તારક મહેતા..ના આ ગુજરાતી કલાકારને અચાનક જ હોસ્પિટલમાં કરવા પડ્યા દાખલ, હવે કરવી પડશે આ સર્જરી
તારક મેહતા…ના આ ગુજરાતી કલાકારને તાત્કાલીક દાખલ કરવા પડ્યા હોસ્પિટલ – તાત્કાલિક કરવામાં આવશે સર્જરી
છેલ્લા કેટલાક સમયથી ભાતીય ટેલિવિઝનનો સૌથી લાંબો ચાલનાર અને સૌથી લોકપ્રિય શો એવા તારક મહેતાના સમાચાર અવારનવાર ચર્ચામાં રહ્યા કરે છે. તાજેતરમાં એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જે પ્રમાણે બધાના પ્રિય એવા નટુ કાકાનું પાત્ર ભજવનાર ઘનશ્યામ નાયકને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળેલા અહેવાલ પ્રમાણે તેમના ગળામાં અચાનક મુશ્કેલી ઉભી થઈ હતી અને તેમને તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેમની સર્જરી કરવામા આવશે.

તમને જણાવી દઈએ કે છેલ્લા કેટાલક સમયથી નટ્ટુ કાકા તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં જોવા નથી મળી રહ્યા. લોકડાઉન બાદ શુટિંગ ફરી શરું થયા બાદ પણ તેઓ શોમાં એક્ટિંગ કરતા જોવા મળ્યા નથી.

મળેલા અહેવાલ પ્રમાણે ઘનશ્યામ નાયકને થ્રોટ ગ્લાન્ડની સમસ્યા ઉભી થઈ છે. અને તેના કારણે તેમને તાત્કાલીક આજે સવારે હોસ્પિટલમાં સર્જરી માટે દાખલ કરવામા આવ્યા છે. આ માહિતી તારક મેહતા… પ્રોડક્શન હાઉસની એક નજીકની વ્યક્તિ દ્વારા મળી છે, તેમના જણાવ્યા પ્રમાણે ઘનશ્યામ નાયકના ગળામાં થોડા સમય પહેલા ગાંઠ હોવાનું નિદાન થયું હતું. અને તેને લઈને ડોક્ટર્સે તાત્કાલિક તેમને સર્જરી કરાવવાનું જણાવ્યું હતું. જો કે તેઓ જલદી સાજા થઈ જશે.

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોમાં દરેક પાત્રની એક આગવી ખાસિયત છે અને નટ્ટુકાકાના પાત્રની પણ એક ખાસિયત છે. તારક મેહતા.. શોના ફેન ક્યારેય પણ નટ્ટુ કાકા તરીકે બીજા કોઈ કલાકારની કલ્પના ન કરી શકે. તમને જણાવી દઈએ કે લોકડાઉ ખુલ્યા બાદ ઘણા સમય બાદ મહારાષ્ટ્ર સરકાર દ્વારા મનોરંજન જગતને શૂટિંગની પરવાગની આપવામાં આવી હતી અને તે સમયે સરકારના નિયમ પ્રમાણે 65 વર્ષથી ઉપરની ઉંમર ધરાવતા કલાકારોને શૂટિંગ કરવાની મંજૂરી નહોતી આપવામા આવી. તે વખતે નટ્ટુકાકા એટલે કે ઘનશ્યામ નાયકે જણાવ્યુ હતું કે જેવી તેમને મંજૂરી મળશે કે તેઓ તરત જ લોકોને મનોરંજન પુરુ પાડવા શોમાં હાજર થઈ જશે.
છેલ્લા 10 વર્ષથી શોના અભિન્ન અંગ બની રહ્યા છે

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા દેશનો સૌથી લાંબો શો છે જે સતત 12 વર્ષથી લોકોને મનોરંજન પુરુ પાડી રહ્યો છે. છેલ્લા 12 વર્ષમાં શોમાં કંઈ કેટલાએ કલાકારો બદલાયા પણ નટ્ટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક છેલ્લા 10 વર્ષથી શો સાથે જોડાયેલા છે અને શોના અભિન્ન અંગ બની ગયા છે. હાલની તેમની મુશ્કેલ ઘડીમાં શોનું પ્રોડક્શન હાઉસ તેમની વહારે આવ્યું છે. અને તેઓ આશા રાખી રહ્યા છે કે ઘનશ્યામ નાયક જલદી સાજા થઈ જશે અને શો પર પાછા આવી જશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "તારક મહેતા..ના આ ગુજરાતી કલાકારને અચાનક જ હોસ્પિટલમાં કરવા પડ્યા દાખલ, હવે કરવી પડશે આ સર્જરી"
ટિપ્પણી પોસ્ટ કરો