિયા
ડિમ્પલ કપાડિયા પોતાના સમયની સૌથી સુંદર અને હોટ અભિનેત્રીઓમાંથી એક હતી. ફક્ત ૧૬ વર્ષની ઉંમરમાં એને રાજ કપૂરે ફિલ્મમાં કામ આપ્યું. જણાવી દઈએ કે ડિમ્પલ એ પોતાની પહેલી ફિલ્મ બોબી માં પોતાના દમદાર અભિનયથી બધાને દીવાના બનાવી દીધા હતા.
ડિમ્પલને ફિલ્મના શુટિંગ દરમિયાન જ અભિનેતા રાજેશ ખન્ના સાથે પ્રેમ થઇ ગયો હતો. એ પછી વર્ષ ૧૯૭૩ માં બંનેએ એકબીજા સાથે લગ્ન કરી લીધા. તમને જાણીને હેરાની થશે કે એ સમયે ડિમ્પલની ઉંમર ફક્ત ૧૬ વર્ષની હતી, ડિમ્પલ કપાડિયાના લગ્ન માર્ચ ૧૯૭૩ માં થયા હતા, અને ડિમ્પલે પોતાની પહેલી દીકરી ટ્વિન્કલને ડિસેમ્બર ૧૯૭૩ માં જન્મ આપ્યો.જોકે, પછી એકબીજા સાથે તણાવને લીધે ડિમ્પલ અને રાજેશના છૂટાછેડા થઇ ગયા, એ પછી ડિમ્પલે એકલા જ પોતાની બંને દીકરીઓનો ઉછેર કર્યો.
0 Response to "પુખ્ત થયા પહેલા જ આ અભિનેત્રીઓ બની ગઈ હતી માં, યાદીમાં છે મોટી મોટી અભિનેત્રીઓના નામ"
ટિપ્પણી પોસ્ટ કરો