શું તમે ગળાની ખરાશની સમસ્યાથી પરેશાન છો? તો અહીં આપેલી ઘરેલું ટિપ્સ જરૂર અજમાવો
ગળાની ખરાશથી પીડિત વ્યક્તિ ગળામાં દુ:ખાવો અને કઠોરતા અનુભવે છે. આ ઉપરાંત કઈંક ખાવા પીવાથી પણ ઘણી પીડા થાય છે. સ્ટ્રેપ્ટોકોકસ એક સામાન્ય બેક્ટેરિયમ છે જે ગળાના દુખાવા માટેનું કારણ બને છે.
બદલાતી મોસમને કારણે, મોટાભાગના લોકોને શરદી-ખાંસી, તાવ તેમજ ગળાની ખરાશ જેવી તકલીફોનો પણ સામનો કરવો પડે છે. આ સમસ્યાથી પીડિત વ્યક્તિ ગળામાં કઠોરતા અનુભવે છે. આ ઉપરાંત થોડુંક ખાવા પીવામાં પણ ઘણી પીડા થાય છે. ગળામાં ખરાશ એ એક સામાન્ય બેક્ટેરિયમને લીધે થાય છે જેને સ્ટ્રેપ્ટોકોકસ કહેવામાં આવે છે.

જો આ સમસ્યાને સમયસર ધ્યાનમાં લેવામાં ન આવે, તો તે કાકડા (ટોન્સિલ), સાઇનસાઇટિસ, બ્રોકાઇટિસ જેવા રોગોનું સ્વરૂપ લઈ શકે છે. જો તમે ગળાની ખરાશથી ત્વરિત રાહત મેળવવા માંગતા હો, તો તમે કેટલાક ઘરેલું ઉપાય અનુસરી કરી શકો છો.
ગળાની ખરાશ કે દુખાવા માટેના ઘરેલું ઉપાય
1. ગરમ પાણીથી કોગળા કરો

મીઠું ધરાવતા ગરમ પાણીમાં એન્ટિ વાયરલ ગુણ હોય છે. જે મોં અને ગળાના બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ કરે છે. એક ગ્લાસમાં નવશેકું પાણી લો અને તેમાં અડધી ચમચી મીઠું નાખો. આ પાણી સાથે દિવસમાં 3 થી 4 વાર કોગળા કરો. તેનાથી તમને રાહત મળશે.
2. સફરજન સરકો

સફરજનના સરકામાં એન્ટિ માઇક્રોબિયલ, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી ફંગલ ગુણ હોય છે જે ગળામાં બેક્ટેરિયાને વધતા અટકાવે છે. જેના દ્વારા તમને ગળાના દુખાવામાં કે ખરાશમાં રાહત મળે છે. આ માટે એક કપ ગરમ પાણીમાં એક ચમચી સફરજનનો સરકો અને અડધી ચમચી મીઠું નાખો. તે પછી દિવસમાં 3-4 વખત આ પાણીથી ગાર્ગલ કે કોગળા કરો.
3. મેથીના દાણા

મેથીના દાણામાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઓક્સિડેન્ટ ગુણ હોય છે જે તમને તમામ પ્રકારના ચેપથી રાહત આપે છે. આ સાથે તે લાળને સાફ કરવામાં પણ મદદ કરે છે. આ સાથે, તે ગળાના દુખાવાના કારણે આવતો સોજો ઘટાડવામાં પણ મદદ કરે છે. તેનો ઉપયોગ કરવા માટે એક પેનમાં 2 ગ્લાસ પાણી ગરમ કરો અને તેમાં મેથીના દાણા ઉમેરી થોડો સમય ઉકાળો. આ પછી તેને ગાળી લો અને તેને થોડુંક ઠંડુ થવા દો. આ પછી આ પાણીથી દિવસમાં 3 થી 4 વાર કોગળા કરો.
4. આદુ

ગળાના દુખાવામાં કે ખરાશથી રાહત મેળવવા માટે આદુ ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. તેમાં વિપુલ પ્રમાણમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે જે મોં અને ગળાના ચેપને દૂર કરવામાં મદદ કરે છે. આ માટે તમે આદુની ચાનું સેવન કરી શકો છો. આ માટે એક પેનમાં દોઢ કપ પાણી નાંખો અને તેને ગરમ કરો. આ પછી તેમાં ખાંડ, ચા પત્તી અને આદુ નાખી ધીમા તાપે ઉકાળો. આ પછી, દિવસમાં 2-3 વખત તેનું સેવન કરો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "શું તમે ગળાની ખરાશની સમસ્યાથી પરેશાન છો? તો અહીં આપેલી ઘરેલું ટિપ્સ જરૂર અજમાવો"
ટિપ્પણી પોસ્ટ કરો