સુશાંતના જીજાએ કહ્યું- ‘ભાઈ ને મળવા માટે શ્વેતા મને ૫ વાર છોડીને ગઈ હતી, પણ દુઃખની વાત..
સુશાંત સિંહ રાજપુતના અચાનક થયેલ મોતને લીધે દરેકને આઘાત લાગ્યો છે. એમના કેસમાં એવી એવી વાતો સામે આવી રહી છે જે મોતના કારણે વધારે રહસ્યમયી બનાવી રહી છે. થોડા સમય પહેલા તો સુશાંતના મોત માટે ડીપ્રેશનનું કારણ જણાવાઈ રહ્યું હતું તો હવે એમાં હત્યાની સાથે સાથે ડ્રગ્સ અને મની લોન્ડરિંગની વાત પણ જોડાઈ ગઈ છે. સુશાંતના પરિવાર જોડે આખો દેશ ઉભો છે કે જેથી કરીને એમના દીકરાને ન્યાય મળી જાય. જોકે, જે દર્દ એમનો પરિવાર અત્યારે અનુભવી રહ્યો છે એની લોકો કલ્પના પણ કરી શકે નહિ. બહેનો ન્યાયની માંગ કરી રહી છે, પણ દિલમાં એક દર્દ છે કે એમનો એકમાત્ર ભાઈ ગુલશન હવે આ દુનિયામાં નથી રહ્યો. આ બધાની વચ્ચે સુશાંતના જીજા અને શ્વેતા સિંહ કીર્તિના પતિએ પણ ભાઈ બહેનના સંબંધ વિષે જણાવ્યું છે.
૫ વાર ભાઈને મળવા અચાનક પહોચી હતી શ્વેતા
સુશાંતના જીજાજી વિશાલ સિંહે પોતાના બ્લોગમાં લખ્યું કે સુશાંતને મળવા માટે ૫ વાર મારી પત્ની મને અમેરિકામાં છોડીને ભારત ગઈ હતી.’ વિશાલે લખ્યું કે એમને એ વાતની કોઈ ફરિયાદ નથી કે એમની પત્ની એને છોડીને ભાઈને મળવા જતી હતી, એ તો રાજપૂત પરિવારના સંબંધના વખાણ કરી રહ્યા છે. જણાવી દઈએ કે સુશાંતની મોટી બહેન શ્વેતા પોતાના પતિ અને બાળકો સાથે અમેરિકામાં રહે છે, પરંતુ જયારે પણ સુશાંતને એની જરૂરત થતી તો એ પોતાના પતિને છોડીને એની પાસે પહોચી છે.
વિશાલે આ વિષે જણાવતા લખ્યું કે એમને હવે એ વાતનું દુઃખ છે કે હવે એ એવી ટ્રીપ નહિ કરી શકે, કારણકે એમના પરિવારનો ચમકતો સિતારો ચાલ્યો ગયો’. વિશાલે એ ૫ સમય વિષે જણાવ્યું જયારે એમની પત્ની સુશાંતને મળવા ભારત પહોચી હતી. એમણે જણાવ્યું કે વર્ષ ૨૦૧૪ માં જયારે શ્વેતાને ખબર પડી હતી કે પરિવારમાં એક ફંક્શન છે અને સુશાંત ત્યાં આવશે તો એણે તરત જ ટીકીટ બુક કરી અને ભારત ચાલી ગઈ. હું બીજા મહીને જૂનમાં મારી દીકરી સાથે આવ્યો અને ત્યાં અમે સુશાંત અને બાકીના પરિવાર સાથે સમય પસાર કર્યો.
ચાર બહેનોના એકમાત્ર ભાઈ હતા સુશાંત
એ પછી વિશાલે જણાવ્યું કે વર્ષ ૨૦૧૫ માં શ્વેતા રાંચી ત્યારે ગઈ જયારે સુશાંત એમ એસ ધોની ની બાયોપિક કરી રહ્યા હતા. પછી ૨૦૧૬ માં એ નક્કી થયું કે આખો પરિવાર સુશાંતની ફિલ્મ એમ એસ ધોની સાથે જોશે ત્યારે પણ શ્વેતા અમેરિકાથી ૩ દિવસ માટે ભારત આવી હતી. એ પછી વર્ષ ૨૦૨૦ માં એમણે સુશાંતને મળવાનો પ્લાન કર્યો, પણ એ સમયે એ સુશાંતને મળી ના શકી. એ ઘણી અફસોસની વાત છે કે હવે એ આવી ટ્રીપ ક્યારેય પ્લાન નહિ કરી શકે.
જણાવી દઈએ કે સુશાંત ચાર બહેનોના એકમાત્ર ભાઈ હતા અને બહેનોમાં ઘણા લાડથી ઉછર્યા હતા. એવામાં સુશાંતના અચાનક મોતથી બહેનોને ઘણો આઘાત લાગ્યો છે. એમના ઘરનો એકમાત્ર ચિરાગ બુજાઈ ગયો અને બહેનોની રાખડી હમેશા માટે સુની થઇ ગઈ. બહેનો સાસરામાં રહે છે અને સમયે પોતાના પિયર પણ આવશે , પરંતુ હવે એમને પ્રેમ કરતો અને એની મસ્તી કરતો ભાઈ હાજર નહિ હોય. આ એક એવું દર્દ છે કે જે સુશાંતના પરિવારે હમેશા સહન કરવું પડશે ,કારણકે સુશાંત હવે ચાંદ તારાની એવી એક દુનિયામાં ખોવાઈ ગયા છે કે જ્યાંથી એમને કોઈ પાછા નહિ લાવી શકે.
0 Response to "સુશાંતના જીજાએ કહ્યું- ‘ભાઈ ને મળવા માટે શ્વેતા મને ૫ વાર છોડીને ગઈ હતી, પણ દુઃખની વાત.."
ટિપ્પણી પોસ્ટ કરો