તમારા બાળકોને નિયમિત કરાવો આ શાકભાજીનું સેવન, યાદશક્તિ બનશે જોરદાર તેજ અને બનશે જીનિયસ
વર્તમાન સમયમાં દરેક વાતે સ્પર્ધ થતી રહે છે. દરેકને નંબર વન પર પહોંચવાની જલદી રહે છે. તે પરીક્ષા હોય છે કે પછી બિઝનેસ. ખાસ કરીને શાળામાં ભળતા બાળકો માટે પોતાની જાતને સાબિત કરવાની વધારે હોય છે. કારણે કે માતા પિતાની અપેક્ષા તેના પર વધારે હોય છે. એવામાં જો તમારૂ મગજ સાર્પ ના હોય તો તમને શીખવાડેલુ જલદી યાદ રાખી શકતા નથી. મગજને સાર્પ રાખવા માટે તમારે હેલ્થી ખોરાક લેવો ખૂબ જરૂરી છે. તેના માટે લીલા શાકભાજી ઉત્તમ છે.
શાકભાજીમાં આયરન વિપુલ પ્રમાણમાં જોવા મળે છે

હાલમાં શિયાળાની સીઝન આવી રહી છે, ત્યારે લીલા શાકભાજી ભરપૂર પ્રમાણમાં મળી રહેશે. તો આ શાકભાજી હેલ્ધી હોવાની સાથે બાળકોના માનસિક વિકાસ અને આરોગ્ય માટે કોઈ વરદાનથી ઓછા નથી. લીલા શાકભાજીમાં આયરન વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. જે શારીરિક અને માનસિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ વાતનો ખુલાસો તાજેતરના સંશોધન દરમિયાન કરવામાં આવ્યો છે. સંશોધનકારોએ 1,500 બાળકો અને કિશોરોના મગજમાં આયરનના સ્તરની માપણી કરી છે. આ બાળકોની ઉંમર 8 થી 24 વર્ષની વચ્ચે હતી.
બે અબજ લોકો આયરનની ઉણપનો શિકાર

આ સંદર્ભમાં એક ડોક્ટરે કહ્યું છે કે, આ સંશોધનમાંથી જે પરિણામો આવ્યા છે તે બતાવે છે કે, 24 થી 25 વર્ષની ઉંમર સુધીના બધા બાળકોએ આયરન અને લીલા શાકભાજી તથા અન્ય સપ્લિમેન્ટ્સનું સેવન કરવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, વિશ્વમાં બે અબજ લોકો આયરનની ઉણપનો શિકાર છે.
આયરનની ઉણપ પડે છે આવી તકલીફ

તમારા શરીરમાં આયરનની ઉણપથી ઘણી તકલીફ પડે છે. એક સંશોધન દરમિયાન જાણવા મળ્યું છે કે, જે લોકોના મગજમાં આયરનની ઉણપ હોવાનું જોવા મળ્યું છે, તે બીજા લોકોની તુલનામાં ઘણા પ્રકારના કાર્યોમાં સારુ પ્રદર્શન કરી શકતા નથી. ખાસ કરીને લોજિકલ અને સ્થાનિક કાર્યોમાં તેમનું સારું પ્રદર્શન રહેતુ નથી. આ પહેલા કરવામાં આવેલ સંશોધન મુજબ મગજમાં કોષોને કાર્ય કરવા માટે આયરનની જરૂર પડે છે. કારણ કે, આયરન મગજના વિકાસ અને શારીરિક કાર્યોની સુગમ કામગીરી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ક્યાં શાકભાજીમાંથી તમને મળશે આયરન

આમ જોવા જઈએ તો લીલા રંગના પાંદડાવાળા શાકભાજીમાં મોટા પ્રમાણમાં આયરન જોવા મળે છે. બ્રોકલી, લીલા વટાણા, પાલક, બથુઆ, સોયા મેથી, મસ્ટર્ડ ગ્રીન્સમાં ઘણું આયરન જોવા મળે છે. આ ઉપરાંત કઠોળ, બદામ, અને ઘણા પ્રકારના બીજમાં પણ પુષ્કળ પ્રમાણમાં આયરન જોવા મળે છે.
આયરનથી શું ફાયદો થાય છે

મનુષ્યના શરીરમાં આયરનની ઉણપથી થાક, ત્વચા પીળી થવી, છાતીમાં દુખાવો અને માથાનો દુખાવો થઈ શકે છે. શરીરમાં લાલ રક્તકણોની રચના માટે આયરન ખૂબ જ જરૂરી છે. લાલ રક્તકણો આખા શરીરમાં ઓક્સિજનની સપ્લાઈ માટે જવાબદાર છે. જેથી આયરનની ઉણપ ન રહે તે માટે તમારે નિયમિત લીલા શાકભાજી ખાવાનો આગ્રહ રાકો જોઈએ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "તમારા બાળકોને નિયમિત કરાવો આ શાકભાજીનું સેવન, યાદશક્તિ બનશે જોરદાર તેજ અને બનશે જીનિયસ"
ટિપ્પણી પોસ્ટ કરો