અંબાણી દેરાણી-જેઠાણી જોવા મળ્યા એક સાથે, જોઇ લો તસવીરોમાં નીતા અંબાણી અને ટીના અંબાણીનું બોન્ડીંગ કેવુ જોરદાર છે
અંબાણી દેરાણી – જેઠાણી જોવા મળ્યા એક સાથે – જુઓ નીતા અંબાણી અને ટીના અંબાણીનું બોન્ડીંગ
હાલ કોરોના કાળ ચાલી રહ્યો હોવાથી અંબાણી ફેમિલિ સાથે જોડાયેલા સમાચાર ખૂબ જ ઓછા જોવા મળી રહ્યા છે. આ વર્ષે અંબાણી ફેમિલિએ ગણપતિ પણ નહોતા બેસાડ્યા. સામાન્ય રીતે તેઓ દર વર્ષે પોતાના એન્ટિલિયા નિવાસ્થાને ગણપતિની સ્થાપના કરતા હોય છે અને બોલીવૂડની મહત્ત્વની હસ્તીઓ ત્યાં ચોક્કસ હાજરી આપતી હોય છે. પણ હાલ છ મહિના જૂનો એક વિડિયો તેમજ કેટલીક તસ્વીરો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં આખુંએ અંબાણી કુટુંબ ગરબે ઘૂમતું જોવા મળ્યું છે તો વળી દેરાણી જેઠાણી નીતા અંબાણી અને ટીના અંબાણી પણ ગોષ્ટી કરતા જોવા મળ્યા હતા.

મુકેશ અંબાણીની ગણતરી વિશ્વના સૌથી ધનાડ્ય લોકોમાં થવા લાગી છે અને તેઓ પહેલેથી જ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ તો છે જ. ગત ફેબ્રુઆરીમાં મુકેશ અંબાણી અનિલ અંબાણીના માતા કોકિલા બેનનો જન્મ દિવસ ઉજવવામા આવ્યો હતો. તેઓ 24મી ફેબ્રુઆરીએ 84 વર્ષના થયા હતા. અને આ પ્રસંગે પરિવારે એક નાનકડી પાર્ટી રાખી હતી. અને અંબાણી પરિવારે આ જન્મ દિવસની ઉજવણી કંઈક અલગ રીતે કરી હતી. તેમણે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું હતું. જેમાં આખા પરિવારે હાજરી આપી હતી.

જેમાં મુકેશ અબાણી તેમના પત્ની નીતા અંબાણી તેમના દીકરાઓ – વહુઓ અને દીકરી તેમજ જમાઈ ઉપરાંત તેમના નાના ભાઈ અનિલ અંબાણી અને તેમના પત્ની ટીના અંબાણીએ પણ હાજરી આપી હતી. પણ આ આખાએ પ્રસંગમાં લોકોની નજર બે વ્યક્તિ પર ઠરી ગઈ હતી. અને તે હતા અંબાણી દેરાણી-જેઠાણી એટલે કે નીતા અંબાણી અને ટીના અંબાણી. તેમની વચ્ચેનું બોન્ડીંગ ત્યાં હાજર રહેલા લોકોને ઉડીને આંખે વળગે તેવું હતું.

અને તે દરમિયાનની કેટલીક તસ્વીરો હાલ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં બન્ને દેરાણી-જેઠાણી એકબીજાની બાજુમાં બેઠા બેઠા હળવાશનો સમય પસાર કરતા જોવા મળ્યા હતા. તેઓ એકબીજા સાથે વાતો પણ કરી રહ્યા હતા.

આખાએ પરિવારે આ પ્રસંગે ટ્રેડિશનલ ભારતીય વસ્ત્રો પહેર્યા હતા. નીતા અંબાણીએ બ્લૂ તેમજ પીંક રંગની ગુજરાતી શૈલીમાં સાડી પહેરી હતી તો ટીના અંબાણીએ મરુન રંગની સાડી ગુજરાતી શૈલીમાં પહેરી હતી.

શ્રીમદ ભાગવતના પવિત્ર સપ્તાહ દરમિયાન તેમણે ગરબા પણ રમ્યા હતા, અને તે વખતે નીતા અંબાણીએ મરુન રંગના ચણિયાચોળી પહેર્યા હતા તો તેમની વહુઓ, દીકરી તેમજ દીકરા અને જમાઈ પણ ટ્રેડિશનલ અવતારમાં જોવા મળ્યા હતા. આ દરમિયાનનો તેમનો ગરબાનો વિડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.
આખુંએ અંબાણી પરિવાર ગરબે ઘૂમતું જોવા મળ્યું હતું. જેમાં નીતા અંબાણી, ટીના અંબાણી, શ્લોકા મેહતા, રાધિકા મર્ચન્ટ પણ ગરબે ઘુમી રહ્યા છે. આ ઉપરાંત આ પ્રસંગે અમિતાભ બચ્ચનના પત્ની અભિનેત્રી જયા બચ્ચને પણ હાજરી આપી હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "અંબાણી દેરાણી-જેઠાણી જોવા મળ્યા એક સાથે, જોઇ લો તસવીરોમાં નીતા અંબાણી અને ટીના અંબાણીનું બોન્ડીંગ કેવુ જોરદાર છે"
ટિપ્પણી પોસ્ટ કરો