હૃદયના દર્દીઓ માટે ઇડલી ખાવી છે ખૂબ ફાયદાકારક, જાણો બીજી કઇ બીમારીઓ ઇડલી ખાવાથી થાય છે દૂર

ઇડલી એ દરેક લોકોને પસંદ છે.ઈડલી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે.મોટાભાગના લોકો સવારના નાસ્તામાં ઇડલીનું સેવન કરે છે.જો આપણે પૌષ્ટિક નાસ્તા વિશે વાત કરીએ તો ઇડલી નામ પહેલા આવે છે.આજે અમે તમને જણાવીશું કે ઇડલીના સેવનથી તમને શું ફાયદો થાય છે.

image source

બ્લડ પ્રેશરની સમસ્યા માટે ઇડલી ખૂબ ફાયદાકારક છે.તેમાં સોડિયમની માત્રા સારી હોય છે.તેથી તે શરીર સ્વસ્થ રાખવા માટે ખૂબ ફાયદાકારક છે.
ઇડલીમાં ખૂબ પ્રોટીન હોય છે.પ્રોટીનની સાથે તેમાં કાર્બોહાઈડ્રેટ પણ હોય છે જે શરીર માટે ખૂબ ફાયદાકારક છે.

ઇડલીમાં એમિનો એસિડ હોય છે અને તે શરીર માટે ખૂબ મદદગાર છે.જે મગજથી શરીરના દરેક ભાગ માટે ફાયદાકારક છે.

ઇડલી બનાવવા માટે કોઈ મસાલાનો ઉપયોગ થતો નથી.તેથી ઈડલી સરળતાથી પચી જાય છે.હૃદયના દર્દીઓ માટે ઇડલી ખૂબ ફાયદાકારક છે.

image source

જે લોકો ગેસની સમસ્યાથી પરેશાન છે,તેમને ઇડલી ખાવી જોઈએ.ઇડલી એટલી હળવી હોય છે કે તે પેટને ફૂલવા દેતી નથી અને પેટના દુખાવામાં રાહત આપે છે.ઈડલીને પચાવવી પણ ખૂબ જ સરળ છે.

ઇડલી હાલી હોય છે,તેથી તેને ખાધા પચી ઊંઘ જેવી સમસ્યા નથી હોતી.તે શરીરને સક્રિય રાખે છે.

ઈડલી ખાવાથી પેટ પણ ભરાય જાય છે અને કેલેરી પણ ઓછી રહે છે.ઇડલી સામાન્ય લોકો સાથે બોલિવૂડની ફેમસ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની પણ પસંદીદા છે.1 ઇડલીમાં ફક્ત 65 કેલરી હોય છે.

image source

ઈડલી બનાવવા માટે વરાળનો ઉપયોગ કરવામાં આવે છે,તેથી તેમાં કેલરીનું પ્રમાણ ખૂબ ઓછું છે.મધ્યમ કદના ઇડલીમાં લગભગ 40 કેલરી હોય છે.તેમાં ન તો કોલેસ્ટરોલ હોય કે ન સંતૃપ્ત ચરબી હોય.તેથી તેનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે.

ઈડલી વરાળમાં બનાવવાના કારણે ચોખાની બધી ચરબી ઓછી થઈ જાય છે.ઇડલી તમારી ચરબી પણ ઘટાડે છે.તેથી તમારે તમારા આહારમાં ઈડલી જરૂરથી શામેલ કરવી જોઈએ.

ઈડલી એમિનો એસિડ્સનો સ્રોત પણ માનવામાં આવે છે.ચાલો તમને જણાવી દઈએ કે એમિનો એસિડ્સ શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.એમિનો એસિડના ઘણા પ્રકારો છે અને તે મગજમાંથી શરીરના દરેક ભાગના કામ માટે ફાયદાકારક છે.

image source

જેમ કે તમે જાણો જ છો કે ઈડલીમાં અળદની દાળનો ઉપયોગ થાય છે અને અળદની દાળને ફાયબરનો ખૂબ સારો સ્રોત માનવામાં આવે છે,તેથી ઇડલી તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

જાણો ઇડલી મેકર વિના ઇડલી બનાવવા માટે શું કરવું ?

image source

ઇડલી મેકર વગર ઇડલી બનાવવા માટે,નાની-નાની કટોરીઓમાં ઇડલીનું ખીરું નાખો.

પછી એક વાસણમાં એક ગ્લાસ પાણી ગરમ કરો.

જ્યારે પાણી ગરમ થાય છે,પ્રથમ પેનમાં ત્રણ કટોરીઓ મૂકો</p.
જો પેન મોટો હોય તો તમે વધુ કટોરીઓ મૂકી શકો છો.

પેનને ઢાંકી દો અને 10 મિનિટ સુધી રહેવા દો અને 10 મિનિટ પછી ચેક કરી લો.તમારી ઈડલી તૈયાર જ હશે.

image source

લો બની ગયા ઈડલી મેકર વગર તમારી ઈડલી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

0 Response to "હૃદયના દર્દીઓ માટે ઇડલી ખાવી છે ખૂબ ફાયદાકારક, જાણો બીજી કઇ બીમારીઓ ઇડલી ખાવાથી થાય છે દૂર"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel